AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ડ્રેગનને ટક્કર! ચીનની મોનોપોલીને તોડવા ભારતનો ‘માસ્ટરપ્લાન’ તૈયાર, ₹10,000 કરોડની મોટી જાહેરાત કરી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે Union Budget 2026-27 રજૂ કરતા કન્ટેનર મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) માટે 10,000 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે.

| Updated on: Feb 01, 2026 | 2:43 PM
Share
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે Union Budget 2026-27 રજૂ કરતા કન્ટેનર મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) માટે 10,000 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં કન્ટેનર બનાવવાનો ઉદ્યોગ ઊભો કરવાનો છે, જેથી દેશ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે.

1 / 6
નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના માત્ર કન્ટેનર બનાવવા પૂરતી મર્યાદિત રહેશે નહીં. આ અંતર્ગત બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા મશીનોનું નિર્માણ પણ દેશમાં જ કરવામાં આવશે. આમાં મેટ્રો અને રસ્તાઓ માટે સુરંગ ખોદવાનું કામ કરતા મશીનો (TBM) તેમજ ઊંચી ઈમારતોમાં વપરાતી લિફ્ટનો પણ સમાવેશ થાય છે.

2 / 6
સરકાર પહેલેથી જ દેશની શિપિંગ અને દરિયાઈ શક્તિ વધારવા પર કામ કરી રહી છે. આ જ હેતુથી કન્ટેનર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની યોજના બનાવવામાં આવી હતી. અધિકારીઓ અને ઉદ્યોગ જગતના લોકોનું કહેવું છે કે, સરકાર કન્ટેનર બનાવતી કંપનીઓને આર્થિક મદદ આપવા પર વિચાર કરી રહી હતી, જેથી બહારથી કન્ટેનર મંગાવવા પરની નિર્ભરતા ઘટાડી શકાય.

3 / 6
રિપોર્ટ અનુસાર, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે એક સહાયતા કાર્યક્રમ પર ચર્ચા શરૂ કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કંપનીઓને નવી ફેક્ટરીઓ સ્થાપવામાં અને હાલની ફેક્ટરીઓનું વિસ્તરણ કરવામાં મદદ કરવાનો છે. સરકારને આશા છે કે, આ પહેલથી દેશમાં કન્ટેનર બનાવવાની ક્ષમતા વધશે અને આ ક્ષેત્રમાં મોટું રોકાણ પણ આવશે.

4 / 6
હાલમાં ભારતમાં વર્ષ દરમિયાન માત્ર અંદાજે 30,000 કન્ટેનર જ બને છે. આની સરખામણીમાં ચીન આ ક્ષેત્રમાં ઘણું આગળ છે અને ત્યાં દર વર્ષે લગભગ 50 લાખ કન્ટેનર બનાવવામાં આવે છે. સરકારની નવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આ જંગી તફાવતને ઘટાડવાનો અને ભારતને વૈશ્વિક કન્ટેનર મેન્યુફેક્ચરિંગમાં એક મજબૂત ખેલાડી બનાવવાનો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, શરૂઆતી અંદાજ મુજબ વાર્ષિક અંદાજે 6 લાખ કન્ટેનર બનાવવાની ક્ષમતા સુધી પહોંચવા માટે લગભગ 12,000 કરોડ રૂપિયાની જરૂર પડી શકે છે. સરકારનું માનવું છે કે, આ યોજનાથી સ્થાનિક ઉત્પાદન વધશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.

5 / 6
બીજું કે, આ મોટી જાહેરાતથી કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (CONCOR) નો શેર ચર્ચામાં રહેશે. CONCOR નો શેર ₹507.15 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે આજે +₹4.85 (+0.94%) જેટલો વધ્યો છે. 19 વિશ્લેષકોના મતે, આગામી 1 વર્ષમાં આ શેરનો સરેરાશ ભાવ ₹589.20 સુધી પહોંચી શકે છે, જેમાં મહત્તમ અંદાજ ₹776.00 અને લઘુત્તમ ₹457.00 છે.

6 / 6

આ પણ વાંચો: Breaking News: ‘3 કેમિકલ પાર્ક’ બદલશે દેશની તસવીર! લાખો નોકરીઓ અને કરોડોના રોકાણની તૈયારી, આ 3 શેર અને ETF બજારમાં ચર્ચાનું કેન્દ્ર

Follow Us
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?

પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ

જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ

સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી

પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી

ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ

કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ

Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ

ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો

આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ

g clip-path="url(#clip0_868_265)">