શ્રેયસ અય્યરને પતિ માનતી Bigg Boss 18 ફેમ અભિનેત્રી એડન રોઝ કયા ધર્મની છે?
શ્રેયસ અય્યર હાલમાં હેડલાઈન્સમાં છે અને તેને પ્રેમ કરનારા લોકોની કોઈ કમી નથી. આ દરમિયાન, એક અભિનેત્રી એડન રોઝે તો ત્યાં સુધી કહ્યું છે કે તેણે શ્રેયસ અય્યરને તેના પતિ તરીકે સ્વીકારી લીધો છે. જાણો કોણ છે એડન રોઝ અને તે કયા ધર્મની છે?

પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર હાલ હેડલાઈન્સમાં છે. તેણે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તે પંજાબને IPL ચેમ્પિયન બનાવી શક્યો ન હતો. જોકે, આ દરમિયાન, શ્રેયસ અય્યર હવે બીજા જ કારણસર સમાચારમાં છે.

શ્રેયસ અય્યર હેડલાઈન્સમાં હોવાનું બીજું કારણ અભિનેત્રી એડન રોઝ છે, જેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે શ્રેયસ અય્યરને ખૂબ પસંદ કરે છે અને તેણીએ શ્રેયસને દિલથી પોતાનો પતિ પણ માન્યો છે.

શ્રેયસ અય્યર પર આ નિવેદન આપ્યા બાદ એડન રોઝ ઘણી ચર્ચામાં છે. એડન રોઝ એક અભિનેત્રી અને મોડેલ છે.

એડન રોઝ 2023માં તમિલ ફિલ્મ રાવણસુરમાં તેની એક્ટિંગને કારણે ચર્ચામાં આવી હતી. આ ઉપરાંત, તેણીએ ફિલ્મ LIKમાં પણ કામ કર્યું છે.

એડન રોઝનો જન્મ દુબઈમાં થયો હતો. તે 2020માં ભારત આવી હતી અને મોડેલિંગથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

એડન રોઝ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે. તેના એક મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

એડન રોઝે વર્ષ 2023માં બિગ બોસમાં પ્રવેશ કર્યો હતો. 26 વર્ષની એડન રોઝને પ્રેમથી ફેન્સ 'બાર્બી' કહે છે. એડન રોઝ પાસે એરોનોટિક્સમાં ડિગ્રી છે.

એડન રોઝના પિતાનો પરિવાર મ્યાનમારનો રહેવાસી છે અને તેઓ તમિલ છે, જ્યારે તેની માતા કર્ણાટકની છે. આદિન મુસ્લિમ છે. (All Photo Credit : Instagram / X / PTI)
IPL 2025 શ્રેયસ અય્યરની કપ્તાની અને બેટિંગ જોરદાર રહી. દમદાર સિઝન બાદ શ્રેયસ હેડલાઈનમાં છે. શ્રેયસ અય્યર સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો



























































