AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 ની ઓપનિંગ મેચમાં રમશે વિરાટ કોહલી, જાણો રોહિત-ધોનીની પહેલી મેચ ક્યારે થશે?

IPL 2026 ની પ્રથમ 20 મેચનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. સિઝનની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે. આ મેચમાં વિરાટ કોહલી એક્શનમાં જોવા મળશે. જ્યારે એમએસ ધોની અને રોહિત શર્મા ક્યારે પોતાની પહેલી મેચ રમશે તે બાબતે પણ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

IPL 2026 ની ઓપનિંગ મેચમાં રમશે વિરાટ કોહલી, જાણો રોહિત-ધોનીની પહેલી મેચ ક્યારે થશે?
Dhoni, Kohli, RohitImage Credit source: PTI/X
| Updated on: Mar 11, 2026 | 10:41 PM
Share

IPL 2026 માટે ચાહકોની આતુરતા હવે વધતી જાય છે, કારણ કે લીગની પ્રથમ 20 મેચનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. સિઝનની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) આમને-સામને આવશે. આ મુકાબલો ખાસ રહેશે કારણ કે તેમાં વિરાટ કોહલી પહેલી મેચથી જ મેદાનમાં ઉતરશે.

કોહલી પહેલી મેચથી જ મેદાનમાં

ગયા સિઝનમાં RCBએ શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ જીત્યો હતો. હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટીમ ફરી એકવાર જીતનો સિલસિલો જાળવી રાખવા માગશે. વિરાટ કોહલીએ પણ ગયા સિઝનમાં 657 રન બનાવીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચ

બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો રોહિત શર્માને મેદાનમાં જોવા આતુર છે. મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 માં પોતાની પહેલી મેચ 29 માર્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રમશે. આ મેચ મુંબઈમાં યોજાશે અને તેમાં રોહિત શર્મા પણ પહેલી વાર આ સીઝનમાં રમતા જોવા મળી શકે છે.

IPL 2026 માં રોહિત પર રહેશે નજર

મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને IPL 2026 માટે ₹16.30 કરોડમાં રિટેન કર્યો છે. રોહિત છેલ્લે ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી દરમિયાન રમ્યો હતો, જ્યાં તે ત્રણ મેચમાં કુલ 61 રન જ બનાવી શક્યો હતો. ત્યારથી હવે IPL 2026 રોહિત શર્માની પહેલી મોટી ટુર્નામેન્ટ છે.

30 માર્ચે ધોની મેદાનમાં

ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે પણ સારા સમાચાર છે. ટીમનો પહેલો મુકાબલો 30 માર્ચે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે રમાશે. આ મેચમાં એમએસ ધોની પણ મેદાનમાં ઉતરવાની સંભાવના છે. CSK એ ધોનીને IPL 2026 માટે ₹4 કરોડમાં રિટેન કર્યો છે.

ધોનીને રમતો જોવા ફેન્સ ઉત્સાહિત

ધોની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્ત થયા બાદ માત્ર IPLમાં જ રમે છે. ગયા સિઝનમાં તેણે કુલ 196 રન બનાવ્યા હતા, જોકે તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. તેમ છતાં, IPL માં તેમની હાજરી હંમેશા ચાહકો માટે ખાસ આકર્ષણ બની રહે છે અને આ સિઝનમાં પણ તેની બેટિંગ જોવા ચાહકો ઉત્સુક રહેશે.

IPL 2026 Schedule: મુંબઈ ઈન્ડિયન્સ બનશે ચેમ્પિયન? IPL શેડ્યૂલ વિશે 5 ચોંકાવનારી વાતો

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">