શિવભક્તોની ભીડ, હાથમાં ડમરુ… શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી, જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો, જે મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર યોદ્ધાઓને સમર્પિત છે. શૌર્ય યાત્રામાં 108 ઘોડાઓની પ્રતીકાત્મક શોભાયાત્રાનો સમાવેશ થતો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરમાં પૂજા કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો, જે મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર યોદ્ધાઓને સમર્પિત છે. શૌર્ય યાત્રામાં 108 ઘોડાઓની પ્રતીકાત્મક શોભાયાત્રાનો કાઢવામાં આવી હતી. જેમાં તેઓ જોડાયા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી.
ભગવાન શિવને દૂધ સ્નાન કરાવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરી. પીએમ મોદીએ ભગવાન શિવને દૂધ સ્નાન કરાવ્યું. તેમણે સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે લાંબી પૂજા કરી. આ પ્રસંગે, પીએમ મોદીએ હાથ ઊંચા કરીને “હર હર મહાદેવ” ના નારા લગાવ્યા.
પીએમ મોદી રાજકોટ જશે
સ્વાભિમાન પર્વની સમાપ્તિ પછી પીએમ મોદી રાજકોટ જશે. તેઓ આજે બપોરે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં વેપાર શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. તેઓ કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ઔપચારિક ઉદ્ઘાટન પણ કરશે અને સભાને સંબોધિત કરશે.
આ કાર્યક્રમ દરમિયાન તેઓ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા 14 ગ્રીનફિલ્ડ સ્માર્ટ એસ્ટેટના વિકાસની જાહેરાત કરશે અને રાજકોટમાં GIDC મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન કરશે. સાંજે, PM મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે અમદાવાદ મેટ્રો ફેઝ 2 (સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધી) ના બાકીના ભાગનું ઉદ્ઘાટન કરશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

