AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે 1 માર્ચથી જમ્મુથી શ્રીનગર સુધી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન નહીં દોડે, રેલવેએ કર્યો ખુલાસો

જમ્મુ-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંગે રેલવે વિભાગે અંગે એક મોટો ખુલાસો કર્યો છે. આ ટ્રેન હવે 1 માર્ચથી જમ્મુથી શ્રીનગર વચ્ચે નહીં દોડે. અગાઉ, ઉત્તર રેલવેએ જોરશોરથી જાહેરાત કરી હતી કે, લોકોની માંગને કારણે, ઉત્તર રેલવેએ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને જમ્મુ સુધી લંબાવી છે.

હવે 1 માર્ચથી જમ્મુથી શ્રીનગર સુધી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન નહીં દોડે, રેલવેએ કર્યો ખુલાસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2026 | 2:29 PM
Share

જમ્મુ-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ અંગે, ઉત્તર રેલવેએ કરેલી ઉત્સાહભેર જાહેરાતના કલાકો બાદ ફરીથી એક મોટો ખુલાસો કર્યો છે. આ ટ્રેન હવે 1 માર્ચથી નહીં દોડે. અગાઉ, ઉત્તર રેલવેએ જાહેરાત કરી હતી કે, શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને જમ્મુ સુધી લંબાવવામાં આવી છે. લાંબા સમયથી ચાલતી માંગ હવે પૂર્ણ થઈ છે. આનાથી હજારો મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને વધુ વિશ્વસનીય મુસાફરીનો વધુ એક વિકલ્પ મળ્યો છે.

ઉત્તર રેલવેએ જાહેરાત કરી હતી કે, જાહેર જનતાની માંગને કારણે, ઉત્તર રેલવેએ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને જમ્મુ સુધી લંબાવી છે. આનાથી જમ્મુ અને કાશ્મીર ખીણ વચ્ચે મુસાફરોની મુસાફરી વધુ સરળ બનશે. આ ટ્રેનો આ વર્ષની 1 માર્ચથી કાર્યરત થશે.

અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, કે જમ્મુ તાવી-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ (26401) સવારે 6:15 વાગ્યે ઉપડશે, શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સવારે 8:08 વાગ્યે પહોચશે, રિયાસી સવારે 8:28 વાગ્યે અને બનિહાલ સવારે 9:56 વાગ્યે પહોચશે. જ્યારે શ્રીનગર સવારે 11:10 વાગ્યે પહોંચશે. એ જ રીતે શ્રીનગર-જમ્મુ તાવી વંદે ભારત એક્સપ્રેસ (26402) બપોરે 2 વાગ્યે શ્રીનગરથી ઉપડશે, બનિહાલ બપોરે 2:58 વાગ્યે પહોચશે, રિયાસી બપોરે 4:34 વાગ્યે અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાંજે 5 વાગ્યે પહોચીને જમ્મુ તાવી સાંજે 6:50 વાગ્યે પહોંચશે.

ઉત્તર રેલવેએ એમ પણ જણાવ્યું હતું કે, કટરાથી જમ્મુ સુધીના એક્સટેન્શન કરવાથી, મુસાફરો હવે જમ્મુ અને શ્રીનગર વચ્ચે પાંચ કલાકથી ઓછા સમયમાં મુસાફરી કરી શકશે, જેનાથી રોડ દ્વારા મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો થશે. આ પ્રદેશમાં રોડ મુસાફરી ઘણીવાર ભૂસ્ખલન, ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે વિક્ષેપનો સામનો કરે છે. વંદે ભારત સેવાઓનો વિસ્તરણ એક વિશ્વસનીય, બધા જ પ્રકારના હવામાનમાં ઉપલબ્ધ વિકલ્પ પૂરો પાડે છે. જે સલામતી, આરામ અને સમયસરતા સુનિશ્ચિત કરે છે.

મુસાફરોના લાભો અને પ્રવાસનને પ્રોત્સાહન

સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેન આધુનિક મુસાફરોની સુવિધાઓ અને ઉન્નત સલામતી સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરીને માત્ર ઝડપી જ નહીં પરંતુ વધુ અનુકૂળ પણ બનાવે છે. આ વિસ્તરણથી સ્થાનિક રહેવાસીઓને ઘણો ફાયદો થશે, પર્યટનને વેગ મળશે, વેપારને સરળ બનાવશે અને પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસમાં ફાળો આપશે તેવી અપેક્ષા છે.

ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ 6 જૂન, 2025 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો. તેના ઉદ્ઘાટન પછી, નાગરિકો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ દ્વારા સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત સેવા દ્વારા જમ્મુને શ્રીનગર સાથે સીધો જોડવાની માંગ કરવામાં આવી રહી છે.

Bharat taxi – ટેક્સી ડ્રાઇવરોને નફાની વહેંચણીનું ગણિત સમજાવી અમિત શાહે પુછ્યું- મારી વાત ગળે ઉતરી કે નહીં

Follow Us
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">