AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છગ્ગાની સુનામી! પંજાબ કિંગ્સના બેટ્સમેને મોદી સ્ટેડિયમમાં બોલરોને આડેહાથ લીધા, ત્રીજી સૌથી ઝડપી 150 રનની ઇનિંગ રમી

06 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં PBKS ના સ્ટાર બેટ્સમેને પુડુચેરીના બોલરોને આડેહાથ લીધા હતા. PBKS ના આ બેટ્સમેને માત્ર 84 બોલમાં અણનમ 162 રન બનાવ્યા હતા.

છગ્ગાની સુનામી! પંજાબ કિંગ્સના બેટ્સમેને મોદી સ્ટેડિયમમાં બોલરોને આડેહાથ લીધા, ત્રીજી સૌથી ઝડપી 150 રનની ઇનિંગ રમી
Image Credit source: BCCI Domestic Facebook
| Updated on: Jan 06, 2026 | 7:52 PM
Share

06 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં કેરળના સ્ટાર બેટ્સમેન વિષ્ણુ વિનોદે પુડુચેરીના બોલરોને આડેહાથ લીધા હતા. વિનોદે માત્ર 84 બોલમાં અણનમ 162 રન બનાવ્યા હતા, જેનાથી કેરળ 248 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી શકી હતી.

અમન ખાનની આગેવાની હેઠળની પુડુચેરી ટીમ સામે વિનોદ પહેલા બોલથી જ આક્રમક બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે પોતાની તોફાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા.

18 બોલમાં અડધી સદી ફટકારી

મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી તરફથી રમી ચૂકેલા વિષ્ણુ વિનોદે માત્ર 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિનોદે 50 રન વિસ્ફોટક રીતે બનાવ્યા અને માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી, જ્યારે 81 બોલમાં 150 રન પૂરા કર્યા હતા.

વિનોદે ભારતીય બેટ્સમેનોમાં લિસ્ટ-એ ક્રિકેટમાં ત્રીજી સૌથી ઝડપી 150 રનની ઇનિંગ રમી છે. આમાં ફક્ત વૈભવ સૂર્યવંશી (59 બોલ) અને દિનેશ કાર્તિક (80 બોલ) તેનાથી આગળ છે.

વિષ્ણુ વિનોદે મોટો રેકોર્ડ બનાવ્યો

આ શાનદાર ઇનિંગ દરમિયાન પંજાબ કિંગ્સ ટીમના ભાગ રૂપે વિષ્ણુ વિનોદે વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો. પોતાની ઇનિંગમાં 14 છગ્ગા ફટકારીને, તેણે વિજય હજારે ટ્રોફીમાં 100 છગ્ગા ફટકાર્યા. આ સાથે, તે આ સ્થાનિક 50-ઓવરની ટૂર્નામેન્ટમાં 100 છગ્ગા ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો.

અગાઉ, મનીષ પાંડે અને ઋતુરાજ ગાયકવાડે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ગાયકવાડને પાછળ છોડી દીધો છે. હવે ફક્ત મનીષ પાંડે જ તેનાથી આગળ છે. વિનોદને હવે પાંડેને પાછળ છોડી દેવા માટે ફક્ત ત્રણ છગ્ગાની જરૂર છે.

વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનઃ

  1. મનીષ પાંડે (કર્ણાટક) – 108
  2. વિષ્ણુ વિનોદ (કેરળ) – 106
  3. ઋતુરાજ ગાયકવાડ (મહારાષ્ટ્ર) – 105
  4. યુસુફ પઠાણ (બરોડા) – 91
  5. ઇશાન કિશન (ઝારખંડ) – 85

222 રનની અણનમ ભાગીદારી

મેચની વાત કરીએ તો, કેરળે લક્ષ્યનો પીછો સરળતાથી કર્યો હતો. સંજુ સેમસન અને કેપ્ટન રોહન કુન્નુમલ પ્રથમ 5 ઓવરમાં જ આઉટ થઈ ગયા હોવા છતાં વિષ્ણુ વિનોદ અને બાબા અપરાજિતે બાજી સંભાળી.

બંનેએ ત્રીજી વિકેટ માટે 222 રનની શાનદાર અણનમ ભાગીદારી કરી. કેરળે ફક્ત 29 ઓવરમાં જ મેચ પૂરી કરી અને 186 બોલ બાકી રહેતા જીત મેળવી.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
g clip-path="url(#clip0_868_265)">