IPL Retention બાદ કઈ ટીમના પર્સમાં કેટલા પૈસા? આ ટીમના પર્સમાં છે સૌથી ઓછા પૈસા
IPL 2026 Retention : આઈપીએલ 2026ની તમામ ટીમોનું રિટેન્શન લિસ્ટ સામે આવી ચૂક્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 12 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તો કેકેઆરે આંદ્ર રસેલ અને વેંકટેશ અય્યરને રિલીઝ કરી બધાને ચોંકાવી દીધા છે. કેકેઆર ઓક્શનમાં સૌથી મોટું પર્સ લઈ ઉતરશે.

IPL 2026ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અને શનિવારે, બધી 10 ટીમોએ તેમના ખેલાડીઓની રીટેન્શન અને રિલીઝ યાદીઓ જાહેર કરી. આગામી IPL સીઝન માટે એક મીની-ઓક્શન આવતા મહિને અબુ ધાબીમાં યોજાઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખેલાડીઓનું ઓક્શન 16 ડિસેમ્બરે થશે. જો ઓક્શન અબુ ધાબીમાં થશે, તો તે સતત ત્રીજી વખત હશે જ્યારે IPLનું ઓક્શન વિદેશમાં યોજાશે.

આઈપીએલ 2026ના ઓક્શન પહેલા તમામ ટીમનું રિટેન્શન લિસ્ટ સામે આવી ચૂક્યું છે. કેટલીક ટીમોના રિટેશન લિસ્ટે ચાહકોને ચોંકાવી દીધા હતા. કોલકાત્તા નાઈટ રાઈડર્સે 12 વર્ષ સુધી ટીમ સાથે રહેલા આંદ્રે રસેલને રિલીઝ કર્યો છે. તો વેંકટેશ અય્યર માટે ગત્ત સીઝનમાં પૈસાનો વરસાદ કરનારી કેકેઆરે આ વખતે તેને રિલીઝ કર્યો છે.

ઓક્શન બાદ કોલકાત્તાના પર્સમાં હવે સૌથી વધારે પૈસા છે. કેકેઆર 64.30 કરોડ રુપિયાની સાથે ઓક્શનમાં ઉતરશે. તેમજ 12 ખેલાડીઓને રિલીઝ કર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ 43.40 કરોડ રુપિયાની સાથે ખેલાડીઓ પર બોલી લગાવતા જોવા મળશે.

સનરાઈઝર્સ હૈદરાબાદે મોહમ્મદ શમીને રિલીઝ કરી પોતાના પર્સમાં કુલ 25.50 કરોડ રુપિયા રાખ્યા છે. લખનૌ સુપર જાયન્ટસના પર્સમાં 22.95 રુપિયા વધ્યા છે. દિલ્હીના પર્સમાં 21.08 કરોડ રુપિયા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પર્સમાં 16.40 કરોડ રુપિયા છે. રાજસ્થાન રોયલ્સના પર્સમાં 16.05 કરોડ, ગુજરાત ટાઈટન્સ પાસે 12.90 કરોડ રુપિયા, પંજાબ કિંગ્સના પર્સમાં 11.50 કરોડ રુપિયા તેમજમુંબઈ ઈન્ડિયન્સ પાસે સૌથી ઓછા પૈસા વધ્યા છે. 2.75 કરોડ રુપિયા
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો
