Breaking News: સોનિયા ગાંધીની અચાનક લથડી તબિયત, શિમલાની IGMC હોસ્પિટલમાં કરાયા દાખલ
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ છે, જેના કારણે તેમને શિમલાના ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) ખાતે લઈ જવામાં આવ્યા છે.

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ છે, જેના કારણે તેમને શિમલાના ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) ખાતે લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં તેમની એમઆરઆઈ કરાઈ રહી છે અને એ સિવાય બીજી પણ મેડિકલ તપાસ ચાલી રહી છે.
ડૉકટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્કુ પણ થોડી વારમાં IGMC પહોંચી શકે છે. સોનિયા ગાંધી થોડા દિવસ માટે આરામ કરવા શિમલા આવ્યા હતા. જો કે, તેમની તબિયત બગડવાની ખબરથી કોંગ્રેસ પાર્ટીમાં પણ હલચલ મચી ગઈ છે. છેલ્લા ચારથી પાંચ વર્ષોમાં સોનિયા ગાંધીની તબિયત વારંવાર બગડી છે અને તેમને અલગ-અલગ સ્વાસ્થ્ય કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શ્વાસ સંબંધિત સમસ્યા
લાંબા સમયથી તેઓ શ્વાસ સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા છે. વર્ષ 2022માં પણ તેમને શ્વાસ લેવામાં તકલીફ અને તાવના કારણે દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જૂન 2022માં કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફરી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બીજું કે, સપ્ટેમ્બર 2022માં પણ તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોનિયા ગાંધીની વય હાલ 78 વર્ષ છે. વધતી ઉંમર અને તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં લઈને સોનિયા ગાંધીનું હાલ નિયમિત મેડિકલ ચેકઅપ ચાલુ રહ્યું છે. તાજેતરના શિમલા પ્રવાસમાં તેઓ આરામ કરવા માટે આવ્યા હતા પણ ત્યાં તેમની તબિયત ફરી બગડી ગઈ.
વિદેશમાં પણ ચાલી રહી છે સોનિયા ગાંધીની સારવાર
સોનિયા ગાંધીની સારવાર વિદેશમાં પણ થઈ છે, ખાસ કરીને અમેરિકા સ્થિત ન્યૂયોર્કમાં. વર્ષ 2011માં પ્રથમવાર ગંભીર બીમારીના ઈલાજ માટે તેમને અમેરિકા લઈ જવાયા હતા. જો કે, તે સમયે બીમારી વિશે ખુલાસો કરવામાં આવ્યો ન હતો.
ત્યારબાદ વર્ષ 2012, 2013, 2016 અને 2022માં તેઓ નિયમિત તપાસ માટે ન્યૂયોર્ક ગયા હતા. કોંગ્રેસ પક્ષ તરફથી બીમારીને લઈને ગોપનીયતા રાખવામાં આવી હતી પરંતુ એટલું ચોક્કસ છે કે તેમની તબિયત લાંબા સમયથી ચિંતાનું કારણ રહી છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો