AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભામાં રાહુલે કહ્યું- ટ્રેડ ડીલમાં દેશ-ખેડૂતો વેચી માર્યા, કિરેન રિજ્જુએ કહ્યું કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે દેશ વેચે, મોદી સૌથી મજબૂત પીએમ

રાહુલ ગાંધી લોકસભા ભાષણ: લાંબા વિવાદ પછી, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં ભાષણ આપ્યું. તેમણે ભારત-અમેરિકા વેપાર કરાર પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને સરકારની ટીકા કરી. રાહુલે કહ્યું કે ભારતે અમેરિકાના દબાણ હેઠળ આ કરાર કર્યો હતો અને બધું અમેરિકાને વેચી દેવામાં આવ્યું છે.

લોકસભામાં રાહુલે કહ્યું- ટ્રેડ ડીલમાં દેશ-ખેડૂતો વેચી માર્યા, કિરેન રિજ્જુએ કહ્યું કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે દેશ વેચે, મોદી સૌથી મજબૂત પીએમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2026 | 3:42 PM
Share

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે બજેટ પરની ચર્ચામાં બોલતા માત્ર અમેરિકા પર જ નહીં પરંતુ કેન્દ્રની મોદી સરકાર પર પણ શાબ્દિક હુમલો કર્યો. રાહુલે દાવો કર્યો કે, અમેરિકા સાથેના ટ્રેડ ડીલમાં કેન્દ્ર સરકારે દેશને વેચી માર્યો, ખેડૂતોના હિતોને પણ અમેરિકાના ચરણે ધરી દીધા છે. યુએસએને સરેન્ડર થઈને ટ્રેડ ડીલ અમેરિકાના દબાણ હેઠળ કરાયો છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે અમેરિકાની નજર ભારતના ડેટા પર છે. આપણો ડેટા વેચાઈ ગયો છે, ખેડૂતો વેચાઈ ગયા છે. દેશને વેચી નાખવામાં આવ્યો છે. આની સામે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીને વળતો જવાબ આપતા કહ્યું કે, કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે આ દેશને વેચી મારે, અત્યાર સુધીના વડાપ્રધાનમાં નરેન્દ્ર મોદી સૌથી મજબૂત વડાપ્રધાન હોવાનું તેમણે સંસદમાં કહ્યું હતું.

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અંદાજપત્ર પરની ચર્ચા કરતા કહ્યું કે, જો ભારત ગઠબંધન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાટાઘાટો કરે, તો હું તમને કહીશ કે અમે શું કરીશું. પ્રથમ, અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહીશું, “આ સમીકરણમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ભારતીય ડેટા છે. શું તમે તમારા ડોલર બચાવવા માંગો છો ? અમે તમારા મિત્રો છીએ. અમે તમારી પ્રશંસા કરીએ છીએ. અમે તમારા ડોલર બચાવવામાં તમારી મદદ કરવા માંગીએ છીએ, પરંતુ કૃપા કરીને યાદ રાખો કે જો તમે તમારા ડોલર બચાવવા માંગતા હો, તો તમારા ડોલર બચાવી શકે તેવી સૌથી મોટી સંપત્તિ ભારતીય લોકો છે.”

રાહુલે કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ, જો તમે આ ડેટાની એક્સેસ ઇચ્છતા હો, તો કૃપા કરીને સમજો કે તમે અમારી સાથે સમાન શરતો પર વાત કરો. તમે અમારી સાથે તમારા સેવકો તરીકે વાત નહીં કરો. બીજી વાત અમે કહીશું કે, ટ્રમ્પ, કૃપા કરીને સમજો કે અમારી ઉર્જા સુરક્ષા અમારી છે.” ગમે તે થાય, અમે અમારી ઉર્જા સુરક્ષાનું રક્ષણ કરીશું. ત્રીજી વાત અમે કહીશું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અમે સમજીએ છીએ કે તમારી પાસે મતદાતા આધાર છે, કૃષિ મતદાતા આધાર છે. અમે સમજીએ છીએ કે તમારે તમારા ખેડૂતોનું રક્ષણ કરવાની જરૂર છે, પરંતુ અમે અમારા ખેડૂતોનું પણ રક્ષણ કરીશું.

અધ્યક્ષની ખુરશીમાં બેઠેલા જગદંબિકા પાલને કહ્યું, મને ખબર છે કે તમે પૂર્વ કોંગ્રેસી છો

લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંઘીએ, અવારનવાર ઉદ્યોગપતિના નામ લીધા હતા. જે ના લેવા માટે અધ્યક્ષની ખુરશીમાં બેઠેલા જગદંબિકા પાલે ટકોર કરી હતી. આમ છતા રાહુલ ગાંધી અવારનવાર ઉદ્યોગપતિના નામ ઉચ્ચારવામાં આવતા, રેકોર્ડ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ સમયે રાહુલ ગાંધીએ જગદંબિકા પાલને કહ્યું કે મને ખબર છે, તમે પૂર્વ કોંગ્રેસી છો. આ બાબતે અધ્યક્ષ સ્થાને બેઠેલા જગદંબિકા પાલે પણ વળતો શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, એ સમયે તમે મારી વાત માની હોત તો આજે તમે જ્યાં બેઠા છો ત્યાં ના બેઠા હોત. જો કે રાહુલ ગાંધીએ તેમના સંબોધન દરમિયાન એપસ્ટીન ફાઈલનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાહુલ ગાંધીનુ સંબોધન પૂર્ણ થાય બાદ સંસદિય બાબતોના પ્રધાન કિરેન રિજ્જુજીએ, કહ્યું કે, દેશમાં કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે દેશને વેચી શકે. અત્યાર સુધીના વડાપ્રધાનમાં એક માત્ર નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન તરીકે સૌથી મજબૂત નેતા છે.

લોકસભાનો એ વીડિયો કિરેન રિજિજુએ કર્યો શેર, કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">