Breaking News : એક ભૂલને કારણે નવજોત સિદ્ધુને કોંગ્રેસમાંથી કરાયા સસ્પેન્ડ, જાણો કારણ
પંજાબ કોંગ્રેસમાં મોટો રાજકીય ધડાકો થયો છે. નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસે પ્રાથમિક સભ્યપદ પરથી સસ્પેન્ડ કર્યા છે. મુખ્યમંત્રી પદ માટે ₹500 કરોડની લેણદેણના વિવાદાસ્પદ નિવેદન બાદ આ કાર્યવાહી થઈ છે.

પંજાબની રાજનીતિમાં મોટો ધડાકો થયો છે. નવજોત સિંહ સિદ્ધુની પત્ની અને પૂર્વ ધારાસભ્ય નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસે તેમના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ નિર્ણય તેઓએ આપેલા વિવાદિત નિવેદન બાદ લેવામાં આવ્યો છે, જેનાથી પાર્ટીને તીવ્ર શરમ અને રાજકીય નુકસાન સહન કરવું પડ્યું.
વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
એક દિવસ પહેલા, નવજોત કૌર સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી પદ અંગે અત્યંત મોટું નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ માટે ₹500 કરોડ સુધીની લેણદેણ થઈ શકે છે, જે આરોપે સમગ્ર પક્ષને હચમચાવી દીધું. આ નિવેદન બાદ જ કોંગ્રેસે તેમની સામે કડક પગલું લીધું.
પંજાબના અનેક નેતાઓ પર ગંભીર આરોપો
નવજોત કૌર સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ પર આરોપ લગાવ્યા હતા, જેમાં શામેલ છે:
- ભૂતપૂર્વ CM ચરણજીત સિંહ ચન્ની
- ભૂતપૂર્વ ડેપ્યુટી CM સુખજિંદર સિંહ રંધાવા
- કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ
- વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા
તેમના અનુસાર, બંધ બારણે ચાલતા રાજકારણ અને નેતાઓની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓએ પંજાબને બરબાદ કરી દીધું છે.
“કોંગ્રેસે સિદ્ધુને CM ઉમેદવાર બનાવશે તો જ અમે સક્રિય થઈશું”
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નવજોત કૌર સિદ્ધુએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નવજોત સિંહ સિદ્ધુને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવશે તો જ તેઓ સક્રિય રાજકારણમાં આવશે, નહીંતર હાલમાં સિદ્ધુ “ટીવી પર પૂરતા પૈસા કમાઈ રહ્યા છે”.
તેમણે આ પણ ઉમેર્યું કે, સિદ્ધુ પ્રિયંકા ગાંધી સાથે જોડાયેલા છે. પરંતુ વિપક્ષ તેમને પંજાબની રાજનીતિમાં રહેવા દેશે તેમ નથી. કોંગ્રેસ પાસે પહેલેથી જ 5 મુખ્યમંત્રી પદના દાવેદારો છે. રાજ્યપાલ સાથે મુલાકાત પર પણ વિવાદ
શનિવારે નવજોત કૌર સિદ્ધુએ પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજકીય ચર્ચાઓ વધુ બળવાન બની અને પક્ષની અંદર નારાજગી વધી.
કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગની પોસ્ટ
પંજાબ કોંગ્રેસ પ્રમુખ અને લુધિયાણા સાંસદ અમરિંદર સિંહ રાજા વારિંગે તેમના X (ટ્વિટર) હેન્ડલ પર સત્તાવાર માહિતી પોસ્ટ કરી હતી. તેમણે નવજોત કૌર સિદ્ધુના પ્રાથમિક સભ્યપદને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીનો પત્ર પણ શેર કર્યો હતો.
રાજકારણમાં નવી ખેંચતાણ
આ સમગ્ર વિવાદ દરમિયાન નવજોત કૌર સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના નેતાઓ પર ભગવંત માનને મળવા રાજસ્થાન જવાની અને પરસ્પર મિલીભગતની પણ ટીકા કરી. ઉપરાંત, તેમણે કોર્પોરેટરની ચૂંટણી દરમિયાન અમરિંદર સિંહ રાજા વારિંગ પર ₹5 કરોડ લેવાનો આરોપ પણ લગાવ્યો.
