AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : PM નરેન્દ્ર મોદીનો સોમનાથ પ્રવાસ.. વિશેષ પૂજા અને કાર્યક્રમો સાથે ઉજવાયો “સોમનાથ સ્વાભિમાન પર્વ”, જુઓ Video

વડાપ્રધાન મોદીએ સોમનાથમાં જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો. તેમણે શૌર્ય યાત્રામાં ભાગ લીધો અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી.

Breaking News : PM નરેન્દ્ર મોદીનો સોમનાથ પ્રવાસ.. વિશેષ પૂજા અને કાર્યક્રમો સાથે ઉજવાયો સોમનાથ સ્વાભિમાન પર્વ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2026 | 7:01 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત કરી હતી. હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે તેઓ સોમનાથ પહોંચ્યા હતા. પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન સાથે વડાપ્રધાનના પ્રવાસનો પ્રારંભ થયો હતો.

સોમનાથ મંદિરમાં વડાપ્રધાન મોદીએ વિશેષ પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

દર્શન અને પૂજા બાદ વડાપ્રધાન મોદીએ સોમનાથમાં આયોજિત શૌર્ય પર્વ યાત્રામાં ભાગ લેશે. અંદાજે એક કિલોમીટર લાંબી આ શૌર્ય યાત્રા સોમનાથ નગરીમાં યોજવાની છે. યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દેશભક્તિ તથા સાંસ્કૃતિક ભાવના સાથે સમગ્ર માહોલ ઉત્સાહભર્યો રહ્યો હતો.

દેશભક્તિ તથા સાંસ્કૃતિક ઉત્સાહનો માહોલ રહેશે

11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા કરશે. મંદિર દર્શન બાદ તેઓ સોમનાથમાં આયોજિત શૌર્ય યાત્રામાં ભાગ લેશે. સોમનાથ નગરીમાં અંદાજે એક કિલોમીટર લાંબી શૌર્ય પર્વ યાત્રા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને દેશભક્તિ તથા સાંસ્કૃતિક ઉત્સાહનો માહોલ રહેશે.

સોમનાથ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી રાજકોટ પહોંચશે, જ્યાં તેઓ રિજનલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે. આ સમિટમાં ઉદ્યોગ, રોકાણ અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થશે.

12 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો અને સહયોગના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત, બન્ને દેશોના નેતાઓ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની સંયુક્ત રીતે શરૂઆત કરશે, જે ભારતની સંસ્કૃતિ અને વૈશ્વિક મિત્રતાનો સંદેશ આપશે.

રાજકોટમાં 21 દેશના પતંગબાજો સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">