AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Border 2 : 2026 નું સૌથી મોટું ગીત, ‘બોર્ડર 2’ નું ‘ઘર કબ આઓગે’ ના ટીઝર જોયા પછી લોકોએ કહ્યું હૃદયસ્પર્શી

સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 હાલમાં ખુબ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી ચાહકો ફિલ્મ બોર્ડર 2 વિશે ચર્ચા કરી રહ્યા છે. હવે ફિલ્મનું ગીત ઘર કબ આઓગેનું ટીઝર રીલીઝ થયું છે. જેની પહેલી ઝલક સામે આવી ચૂકી છે.

Border 2 : 2026 નું સૌથી મોટું ગીત, 'બોર્ડર 2' નું 'ઘર કબ આઓગે' ના ટીઝર જોયા પછી લોકોએ કહ્યું હૃદયસ્પર્શી
| Updated on: Dec 29, 2025 | 2:04 PM
Share

સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીની ફિલ્મ બોર્ડર 2ની હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ સિનેમાઘરોમાં 23 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થશે. ફિલ્મે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે. ત્યારે હવે ફિલ્મમાં સ્ટારની ઝલક પણ સામે આવી ચૂકી છે. સાથે બોર્ડર 2નું ટીઝર પછી ગીત ઘર કબ આઓગેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેની પહેલી ઝલકે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે.

ફિલ્મ બોર્ડર 2નું ગીત ઘર કબ આઓગેનું ટીઝર ટી-સીરિઝ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મના ગીતની પણ ઝલક જોવા મળી રહી છે. આ ગીતને 4 સિંગર સાથે મળી ગાયું છે. જેમાં સોનુ નિગમ, અરજીત સિંહ,વિશાલ મિશ્રા અને દિલજીત દોસાંઝ જેવા સિંગર છે. જેનો અવાજ ચાહકોને ખુબ પસંદ આવશે. આ ગીતનું નવું વર્ઝન પણ ચાહકોને ખુબ પસંદ આવશે.આ ગીત પહેલી ફિલ્મ બોર્ડરની યાદ અપાવશે.

‘ઘર કબ આઓગે’નું ઓરિઝનલ વર્ઝન સંદેશે આતે હૈ

તમને જણાવી દઈએ કે, બોર્ડર 2નું ગીત ઘર કબ આઓગેનું ઓરિજનલ વર્ઝન સંદેશે આતે હૈ છે. જે સોનું નિગમે ગાયું હતુ. સાથે કુમાર રાઠૌરે ગાયું છે. તેના અવાજમાં આ ગીત ખુબ ફેમસ છે. જેનું મ્યુઝિક અનુ મલિકે આપ્યું હતુ અને લિરિક્સ જાવેદ અખ્તરે તૈયાર કર્યું છે. બોર્ડર 2 માટે લિરિક્સ મનોજ મુંતશિરે આપ્યા છે. જો ગીતના રિલીઝની વાત કરીએ તો. 2 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ કરવામાં આવશે.

લોકોએ જણાવ્યું 2026નું સૌથી મોટું ગીત

આ સાથે જો બોર્ડર 2ના ગીત ઘર કબ આઓગે ના ટિઝર પર લોકોના રિએક્શનની વાત કરવામાં આવે તો આ ગીતનું હજુ ટિઝર રીલિઝ કરવામાં આવ્યું છે. જેને લઈ લોકોનું કહેવું છે કે, આ 2026નું સૌથી મોટું ગીત છે. સોનુ નિગમના અવાજમાં આ ગીત ફરી એક વખત જૂના દિવસોની યાદ અપાવશે. આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કર્યા બાદ લોકોની આંખોમાં જરુર આંસુ આવશે. કેટલાક લોકોએ આ ગીતને ઈન્ડિયન આર્મીની આત્મા કહી છે. બોર્ડરનું ગીત સંદેશે આતે હૈ આજે પણ લોકોમાં ખુબ ફેમસ છે.

Border 2 Star Cast Fees: બોર્ડર 2નો સૌથી મોંઘો અભિનેતા છે સની દેઓલ,જાણો વરુણ અને અન્ય સ્ટારને કેટલો ચાર્જ મળ્યો અહી ક્લિક કરો

ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
g clip-path="url(#clip0_868_265)">