Breaking News: ‘3 કેમિકલ પાર્ક’ બદલશે દેશની તસવીર! લાખો નોકરીઓ અને કરોડોના રોકાણની તૈયારી, આ 3 શેર અને ETF બજારમાં ચર્ચાનું કેન્દ્ર
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27માં મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) ક્ષેત્રને વેગ આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. આ જાહેરાતથી 3 શેર અને 1 ETF બજારમાં ચર્ચાનું કેન્દ્ર બની શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27માં મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) ક્ષેત્રને વેગ આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. સ્થાનિક ઉત્પાદન વધારવા અને આયાત ઘટાડવા માટે 3 સમર્પિત કેમિકલ પાર્ક (Chemical Parks) સ્થાપવામાં આવશે, જે 'પ્લગ-એન્ડ-પ્લે' મોડલ પર આધારિત હશે. કેપિટલ ગુડ્સ સેક્ટરને મજબૂત કરવા માટે બે સ્થળોએ હાઈ-ટેક ટૂલ રૂમ બનાવવામાં આવશે. આ સાથે જ કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટની ગુણવત્તા તેમજ ઉત્પાદકતા સુધારવા માટે નવી યોજના લાવવામાં આવશે.

ટૂંકમાં, આનો ઉદ્દેશ્ય દેશમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં વધારો કરવો, આયાત પરની નિર્ભરતા ઘટાડવી અને ભારતને વૈશ્વિક કેમિકલ હબ બનાવવાનો છે. આ કેમિકલ પાર્ક્સથી સ્થાનિક અને વિદેશી રોકાણને પ્રોત્સાહન મળશે, નવી ફેક્ટરીઓ અને ઉદ્યોગોની સ્થાપના થશે, લાખો રોજગારીની તકો ઊભી થશે અને કેમિકલ ઉત્પાદનોની નિકાસમાં વેગ આવશે.

આ સાથે જ, આ પહેલ Make in India ને મજબૂતી આપવા, ઔદ્યોગિક ક્લસ્ટરોને પુનર્જીવિત (Revived) કરવા, ટેકનોલોજી અપગ્રેડ કરવા અને સપ્લાય ચેઈનને વધુ સરસ બનાવવાની સરકારની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. આનાથી ભારત ઉચ્ચ મૂલ્ય ધરાવતા કેમિકલ ઉત્પાદનોના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે એક મજબૂત ખેલાડી બની શકશે.

3 કેમિકલ પાર્ક સ્થાપવાથી ઘણા મોટા ફાયદા થશે. આનાથી દેશમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદન મોટાપાયે વધશે, જેનાથી કેમિકલ ઉદ્યોગને મજબૂત વેગ મળશે અને MSME ની સાથે મોટી કંપનીઓને પણ ફાયદો થશે. આ પહેલથી દેશી અને વિદેશી રોકાણ આકર્ષિત થશે, નવી ફેક્ટરીઓ અને ઔદ્યોગિક યુનિટ્સ સ્થપાશે તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં તેજી આવશે.

આ ઉપરાંત, લાખો નવી રોજગારીની તકો ઊભી થવાની શક્યતા છે, જેમાં સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ બંને પ્રકારની નોકરીઓનો સમાવેશ થશે. આ સાથે જ, ભારતના કેમિકલ ઉત્પાદનોની નિકાસ વધશે અને વૈશ્વિક બજારમાં ભારતની સ્થિતિ મજબૂત બનશે. હવે આનાથી કેટલાંક શેરમાં જબરદસ્ત તેજી આવશે અને સાથે જ એક ETF પર પણ રોકાણકારોની નજર રહેશે.

હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ (HSCL) નો શેર્સ તાજેતરમાં રોકાણકારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ શેરની વર્તમાન કિંમત અંદાજે ₹453.60 ની આસપાસ છે, જેમાં તાજેતરના સત્રમાં લગભગ 1.55 ટકાનો ઘટાડો નોંધાયો છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ શેરમાં 1 વર્ષની અંદાજિત ટાર્ગેટ પ્રાઇસ (Target Price) ₹470 જણાવવામાં આવી છે, જે વર્તમાન સ્તરથી મર્યાદિત પરંતુ સકારાત્મક સંભાવના તરફ સંકેત કરે છે.

ટાટા કેમિકલ્સ લિમિટેડ (Tata Chemicals Limited) નો શેર અત્યારે રોકાણકારોની નજરમાં છે. શેરની વર્તમાન કિંમત અંદાજે ₹733.80 છે અને તાજેતરમાં તેમાં થોડો ઘટાડો નોંધાયો છે પરંતુ વિશ્લેષકોના મતે આગામી 1 વર્ષમાં તેમાં તેજીની શક્યતા દેખાઈ રહી છે. આ શેર માટેની અંદાજિત ટાર્ગેટ પ્રાઇસ ₹876 નક્કી કરવામાં આવી છે, જ્યારે ઉપરના સ્તરે તે ₹1080 સુધી પહોંચશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

સોલર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ (Solar Industries India Limited) નો શેર હાલમાં રોકાણકારો વચ્ચે ખૂબ જ ચર્ચામાં છે. શેરની વર્તમાન કિંમત અંદાજે ₹13,295 છે અને તાજેતરમાં તેમાં લગભગ 1.37 ટકાનો ઘટાડો નોંધાયો છે. એવામાં વિશ્લેષકોનો દ્રષ્ટિકોણ હજુ પણ મજબૂત જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, આગામી 1 વર્ષમાં આ શેરની ટાર્ગેટ પ્રાઇસ અંદાજે ₹17,200 સુધી પહોંચી શકે છે, જ્યારે ઉપરના સ્તરે તેમાં ₹18,360 સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચાર્ટ પરથી સંકેત મળે છે કે, શેરે એક મજબૂત બેઝ (આધાર) બનાવ્યો છે અને આગળ તેમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે.

SRF લિમિટેડનો શેર હાલમાં અંદાજે ₹2,768.30 પર કારોબાર કરી રહ્યો છે અને તાજેતરમાં તેમાં લગભગ 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે, વિશ્લેષકોનું માનવું છે કે, આગામી સમયમાં આ શેરમાં તેજીની સારી સંભાવના રહેલી છે. રિપોર્ટ અનુસાર, આગામી 1 વર્ષમાં આ શેર ₹3,166 ની આસપાસ જોવા મળી શકે છે, જ્યારે ઉપરના સ્તરે તે ₹3,660 સુધી પહોંચવાની શક્યતા પણ ધરાવે છે.

કોટક નિફ્ટી કેમિકલ્સ ETF (Kotak Nifty Chemicals ETF) હાલમાં રોકાણકારો માટે હાઈ-રિસ્ક કેટેગરીમાં આવે છે. રિસ્કોમીટર (Riscometer) મુજબ તેનું જોખમ સ્તર “Very High” (ખૂબ જ ઉચ્ચ) દર્શાવવામાં આવ્યું છે. છેલ્લા 1 મહિનામાં આ ETF માં આશરે 4.23 ટકા નો ઘટાડો નોંધાયો છે, જ્યારે તેની વર્તમાન NAV (Net Asset Value) અંદાજે ₹27.84 ની આસપાસ છે. કેમિકલ સેક્ટર સાથે જોડાયેલા આ ETF માં ઉતાર-ચઢાવ વધુ જોવા મળી શકે છે. આથી આ ETF માં રોકાણ કરતા પહેલા જોખમ અને બજારના ટ્રેન્ડને સમજવું જરૂરી છે.
સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો
