Voter list dispute: ‘વોટ ચોરી’ના વિરોધમાં અખિલેશ રેલિંગ કુદ્યા, મહુઆ મોઇત્રા બેભાન થયા, રાહુલ-પ્રિયંકા અટકાયત, જુઓ Video
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. આ સંદર્ભે, આજે વિપક્ષના સાંસદો સંસદના મકર દ્વારથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરી રહ્યા છે. આ દરમિયાન, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી સાંસદોની પોલીસે અટકાયત કરી છે.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. આ સંદર્ભે, આજે વિપક્ષના સાંસદો સંસદના મકર દ્વારથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરી રહ્યા છે. આ દરમિયાન, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી સાંસદોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે સાંસદોની કૂચને ચૂંટણી પંચ સુધી જવા દીધી ન હતી. તેમ છતાં, વિપક્ષી સાંસદો કૂચ કરી રહ્યા હતા, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી.
રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીની અટકાયત
સંસદના ચોમાસા સત્રમાં, વિપક્ષે રાજધાનીના રસ્તાઓ પર કૂચ શરૂ કરી દીધી, ચૂંટણી પંચ સામે હોબાળો મચાવ્યો છે. ઇન્ડિયા એલાયન્સની આ કૂચ સંસદના મકર દ્વારથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કાઢવામાં આવશે, જેમાં ઘણા મોટા વિપક્ષી નેતાઓ સામેલ છે. તે જ સમયે, સંસદથી ચૂંટણી પંચ સુધીની કૂચમાં સામેલ વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે.
અખિલેસ રેલિંગ કુધ્યા
વિપક્ષના ઉગ્ર કૂચને ધ્યાનમાં રાખીને, સમગ્ર રૂટની સુરક્ષા કડક કરવામાં આવી છે. ઘણી જગ્યાએ બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે. જો કે આ વચ્ચે સપા સાંસદ અખિલેશ યાદવ બેરીકેડ ઉપર કૂદીને આગળ વધતા જોવા મળ્યા હતા. તેમના કૂદવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હકીકતમાં, ચૂંટણી પંચ સામે વિરોધ કરી રહેલા વિપક્ષી નેતાઓએ દિલ્હીમાં મત ચોરી સામે વિશાળ કૂચ કાઢી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 300 થી વધુ વિપક્ષી સાંસદો કૂચમાં જોડાયા હતા. આ દરમિયાન વિપક્ષી સાંસદોના નારા વચ્ચે અખિલેશ યાદવ બેરીકેડ ઉપર કૂદી ગયા હતા.
#WATCH | Delhi: Samajwadi Party chief Akhilesh Yadav jumped over a police barricade as Delhi Police stopped INDIA bloc leaders marching from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound… pic.twitter.com/ddHMdwWPqs
— ANI (@ANI) August 11, 2025
બેરીકેડ ઉપર કૂદીને અખિલેશની ત્યાં હાજર અન્ય નેતાઓએ સંભાળ લીધી હતી. અખિલેશે કહ્યું કે ચૂંટણી પંચને ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. જો આવી ફરિયાદ આવી છે, તો ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઈએ. તેની નોંધ લેવી જોઈએ. તેમણે કહ્યું કે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જ્યાં મત ચોરી થઈ રહી છે. અમે સંસદમાં અમારો મુદ્દો મૂકવા માંગીએ છીએ, પરંતુ સરકાર સાંભળવા માંગતી નથી.
કસ્ટડીમાં લેતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે સત્ય દેશની સામે છે. આ લડાઈ બંધારણને બચાવવાની છે. તેમણે કહ્યું કે આ લોકો વાત કરી શકતા નથી, આ બંધારણ બચાવવાની લડાઈ છે, આ એક વ્યક્તિ, એક મત માટેની લડાઈ છે. એટલા માટે આપણને સ્વચ્છ (શુદ્ધ) મતદાર યાદીની જરૂર છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પણ બેહોશ થઈ ગયા. આ દરમિયાન તેઓ પોલીસ બસમાં હતા. રાહુલ ગાંધીએ બસમાં જ મહુઆ મોઇત્રાને પાણી પીવડાવ્યું. પશ્ચિમ બંગાળના આરામબાગના અન્ય એક સાંસદ મિતાલી બાગ વિરોધ પ્રદર્શન દરમિયાન બેહોશ થઈ ગયા. સાથી નેતાઓએ તેમને રસ્તા પર સુવડાવી દીધા અને તેમના પર પાણી છાંટ્યું. આ પછી રાહુલ ગાંધી તેમને લઈ ગયા.
#WATCH | Lok Sabha LoP Rahul Gandhi and others help TMC MP Mitali Bagh, who fainted during the opposition protest and the resulting detention by the police. pic.twitter.com/5Rpw67O8P2
— ANI (@ANI) August 11, 2025
વિપક્ષી સાંસદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા
પ્રિયંકા ગાંધીએ અટકાયતમાં લેતા પહેલા કહ્યું હતું કે આ સરકાર ડરી ગઈ છે. બધા નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓ ડરી ગયા છે. આ દરમિયાન, ઘણા વિપક્ષી સાંસદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આમાં સંજય રાઉત અને સાગરિકા ઘોષનો સમાવેશ થાય છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આખા દેશે સરકાર અને ચૂંટણી પંચના જોડાણને નકારી કાઢ્યું છે. શું જેલના સળિયા રાહુલ ગાંધીને રોકી શકશે? શું જેલના સળિયા વિપક્ષ અને આખા દેશને રોકી શકશે.
