‘ધુરંધર’ અભિનેત્રી સારા અર્જુન ઈમતિયાઝ અલીની ‘હીર રાંઝા’માં હીરની ભૂમિકા ભજવશે?
અભિનેતા રાજ અર્જુન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તેમણે હિન્દી અને સાઉથ ભારતીય સિનેમામાં અભિનયમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમની દીકરી સારા અર્જુને પણ ફિલ્મ "ધુરંધર" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે.લૈલા મજનુ જેવી ફિલ્મો આપાર ઈમ્તિયાઝ અલી હવે હીર રાંઝાના નામની એક ફિલ્મ બનાવી રહ્યો છે. હવે આ ફિલ્મથી ધુરંધર ફેમ અભિનેત્રી સારા અર્જુનનું નામ જોડાય રહ્યું છે.તો ચાલો સારા અર્જુનના પરિવાર વિશે વાત કરીએ.

"ધુરંધર" ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મનું કલેક્શન આસમાને પહોંચી રહ્યું છે. દરેક વ્યક્તિ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મની અભિનેત્રી સારા અર્જુને દિગ્દર્શક આદિત્ય ધરને રિયલ ધુરંધર કહ્યો છે.

અભિનેત્રી સારા અર્જુન 'ધૂરંધર' માં પોતાના શાનદાર અભિનયથી બધાના દિલ જીતી રહી છે. હવે, દરેક લોકો સારાના શિક્ષણ અને સફર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણવા માંગે છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

સારા અર્જુનનો જન્મ 18 જૂન 2005માં થયો છે. તે એક અભિનેત્રી છે જે મુખ્યત્વે તમિલ અને હિન્દી ફિલ્મો અને જાહેરાતોમાં કામ કરે છે. અભિનેતા રાજ અર્જુનની પુત્રી છે.

સારા અર્જુન છ વર્ષની ઉંમર જાહેરાતો અને એક શોર્ટ હિન્દી ફિલ્મમાં જોવા મળી હતી. 2010માં, તેમણે એ. એલ. વિજયની તમિલ ડ્રામા ફિલ્મ દેવ તિરુમાગલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મમાં 6 વર્ષની બાળકીના પાત્રમા જોવા મળી હતી.

ત્યારબાદ અનેક ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે, મુખ્યત્વે તમિલ અને હિન્દી તેમજ તેલુગુ અને મલયાલમમાં કામ કરી ચૂકી છે."ધુરંધર" માં યાલિના જમાલીનું પાત્ર ભજવનાર સારા અર્જુન માત્ર 20 વર્ષની છે. સારાએ મુંબઈમાં પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું છે અને હાલમાં તે કોલેજમાં છે.

સારાના પિતા રાજ અર્જુને "સિક્રેટ સુપરસ્ટાર" થી લોકપ્રિયતા મેળવી હતી. તેના નાના ભાઈ સુહાને પણ એક ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે.

સારા અર્જુને બાળપણથી જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, મુખ્ય બ્રાન્ડ્સની જાહેરાતોમાં દેખાઈ હતી. તેમણે તમિલ, હિન્દી અને અન્ય ભાષાઓની ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે.

સારાએ 2013 માં "એક થી ડાયન" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમણે "સૈવમ," "સાંઢ કી આંખ," અને "પોન્નીયિન સેલ્વન" જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

2022માં, સારાએ મણિરત્નમની "પોનીયિન સેલ્વન" માં એક યુવાન નંદિની તરીકેની તેની અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ ભૂમિકા ભજવી હતી.

બંને ફિલ્મોએ વિશ્વભરમાં 800 કરોડની કમાણી કરી હતી, જે તેમને તેની સૌથી મોટી સફળતા બની હતી.

ફિલ્મોની સફળતા પછી, તેની કુલ સંપત્તિ વધી છે.

20 વર્ષીય સારાએ 18 મહિનાની ઉંમરે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ઝડપથી દેશના સૌથી વધુ પૈસાદાર ચાઈલ્ડ સ્ટાર એક બની ગઈ. તેની કુલ સંપત્તિ આશરે 10 કરોડ હોવાનો અંદાજ છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
