AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Vijay Reception : રશ્મિકા અને વિજયના રિસેપ્શનમાં રામ ચરણ ખુલ્લા પગે કેમ પહોંચ્યા? ચાહકો ચોંકી ગયા જુઓ વીડિયો

Rashmika Vijay Wedding Reception : અલ્લુ અર્જુનથી લઈને રામ ચરણ અને કરણ જોહર સુધીના આ સ્ટાર્સે રશ્મિકા-વિજયના રિસેપ્શનમાં હાજરી આપી હતી.આ દરમિયાન ચાહકોની નજર રામ ચરણ પર ગઈ કારણ કે, રામચરણ આ રિસ્પેશનમાં ખુલ્લા પગે આવ્યો હતો. હવે આનું કારણ શું છે તેના વિશે વાત કરીએ.

Rashmika Vijay Reception : રશ્મિકા અને વિજયના રિસેપ્શનમાં રામ ચરણ ખુલ્લા પગે કેમ પહોંચ્યા? ચાહકો ચોંકી ગયા જુઓ વીડિયો
| Updated on: Mar 05, 2026 | 10:41 AM
Share

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ હૈદરાબાદમાં ફિલ્મી સ્ટાર અને નજીકના લોકો માટે એક શાનદાર વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતુ. તેના આ રિસ્પેશનમાં કેટલાક બોલિવુડ સ્ટાર સિવાય સાઉથના મોટા કલાકારો પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન વેન્યુ પર આરઆરઆર ફેમ રામ ચરણ પણ જોવા મળ્યો હતો. રામ ચરણ જે અંદાજમાં રિસ્પેશનમાં સ્પોટ  થયો. બધાનું ધ્યાન રામચરણ પર ગયું હતુ. અરબોની સંપત્તિનો માલિક રામ ચરણ રિસ્પેશનમાં ખુલ્લા પગે જોવા મળ્યો હતો. આ નજારો જોઈ ચાહકો પણ ચોંકી ગયા હતા.

રામ ચરણ પોતાની પત્ની ઉપાસના કોનિડેલાની સાથે રશ્મિકા અને વિજયના રિસ્પેશનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન રામ ચરણ કાળા કપડામાં જોવા મળ્યા હતા. જ્યારે તેની પત્ની ઉપાસના લાલ રંગના સૂટમાં સુંદર લાગી રહી હતી. રામચરણના આ લુક પાછળ એક કારણ છે. રિપોર્ટ મુજબ અભિનેતા હાલમાં અયપ્પાની દીક્ષાનું પાલન કરી રહ્યા છે. આ ધાર્મિક અનુષ્ઠાનના કેટલાક નિયમો હોય છે. જેના કારણે રામ ચરણ આ લુકમાં રિસ્પેશનમાં પહોંચ્યો હતો.

રામ ચરણ કરી રહ્યો છે અયપ્પાના દીક્ષાનું પાલન

રામ ચરણ છેલ્લા કેટલાક દીવસથી અયપ્પાના દીક્ષાનું પાલન કરી રહ્યો છે.આ વ્રત દરમિયાન કેટલાક ભક્તો અનેક પ્રકારના નિયમોમાં બંધાય જાય છે. કેરળના સબરીમાલા મંદિરની યાત્રા પહેલા ભક્તો 41 દિવસ સુધી આ વ્રત રાખે છે. જેમાં ભક્તો માત્ર કાળા કે વાદળી કપડાં જ પહેરી શકે છે. તેમણે ખુલ્લા પગે ચાલવાનું હોય છે આ સાથે, સાત્વિક ખોરાક લેવો જોઈએ અને સવાર અને સાંજની પ્રાર્થના અને માળા પહેરવા જેવા કડક નિયમોનું પાલન કરવું જોઈએ. 41 દિવસ પૂરા થયા પછી, ભક્તો સબરીમાલા મંદિરની મુલાકાત લે છે.

View this post on Instagram

A post shared by yogen shah (@yogenshah_s)

અનેક વખત ખુલ્લા પગે જોવા મળ્યો

રામચરણ આ પહેલા પર અનેક વખત ખુલ્લા પગે જોવા મળી ચૂક્યો છે. રિપોર્ટ મુજબ અભિનેતા છેલ્લા 20 વર્ષથી અયપ્પાની દીક્ષાનું પાલન કરી રહ્યો છે. ત્યારે સ્પષ્ટ છે કે, અભિનેતા અયપ્પાનો પરમ ભક્ત છે. રામ ચરણના આ સાદગી ભર્યા અંદાજને જોઈ ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.

ગ્લોબલ સ્ટારનો સાઉથમાં હિટ અને બોલિવુડમાં છે ફ્લોપ, દાદા,કાકા પિતાથી લઈ આખો પરિવાર ફિલ્મોમાં કરે છે કામ અહી ક્લિક કરો

Follow Us
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
g clip-path="url(#clip0_868_265)">