AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ગોવા’ જતાં પહેલા ચેતી જજો, અમદાવાદની મહિલાએ ધ્રુસકે-ધ્રૂસકે રડી જણાવી આપવીતી – જુઓ Video

ગોવા હંમેશા પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ રહ્યું છે પરંતુ રેન્ટલ બાઇક અને કેબને લગતા અનેક વિવાદો સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકો વારંવાર ફરિયાદ કરે છે કે, અહીંયા પ્રવાસીઓ અસલામતીનો સામનો કરી રહ્યા છે.

'ગોવા' જતાં પહેલા ચેતી જજો, અમદાવાદની મહિલાએ ધ્રુસકે-ધ્રૂસકે રડી જણાવી આપવીતી - જુઓ Video
| Updated on: Sep 19, 2025 | 8:00 PM
Share

ગોવા હંમેશા પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ રહ્યું છે પરંતુ રેન્ટલ બાઇક અને કેબને લગતા અનેક વિવાદો સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકો વારંવાર ફરિયાદ કરે છે કે, કેટલાક રેન્ટલ સર્વિસ પ્રોવાઇડર મુસાફરો સાથે ગેરવર્તન કરે છે અને તેમને હેરાન કરે છે. આવી ઘટનાને લઈને ઘણા પ્રવાસીઓ સોશિયલ મીડિયા પર તેમના અનુભવો શેર કરે છે.

એવામાં હાલમાં જ અમદાવાદની એક મહિલાએ વીડિયો થકી પોતાનો અનુભવ શેર કર્યો છે. આ વીડિયો જોઈને દેખાઈ આવે છે કે, ગોવા જેવા લોકપ્રિય સ્થળ પર પણ પ્રવાસીઓ અસલામતીનો સામનો કરી રહ્યા છે.

મહિલાએ જણાવ્યું કે, “હું અમદાવાદથી આવી હતી અને એક રિસોર્ટમાં રોકાઈ હતી. ગોવામાં કેબ સર્વિસ પ્રોવાઇડર્સ ગુંડાગીરી કરે છે, તેઓ ડબલ ભાડું વસૂલતા હોય છે. ઉદાહરણ તરીકે, જ્યાં 1800 રૂપિયા ભાડું થાય ત્યાં તેઓ 3000 થી 4000 રૂપિયા માંગે છે. જો તમે ઑનલાઇન ટેક્સી બોલાવો તો પણ તેઓ હેરાન કરે છે. ટૂરિસ્ટ્સ પરેશાન થાય છે તેમ છતાંય પોલીસ કોઈ એક્શન લેતી નથી. હું 3-4 મહિલાઓ સાથે હતી, તેમને પણ હેરાન કરવામાં આવી, રિસોર્ટ તરફથી પણ કોઈ મદદ મળી નહોતી. સાઉથ ગોવામાં લોકો ખુલ્લેઆમ પોલીસની ધમકી આપે છે.”

મહિલાનો અનુભવ દર્શાવે છે કે, ગોવાની સુંદરતા ક્યારેક પ્રવાસીઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વહીવટીતંત્રએ આવી ઘટનાઓને કડક રીતે કાબુમાં લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સુપ્રીમ કોર્ટને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">