Breaking News : સિંગર બી પ્રાકને લોરેન્સ ગેંગે આપે જાનથી મારી નાખવાની ધમકી, FIR દાખલ
મોહાલી પોલીસે જણાવ્યું કે, આ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. બ્રી પ્રાક પંજાબી અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. તેમણે પોતાના કરિયરની શરુઆત સંગીત નિર્માતાના રુપમાં કરી હતી. ત્યારબાદ તેમણે તેના ગીતોથી એક મોટી ઓળખ બનાવી છે.

પંજાબી સિંગર દિલનુરે મોહાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે કહ્યું કે, તેને એક કોલ આવ્યો હતો. જેમાં સિંગર બી પ્રાકને ધમકી મળી છે. તેમજ 10 કરોડ રુપિયાની માંગ પણ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ કોલ કરનારે પોતાને આરજુ બિશ્રોઈ જણાવ્યો છે. જે કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગિરોહ સાથે જોડાયેલો છે. આરજુએ દિલનુરને કહ્યું કે, બી પ્રાકને એક અઠવાડિયામાં 10 કરોડ રૂપિયા ચૂકવવાનું કહો અને જો માંગણી પૂરી ન થાય તો તેને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી દો.
દિલનુર બી પ્રાક સાથે જોડાયેલો છે. તેને 5 જાન્યુઆરીના રોજ 2 મિસકોલ આવ્યા હતા. તેમાંથી એક આંતરરાષ્ટ્રીય નંબરથી 2 મિસકોલ હતા. ત્યારબાદ તેને એક વોઈસ મેસેજ પણ આવ્યો હતકો. ઓડિયો મેસેજમાં ફોન કરનાર કહી રહ્યો હતો કે, તે આરજુ બિશ્રોઈ બોલે છે. બ્રી પાક સુધી મેસેજ પહોંચાડી દો. અમારે 10 કરોડ રુપિયા જોઈએ છે. તમારી પાસે એક અઠવાડિયાનો સમય છે. તે કોઈ પણ દેશમાં જાય.જો તેની સાથે જોડાયેલ કોઈ મળી આવશે, તો અમે તેને નુકસાન પહોંચાડીશું. આ નકલી કોલ છે એવું ના વિચારતા. જો તે સહયોગ આપે તો સારું, નહીં તો તેને જણાવો કે અમે તેનો નાશ કરી નાંખીશું.
પોલીસ તપાસમાં લાગી
આ ફરિયાદ મોહાલીના વરિષ્ઠ પોલીસ અધીક્ષક પાસે નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આ સમગ્ર મામલાની તપાસ ચાલું છે. બી પ્રાક પંજાબી અને હિન્દી ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે. તેમણે પોતાના કરિયરની શરુઆત સંગીત નિર્માતાના રુપમાં કરી હતી.
વિદેશથી આવ્યો ધમકી ભર્યો ફોન
એસએસપી મોહાલીમાં નોંધાયેલી ફરિયાદ મુજબ દિલનુરે આ સમગ્ર મામલે વિસ્તારથી વાત કરતા કહ્યું કે, બી પ્રાક મેરો બેસ્ટ ફ્રેન્ડ છે. અમે ગીતો અને શો સાથે કરીએ છીએ. 5 જાન્યુઆરીના રોજ જ્યારે હું ઘરે હતો. તો વિદેશી નંબરથી ફોન આવ્યો હતો. જે મે રિસવ કર્યો ન હતો. સતત 2 વખત કોલ આવ્યા હતા. ત્યારબાદ વોટસએપ પર ફોન આવ્યો હતો. જ્યારે મે કોલ રિસીવ કર્યો તો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે,દિલનુર, મારી વાત સાંભળ , તારું નુકસાન થશે. આ સાંભળતા તેમણે ફોન કટ કરી નાંખ્યો હતો.
10 કરોડની માંગણી કરી
મને તે જ નંબર પરથી એક ઓડિયો સંદેશ મળ્યો, જેમાં તેમણે કહ્યું, “આ આરજુ બિશ્નોઈ બોલી રહ્યો છું. બી. પ્રાકને સંદેશ મોકલો કે તેમને 10 કરોડ રૂપિયાની જરૂર છે.
