કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સોમનાથ મંદિર ખાતે ઉજવાશે સ્વાભિમાન પર્વ, PM મોદી સહીતના મહાનુભવ રહેશે ઉપસ્થિત
સોમનાથ મહાદેવ પર મુસ્લિમ આક્રમણખોર મહંમદ ગઝનીએ કરેલા હુમલા અને લૂટફાટને 1000 વર્ષ પૂરા થયા છે. જ્યારે આ હુમલાથી ક્ષીણ થયેલા પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર કરાયાને 75 વર્ષ પૂરા થતા હોવાથી, સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવનાર છે. કરોડો હિન્દુઓની આસ્થા સમાન સોમનાથ મંદિર આજે પણ વિધ્વંશ સામે આત્મ સન્માનને ગૌરવવંતુ રાખવામાં આવ્યું છે. આગામી 11 જાન્યુઆરએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોમનાથમાં રોડ શો કરીને જાહેર સભાને સંબોધન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને, સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તારીખ 11 જાન્યુઆરીના રોજ ભવ્ય શોર્ય યાત્રા યોજાશે.

આ શોર્ય યાત્રામાં પારંપરિક વેશભૂષામાં ગુજરાત પોલીસ અશ્વદળના 108 ઘોડે સવારો ભાગ લેશે.

શક્તિના પ્રતીક સમાન અશ્વ અને સોમનાથનું સ્વાભિમાન એક કેડીએ બલિદાન અને શૌર્યતાના ઇતિહાસને પુનર્જીવિત કરશે.

વીર હમીરસિંહજી ગોહિલની પ્રતિમાથી સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત જ્યા સભાનું આયોજન કરાયું છે તે સ્થળ સુધી ભવ્ય અશ્વયાત્રા નીકળશે.

આ શોર્ય યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત પોલીસ અશ્વદળના 15 જિલ્લાના અશ્વ અને અસવાર સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે.

ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના નેતૃત્વમાં પાછલા ત્રણ દિવસથી સોમનાથ ખાતે આ અશ્વસવારો રિહર્સલ કરી રહ્યા છે.

આજે સોમનાથ ખાતે યોજાયેલા રિહર્સલમાં અશ્વસાવરોના ' જય સોમનાથ - હર હર મહાદેવ' ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
વિનાશ નહીં, પણ આત્મસન્માનની ગાથા, સોમનાથ પરના હુમલાના 1000 વર્ષ પૂરા થતા, PM મોદીએ બ્લોગમાં લખ્યો લેખ