20 વર્ષથી પત્રકારત્વ કરી રહ્યા છે, પત્રકારત્વમાં બહોળો અનુભવ જેમાં મહત્વની ઘટનાઓ જેમ કે આર્ટિકલ 370 હટાવવાની બાબતને લઇને કાશ્મીરમાં કવરેજ હોય કે પછી દેશના મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટક રાજ્યોની વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીઓ કવર કરી છે. આ સિવાય ગુજરાતની કે અન્ય રાજ્યોની મહત્વની ઘટનાઓનું કવરેજ પણ કર્યું છે. જેમાં જોધપુર આસારામ કેસ હોય કે સલમાન બ્લેક બગ કેસ હોય, મુદ્દાઓ આધારિત પત્રકારિતા હંમેશા પ્રાધાન્ય રહ્યું છે.
સોનાની દાણચોરીનો કર્યો પર્દાફાશ, DRI એ બેંગ્લોર ઍરપોર્ટ પરથી ₹12.56 કરોડના સોના સહિત ₹4.73 કરોડની અન્ય સંપત્તિ કરી જપ્ત
બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ પર ડીઆરઆઈએ 14.2 કિલો, 12.56 કરોડ રૂપિયાનું વિદેશી સોનું જપ્ત કર્યું. એક મહિલા મુસાફરને ઝડપી લેવામાં આવી. તપાસમાં વધુ 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયા રોકડા મળ્યા. કુલ 17.29 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરીને DRIએ સંગઠિત સોનાની દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
- Sachin Kolte
- Updated on: Mar 5, 2025
- 5:11 pm
CBIના રેલવે અધિકારીઓ પર દરોડા, 650 ગ્રામ સોનું – 5 લાખ રોકડા જપ્ત કર્યા, 6ની ધરપકડ
સીબીઆઈ એ, ગુજરાતના વડોદરા સહિત 11 સ્થળોએ રેલવેના અધિકારીઓ એવા આરોપીઓના રહેણાંક અને સત્તાવાર પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 650 ગ્રામ સોનાની લગડી, આશરે 5 લાખ રૂપિયા રોકડા, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને ગુનાહિત દસ્તાવેજો વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા.
- Sachin Kolte
- Updated on: Feb 19, 2025
- 7:38 pm
Ahmedabad Pothole: જેનું નસીબ નબળું હશે તેનો જીવ જશે ! પછી તો AMC અહીં ખાડો પુરાવશેને ?
ખોખરામાં, રાજ ચેમ્બર અને ગોરના કૂવા પાસે રિપેર કરેલો ભૂવો ફરી ધસી પડ્યો છે. AMC ની બેદરકારીને કારણે 3-4 લોકો બચી ગયા.
- Sachin Kolte
- Updated on: Feb 10, 2025
- 4:15 pm
ગેરકાયદે ગયેલા 33 ગુજરાતીઓનું ગુજરાતમાં આગમન, પોલીસ પ્રોટેકશન સાથે વતન પહોંચાડવાની કરાઈ વ્યવસ્થા, જુઓ Video
અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરાયેલા લોકોમાં ગુજરાતીઓનો પણ સમાવેશ છે. ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાંથી 33 જેટલા ગુજરાતીઓનું આજે ગુજરાતમાં આગમન થયું છે. આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
- Sachin Kolte
- Updated on: Feb 6, 2025
- 10:17 am
Rail Coach Restaurants : અમદાવાદ મંડળ ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ લોન્ચ કરવા માટે તૈયાર, જાણો તેની વિશેષતા
હાલમાં મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં 'રેલ કોચ રેસ્ટોરન્ટ્સ' સ્થાપિત કરવાની તૈયારી ચાલી રહી છે. જેનો સીધો લાભ મુસાફરોને થશે.
- Sachin Kolte
- Updated on: Jan 29, 2025
- 7:00 pm
આકાશમાં જોવા મળ્યો ચોંકાવનારો નજારો, 6 ગ્રહોની એકસાથે પરેડ.. જુઓ Video
આજે રાત્રે આકાશમાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું. જ્યારે છ ગ્રહો સળંગ પરેડ કરતા જોવા મળશે. તમે નરી આંખે ચાર ગ્રહો જોઈ શકશો.
