IPL 2026 પહેલા પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજે છોડ્યો ટીમનો સાથ
આઈપીએલ 2026 પહેલા એક દિગ્ગજે પંજાબ કિંગ્સથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ દિગ્ગજે પોતાની ભૂમિકા છોડી દીધી છે અને ટૂંક સમયમાં તે બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં જોવા મળી શકે છે.

આઈપીએલ 2026 માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. કેટલીક ટીમે ફેરફાર પણ કર્યા છે. હવે બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિગ્સના એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક દિગ્ગજે પંજાબ કિંગ્સથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

આ દિગ્ગજ ગત્ત સીઝનથી ટીમની સાથે કામ કરી રહ્યો હતો પરંતુ હવે પોતાની ભૂમિકામાંથી રાજીનામું આપી દીધું છે અને આગામી સિઝન માટે તેની ગેરહાજરી અંગે પંજાબ કિંગ્સને જાણ કરી છે.

ભારતીય ક્રિકેટના પૂર્વ સ્પિન બોલર સુનીલ જોશીએ પંજાબ કિંગ્સની સાથે પોતાની સફરને અલવિદા કહ્યું છે. સ્પિન બોલિગ કોચના રુપમાં પોતાની ભૂમિકામાંથી રાજીનામું આપતા તેમણે આગામી સીઝન માટે તે હાજર રહેશે નહી તેવી સુચના પણ આપી છે.

સુત્રોના જણાવ્યા મુજબ જોશી હવે બીસીસીઆઈના બેંગ્લુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સીલેન્સ સાથે જોડાયેલ દિશામાં કદમ રાખી રહ્યા છે. જે તેના કરિયર માટે એક મોટી તક સાબિત થઈ શકે છે.

એક રિપોર્ટ મુજબ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ પુષ્ટી કરી છે. સુનીલ જોશીએ લેટર લખીને ટીમને જાણકારી આપી છે. ટીમથી અલગ થઈ રહ્યો છે. તેમણે હેડ કોચ રિકી પોન્ટિંગને પણ વ્યક્તિગત રુપથી પોતાના આ નિર્ણય વિશે જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, જોશી પહેલા પંજાબ કિંગ્સની સાથે હેડ કોચ અનિલ કુંબલેની અંડરમાં કામ કરી ચૂક્યા છે. તે થોડા સમય માટે ઉત્તરપ્રદેશ રાજ્ય ટીમના હેડ કોચ પણ રહી ચૂક્યા છે. આ સિવાય તે ટીમ ઈન્ડિયાના ચીફ સીલેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે, સુનીલ જોશીએ નવી ભૂમિકા બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેન્સમાં હોવાની શક્યતા છે. જ્યાં તે યુવા ખેલાડીઓના વિકાસ અને કોચિંગ પર ધ્યાન રાખશે પરંતુ અધિકારિક પુષ્ટિ હજુ બાકી છે. સુનીલ જોશીએ 1996 થી 2001 વચ્ચે ભારત માટે 15 ટેસ્ટ અને 69 વનડે મેચ રમી છે. જ્યાં તેમણે કુલ 110 વિકેટ લીધી હતી.
આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન છે, જ્યારે માલિક પ્રીતિ ઝિન્ટા, નેસ વાડિયા, કરણ પોલ, મોહિત બર્મન છે. અહી ક્લિક કરો
