વિનાશ નહીં, પણ આત્મસન્માનની ગાથા, સોમનાથ પરના હુમલાના 1000 વર્ષ પૂરા થતા, PM મોદીએ બ્લોગમાં લખ્યો લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પર લખેલો એક લેખ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પીએમ મોદીએ સોમનાથ મંદિર પરના પહેલા હુમલાની 1000 વર્ષ પૂરા થવા પર આ લેખ લખ્યો છે. લેખમાં પીએમ મોદીએ જણાવ્યું છે કે, વિદેશી આક્રમણકારોએ મંદિરનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોમનાથ અડગ રહ્યુ. આ જ્યોતિર્લિંગ ભારતના આત્માનું પ્રતીક છે.

PM નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પરના પહેલા હુમલાને 1000 વર્ષ પુરા થવા પર તેમના બ્લોગ પર એક લેખ શેર કર્યો છે. પીએમ મોદીએ આ બ્લોગ સોમનાથ જ્યોતિર્લિંગનો મહિમા શેર કર્યો. તેમણે કહ્યું કે તે પશ્ચિમ કિનારે ગુજરાતના પ્રભાસ પાટણમાં સ્થિત છે. સોમનાથ ભારતના આત્માનું શાશ્વત પ્રતિનિધિત્વ છે. તેમણે કહ્યું કે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં સોમનાથ સહિત ભારતના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે.
પીએમ મોદીએ લખ્યું કે લાખો લોકોની ભક્તિ અને પ્રાર્થનાનું કેન્દ્ર સોમનાથ મંદિરને વિદેશી આક્રમણકારોએ નિશાન બનાવ્યું હતું. તેમનું સંપૂર્ણ ધ્યાન આ ધાર્મિક સ્થળને સંપૂર્ણપણે નષ્ટ કરવા પર હતું. પીએમ મોદીએ આગળ લખ્યું કે 2026નું વર્ષ સોમનાથ મંદિર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે આ મહાન મંદિર પરના પહેલા હુમલાની 1000મી વર્ષગાંઠ છે.
પીએમ મોદીએ લખ્યું કે જાન્યુઆરી 1026 માં, ગઝનીના મહમૂદેસ સોમનાથ મંદિર પર મોટો હુમલો કર્યો અને તેને તોડી પાડ્યુ હતું. આ હુમલો એક હિંસક અને બર્બર પ્રયાસ હતો જેનો હેતુ શ્રદ્ધા અને સભ્યતાના મહાન પ્રતીકનો નાશ કરવાનો હતો.
પુનર્નિર્માણના પ્રયાસો
પીએમ મોદીએ, તેમના બ્લોગના લેખમાં વધુ લખ્યું કેસ સોમનાથ મંદિર પરનો હુમલો માનવ ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક છે. છતાં, એક હજાર વર્ષ પછી પણ, મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે ઉભું છે. વર્ષ 1026 પછી, મંદિરને તેના સંપૂર્ણ ગૌરવમાં ફરીથી બનાવવા માટે સમયાંતરે પ્રયાસો ચાલુ રહ્યા.

મંદિરનું વર્તમાન સ્વરૂપ 1951માં આકાર પામ્યું હતું. યોગાનુયોગ, 2026નું વર્ષ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પણ છે. મંદિરનું પુનર્નિર્માણ 11 મે, 1951ના રોજ પૂર્ણ થયું હતું. તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં આયોજિત આ સમારોહ એક ઐતિહાસિક સમારોહ હતો જ્યારે મંદિરના દરવાજા દર્શન માટે ખોલવામાં આવ્યા હતા.
પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ મંદિર અને સોમનાથને લગતા તમામ નાના મોટા સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.