વૈભવ સૂર્યવંશીએ અર્જુન તેંડુલકરને પણ ના છોડ્યો, 4 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 46 રન બનાવ્યા
વૈભવ સૂર્યવંશી અને અર્જુન તેંડુલકર વચ્ચેની પહેલી ક્રિકેટના મેદાનમાં પહેલી ટક્કરને લઇ ફેન્સમાં ભારે ઉત્સાહ હતો. આખરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બિહાર-ગોવા મેચમાં બંનેની ટક્કર થઇ અને મેચનું પરિણામ જાહેર થયુ. આ મેચમાં વૈભવે અર્જુન સામે જોરદાર બેટિંગ કરી. જનો વૈભવે અર્જુનની બોલિંગમાં કેટલા રન બનાવ્યા.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બિહાર-ગોવા મેચમાં વૈભવ સૂર્યવંશી અને અર્જુન તેંડુલકર વચ્ચેના મુકાબલા પર બધાની નજર હતી. આ બંને આમને-સામને થશે ત્યારે કોણ જીતશે તે જાણવા ફેન્સ ઉત્સુક હતા. હવે આનો જવાબ મળી ગયો છે. વૈભવ સૂર્યવંશી અને અર્જુન તેંડુલકર વચ્ચેના સામ-સામેના મુકાબલાનું પરિણામ જાહેર થઈ ગયું છે.
વૈભવ સૂર્યવંશી vs અર્જુન તેંડુલકર
ગોવાએ વૈભવ સૂર્યવંશી સામે ચાર બોલરોનો ઉપયોગ કર્યો, જેમાં અર્જુન તેંડુલકર સૌથી વધુ સ્ટ્રાઇક રેટ સાથે રન આપનાર બીજો બોલર હતો. સૂર્યવંશીએ તેની ઇનિંગમાં અર્જુન તેંડુલકરના 10 બોલનો સામનો કર્યો, જેમાં 150 ના સ્ટ્રાઇક રેટથી 15 રન બનાવ્યા. સૂર્યવંશીએ અર્જુન તેંડુલકર સામે ત્રણ ચોગ્ગા, એક ડબલ અને એક સિંગલ સાથે આ રન બનાવ્યા.
વૈભવ સૂર્યવંશીએ બોલરોને બરાબર ફટકાર્યા
ગોવાના અન્ય એક બોલર દીપરાજ ગાંવકરને વૈભવ સૂર્યવંશીએ બરાબર ફટકાર્યો હતો. વૈભવે દીપરાજના પાંચ બોલમાં 300 થી વધુના સ્ટ્રાઇક રેટથી 16 રન બનાવ્યા, જેમાં બે છગ્ગા અને એક ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ કે અંતે, દીપરાજ ગાંવકર વૈભવ સૂર્યવંશીની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
4 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 46 રન બનાવ્યા
ગોવા સામે વૈભવ સૂર્યવંશીની ઇનિંગ 25 બોલ સુધી ચાલી હતી, જેમાં તેણે 184 ના સ્ટ્રાઇક રેટથી 4 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. આ સાથે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માં વૈભવ સૂર્યવંશીના કુલ રન 186 પર પહોંચી ગયો છે, જે તેણે 14 છગ્ગાની મદદથી બનાવ્યા છે.
પાવરપ્લેમાં વૈભવ સૂર્યવંશીનો ધમાકો
વૈભવ સૂર્યવંશીની ઝડપી ઇનિંગને કારણે બિહારે ગોવા સામે પાવરપ્લેમાં 59 રન બનાવ્યા. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં તેની વિકેટ પડી ગઈ. વૈભવ તેની ઇનિંગ લંબાવી શક્યો નહીં, પરંતુ તેણે ચોક્કસપણે બિહારને જરૂરી શરૂઆત અપાવી.
આ પણ વાંચો: Ruturaj Gaikwad : હારની ગેરંટી છે ઋતુરાજ ગાયકવાડની સદી ! એ-બે નહીં પણ ચાર વખત થયું ટીમને નુકસાન
