Breaking News : અભિષેક શર્માએ રચ્યો ઈતિહાસ,12 બોલમાં અડધી સદી અને આટલા બોલમાં સદી ફટકારી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં પંજાબના કેપ્ટન અભિષેક શર્માએ બંગાળ વિરુદ્ધ એક તોફાની અડધી સદી ફટકારી હતી.અભિષેક શર્માએ વિસ્ફોટક ઈનિગ્સ રમી પોતાના ગુરુ યુવરાજ સિંહની બરાબરી કરી છે. આ દરમિયાન અભિષેકે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં પંજાબ ટીમના કેપ્ટન અભિષેક શર્માએ ટી20 ક્રિકેટની દુનિયામાં એવી ધમાલ મચાવી કે, આજે તેના બધા વખાણ કરી રહ્યા છે. બંગાળ વિરુદ્ધ મેચમાં અભિષેકે એક તોફાની ઈનિગ્સ રમી ઈતિહાસ રચ્યો હતો.મહત્વની વાત એ હતી કે, તેમણે માત્ર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી 50 રન બનાવ્યા હતા. એટલે કે, એક પણ રન દોડીને બનાવ્યો ન હતો. આ સાથે તેમણે ગુરુ યુવરાજ સિંહની બરાબરી કરી લીધી છે. માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારી હતી.આ ટી20 ક્રિકેટમાં સૌથી ત્રીજી ફાસ્ટ અડધી સદીનો રેકોર્ડ છે.
ફક્ત બાઉન્ડ્રીથી 50 રન બનાવ્યા
તેણે પોતાની અડધી સદી સુધી પહોંચતા પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા, એટલે કે તેણે ફક્ત બાઉન્ડ્રીથી 50 રન બનાવ્યા. તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે વર્ષ 2007માં 12 બોલમાં અડધી સદી ફટકારી હતી.અભિષેક શર્મા આ મેચમાં પંજાબને શાનદાર શરુઆત અપાવી છે. તેની વિસ્ફોટક ઈનિગ્સના કારણે પંજાબે પાવરપ્લેમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 93 રન બનાવ્યા હતા.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા ટુંક સમયમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરિઝ રમશે. ત્યારે અભિષેકનું આ ફોર્મ ભારતીય ટીમ માટે સારો સંકેત છે.
32 બોલમાં સદી ફટકારી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં બંગાળ વિરુદ્ધ પંજાબના કેપ્ટન અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિગ્સે ચાહકોના દિલ ખુશ કરી દીધા છે. અભિષેક શર્માએ આ મેચમાં 32 બોલમાં સદી ફટકારી છે. આ અભિષેકની 35થી ઓછા બોલમાં ટી20 સદી છે. ગત્ત વર્ષે આ ટૂર્નામેન્ટમાં તેણે 28 બોલમાં સદી ફટકારી હતી. હવે તે વૈભવ સૂર્યવંશીની સાથે દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે. જેમણે આટલી જલ્દી સદી ફટકારી હોય. અભિષેક શર્માએ આ ઈનિગ્સમાં કુલ 148 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 52 બોલનો સામનો કર્યો હતો અને 8 ચોગ્ગા અને 16 સિક્સ ફટકારી છે.
