71 વર્ષ પહેલા થયા હતા ધર્મેન્દ્રના પહેલા લગ્ન, પહેલી પત્ની પ્રકાશ કૌર રહે છે લાઈમલાઈટથી દૂર
IANS અનુસાર, અભિનેતાનું આજે અવસાન થયું છે.24 નવેમ્બર 89 વર્ષની વયે ધર્મેન્દ્રનું અવસાન થયું છે. પ્રકાશ કૌર આ એ નામ છે જે ધર્મેન્દ્રની લાઈફમાં હેમા માલિની કરતા પહેલા આવી હતી. પ્રકાશ કૌર ધર્મેન્દ્રની પહેલી પત્ની છે. તો ચાલો જાણીએ તેમની પહેલી પત્ની શું કરે છે.

24 નવેમ્બર 89 વર્ષની વયે ધર્મેન્દ્રનું અવસાન થયું છે. હેમા માલિની દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની બીજી પત્ની છે. પરંતુ આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે, પ્રકાશ કૌરની સાથે પણ ધર્મેન્દ્રનો સારો સંબંધ હતો.જે લોકો માને છે કે, ધર્મેન્દ્રએ ફક્ત એક જ વાર લગ્ન કર્યા છે તેઓ ખોટા છે. તેમણે 45 વર્ષની ઉંમરે હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા, જ્યારે તેમણે પ્રકાશ કૌર સાથે માત્ર 19 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા.ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌર 71 વર્ષથી સાથે હતા. આજે ધર્મેન્દ્રએ દુનિયામાંથી અલવિદા કહ્યું છે. તેઓ સાત દાયકાથી સાથે હતા. ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કર્યા પછી પણ તેમનો સંબંધ અતૂટ રહ્યો હતો. ચાલો આજે જાણીએ કે ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર શું કરે છે.
ધર્મેન્દ્ર અને પ્રકાશના લગ્ન ક્યારે થયા?
ધર્મેન્દ્રનું પૂરું નામ ધરમ સિંહ દેઓલ હતુ. ધર્મેન્દ્ર પંજાબના રહેવાસી હતા. તેમનો જન્મ 8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબના નસરાલીમાં થયો હતો. ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર શીખ છે. ધર્મેન્દ્ર અને પ્રકાશના લગ્ન 1954માં થયા હતા. તે અરેન્જ મેરેજ હતા, જેના જૂન 2025માં 71 વર્ષ પૂર્ણ થયા હતા.
પ્રકાશ કૌર શું કરે છે?
પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા પછી, ધર્મેન્દ્ર અભિનેતા બનવાની ઇચ્છા સાથે તેની સાથે મુંબઈ ગયા હતા. અભિનેતા બનતા પહેલા તેમણે ગેરેજ અને ડ્રિલિંગ ફર્મમાં કામ કર્યું. બાદમાં તેઓ અભિનેતા, સ્ટાર અને બોલિવૂડ સુપરસ્ટાર બન્યા. તેમની બીજી પત્ની, હેમા માલિની, પણ એક અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય છે. પ્રકાશ કૌર ગૃહિણી છે.
પ્રકાશ કૌરે પોતાના પરિવારને સંભાળે છે અને બાળકોનો ઉછેર કરે છે 1981માં, ધર્મેન્દ્ર અને હેમાના લગ્ન પછી, પ્રકાશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “હું એક ગૃહિણી છું. મને મારું ઘર અને બાળકો ખૂબ ગમે છે. લોકો મારા અને મારી લાઈફસ્ટાઈલ વિશે શું કહે છે તેની મને પરવા નથી. દરેકની પોતાની લાઈફસ્ટાઈલ હોય છે.” ધર્મેન્દ્ર અને પ્રકાશને બે પુત્રો, સની દેઓલ અને બોબી દેઓલ અને બે પુત્રીઓ, વિજેતા દેઓલ અને અજીતા દેઓલ છે.