- Sachin Kolte
- Updated on: Jan 25, 2025
- 10:02 pm
ખ્યાતિકાંડને કારણે અમદાવાદમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને પારાવાર હાલાકી, જલદી એપ્રુવલ ન આવતા 15 – 20 દિવસ રાહ જોવા મજબુર
અમદાવાદમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે અરજદારો લાઈનમાં ઉભા રહેવા, ધક્કા ખાવા મજબુર બન્યા છે. ડિજિટલ ઈન્ડિયાના દાવા વચ્ચે વારંવાર સર્વરમાં ખામી સર્જાતા કાર્ડ નીકળી રહ્યા નથી. કાર્ડની પ્રોસેસ ન થતા ઈમરજન્સી સારવારના દર્દીઓને પણ રાહ જોવાનો વારો આવ્યો છે.
- Sachin Kolte
- Updated on: Jan 10, 2025
- 6:17 pm
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા, જાણો કેમ, જુઓ Video
દિવાન બલ્લુભાઈ શાળા, અમદાવાદમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે "મસ્તી કી પરીક્ષા" નામનો એક રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો. 50 થી 85 વર્ષની વયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાના યુનિફોર્મ પહેરીને પરીક્ષા આપી અને તેમના શાળાકાળની યાદો તાજી કરી.
- Sachin Kolte
- Updated on: Jan 5, 2025
- 5:22 pm
Bullet Train Station Video : સુરત સ્ટેશનના ત્રણ માળ બનીને તૈયાર, જાણો ક્યારે દોડશે બુલેટ ટ્રેન
હવે ગુજરાતીઓ અમદાવાદમાં નાસ્તો અને મુંબઈમાં લંચ કરી શકશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ દરમ્યાન સુરત બુલેટ ટ્રેન રેલવે સ્ટેશનની કામગીરીનો વીડિયો સામે આવ્યો છે.
- Sachin Kolte
- Updated on: Dec 31, 2024
- 7:00 pm
Ahmedabad: રખિયાલમાં સરેઆમ હથિયાર લઈને દાદાગીરી કરનારાના ઘર ફર્યુ બુલડોઝર, તોડી પડાયા મકાનો
અમદાવાદમાં રખિયાલમાં આતંક મચાવનારા ઈસમોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યુ છે. જાહેરમાં હથિયાર લઈને દાદાગીરી કરનારાના ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા.
- Sachin Kolte
- Updated on: Dec 24, 2024
- 5:54 pm
Ahmedabad : થલતેજમાં આવેલી ટાઈટેનિક સ્ક્વેરના 10માં માળે લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video
અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેર બિલ્ડીંગમાં મોટી આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. આજે વહેલી સવારે ફાયર વિભાગને આગનો કોલ મળતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
- Sachin Kolte
- Updated on: Dec 24, 2024
- 9:30 am
અમદાવાદ: સાઉથ બોપલમાં બિલ્ડરે પ્રિબુકિંગના નામે લોકોને છેતર્યા, ₹40 કરોડ લઇને થયો રાતોરાત ફરાર
અમદાવાદના સાઉથ બોપલમાં એક બિલ્ડરે પ્રિ-બુકિંગના નામે 200થી વધુ લોકો પાસેથી 40 કરોડ રૂપિયા એકઠા કર્યા અને પછી ફરાર થઈ ગયો. "રિચમંડ પ્રિવિલોન" અને "સેલેસ્ટિયલ" નામની સ્કીમોમાં ફ્લેટ બુક કરાવનારા લોકો પોતાના નાણાં ગુમાવવાના ડરથી ચિંતિત છે. કેટલાકને ચેક આપવામાં આવ્યા છે જે બાઉન્સ થયા છે. આ સમગ્ર મામલે હવે ભોગ બનનારા લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
- Sachin Kolte
- Updated on: Dec 20, 2024
- 4:09 pm