Travel Tips : માતા-પિતાને લઈ કરી આવો રામ મંદિરના દર્શન, આ રીતે બનાવો પ્લાન
ઉત્તરપ્રદેશના સુંદર શહેર અયોધ્યાને રામ જન્મભૂમિ પણ કહેવામાં આવે છે. અયોધ્યામાં તમે પરિવાર કે પછી માતા-પિતાને લઈ ફરવાનો પ્લાન બનાવી શકો છો. 1 દિવસમાં તમે સુંદર સ્થળો પર ફરી શકો છો.

અયોધ્યા દેશની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજે 25 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કર્યું છે. રામ મંદિર બન્યા બાદ અયોધ્યા ફરવાજનારા લોકોની સંખ્યા ખુબ વધી છે.તો ચાલો કેવી રીતે તમે અમદાવાદથી અયોધ્યા જઈ શકો છો.

જો તમે પણ માતા-પિતાને શ્રીરામલલાના દર્શન કરાવવા માંગો છો તેમજ યાત્રા બજેટ ફ્રેન્ડલી રાખવા માંગો છો તો આ લેખ તમારા માટે છે. આજે અમારી ટ્રાવેલ ટિપ્સ સીરિઝમાં અમદાવાદથી અયોધ્યા કેવી રીતે પહોંચવું તે વિશે વિસ્તારથી વાત કરીશું.

અયોધ્યાની શાન રામ જન્મભૂમિ મંદિર છે. સૌથી પહેલા રામ મંદિરના દર્શન કરો. ત્યારબાદ અનેક ફેમસ ઘાટો આવેલા છે. સરયુ નદીના કિનારે 14 ઘાટ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ હનુમાન ગઢી જવાનો પ્લાન બનાવો તેમજ તમે અયોધ્યામાં બનેલા દશરથ મહલની પણ મુલાકાત લઈ શકો છો.

અયોધ્યા જવા માટે તમારે વધારે ખર્ચો થશે નહી. ટ્રેન બસ કે પછી તમે ફ્લાઈટ અથવા તમારી પ્રાઈવેટ કાર લઈને પણ જઈ શકો છો. તમને અયોધ્યા જવા માટે અમદાવાદથી ટ્રેન તેમજ ફ્લાઈટો સરળતાથી મળી જશે.

પ્રાઈવેટ કારમાં ટ્રિપમાં જવાનો વિકલ્પ પરિવારો અથવા ગ્રુપ માટે સૌથી વધુ ફાયદાકારક છે. જો તમે ત્રણ કે ચાર લોકોના ગ્રુપમાં હોવ, તો કાર દ્વારા મુસાફરી કરવી ખૂબ જ બજેટ-ફ્રેંડલી છે.

પહેલા તો અમદાવાદથી દિલ્હીનું અંતર 989 છે. દિલ્હીથી અયોધ્યાનું અંતર યમુના એક્સપ્રેસવે અને લખનૌ એક્સપ્રેસવે દ્વારા 700 થી 750 કિમી છે.

રામ મંદિર એ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ (રામ જન્મભૂમિ) પર બનાવવામાં આવેલું એક હિન્દુ મંદિર છે. રામાયણ અનુસાર, આ હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન રામનું જન્મસ્થળ છે. આ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે.(all photo : pti)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
