પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી વાડ્રા, ભારતીય રાજકીય પાર્ટી કોંગ્રેસના નેતા અને ઉત્તર પ્રદેશની અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ છે. તેઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. જાન્યુઆરી 2019 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા તરીકે સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા. પ્રિયંકા ગાંધી એ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની દિકરી છે તેમજ રાહુલ ગાંધીની મોટી બહેન છે અને આ રીતે ભારતીય રાજકારણમાં પ્રભાવશાળી નેહરુ-ગાંધી પરિવારના સભ્ય છે.
2004ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં, તે તેની માતાની પ્રચાર મેનેજર હતી અને તેના ભાઈ રાહુલ ગાંધીના પ્રચારમાં પણ યોગદાન આપ્યું હતું. 2007ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં, તેમણે અમેઠી-રાયબરેલી ક્ષેત્રની દસ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રિયંકાને 11 સપ્ટેમ્બર 2020 ના રોજ સમગ્ર ઉત્તર પ્રદેશના પ્રભારી જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પ્રિયંકા ગાંધીનો જન્મ 12 જાન્યુઆરી 1972ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમના પિતા રાજીવ ગાંધી ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન હતા અને માતા સોનિયા ગાંધી છે. તે રાહુલ ગાંધીની મોટી બહેન છે. તે ફિરોઝ અને ઈન્દિરા ગાંધીની પૌત્રી છે.
પ્રિયંકા ગાંધીએ તેમનું શાળાકીય શિક્ષણ મોર્ડન સ્કૂલ, નવી દિલ્હી અને કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી, દિલ્હીમાંથી કર્યું છે. તેણીએ જીસસ એન્ડ મેરી કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને બાદમાં 2010માં બૌદ્ધ અભ્યાસમાં માસ્ટર ડિગ્રી કરી હતી. તે બૌદ્ધ ફિલસૂફીને અનુસરે છે અને એસ એન ગોએન્કા દ્વારા શીખવવામાં આવેલી વિપશ્યનાનો અભ્યાસ કરે છે.
તેણીએ 18 ફેબ્રુઆરી 1997 ના રોજ રોબર્ટ વાડ્રા, દિલ્હીના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી એમ બે બાળકો છે.