Breaking News : સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન, શિવભક્તોના નાદથી ગૂંજ્યું સોમનાથ
ભારતીય સંસ્કૃતિના સ્વાભિમાન અને અડગ આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે "સોમનાથ સ્વાભિમાન પર્વ"નો પ્રારંભ થયો છે. પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યુ છે.
ભારતીય સંસ્કૃતિના સ્વાભિમાન અને અડગ આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે “સોમનાથ સ્વાભિમાન પર્વ”નો પ્રારંભ થયો છે. પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર અને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ભાવિકો ટ્રેનથી સોમનાથમાં રવાના થઇ આ પર્વને ઉલ્લાસભેર ઉજવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 10 અને 11 જાન્યુઆરીના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. ત્યારે ભાવિકોાં વિશેષ ઉત્સાહ છે. “સોમનાથ સ્વાભિમાન પર્વ”માં જવા માટે લોકોને સુવિધા રહે તે માટે ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. આજે રાજકોટથી ઉપડેલી વિશેષ ટ્રેન જ્યારે સોમનાથ રેલવે સ્ટેશને પહોંચી હતી અને સોમનાથ ખાતે ભાવિકોના આગમનથી ‘જય સોમનાથ’ અને ‘હર હર ભોલે’ના નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગૂંજી ઉઠ્યું હતું.
ઉજવણીમાં સામેલ થવા અમદાવાદથી પણ ભાવિકો ઉમટી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનથી સોમનાથ દર્શન માટે સ્પેશિયલ ટ્રેન કરી ભાવિક ભક્તોને સોમનાથ દર્શન માટે વ્યવસ્થા કરી છે.. જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાંથી કુલ 900 દર્શનાર્થીઓ સોમનાથ ઉમટ્યા છે..અમદાવાદના મેયેર પ્રતિભા જૈને ટ્રેનને લીલી જંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
