AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરાષ્ટ્રનો આ ક્રિકેટર અર્જુન તેંડુલકર પર ભારે પડ્યો, જાણો કોણ છે ગુજરાતનો આ યુવા સ્ટાર

2025-26 રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને ગોવા વચ્ચે મેચ રમાઈ રહી છે. સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગમાં મોટો સ્કોર બનાવ્યો હતો. આ દરમિયાન સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર ઘણો મોંઘો સાબિત થયો હતો. ગુજરાતના યુવા ખેલાડીએ અર્જુનને ધોઈ નાખ્યો હતો. જણો કોણ છે આ ખેલાડી.

સૌરાષ્ટ્રનો આ ક્રિકેટર અર્જુન તેંડુલકર પર ભારે પડ્યો, જાણો કોણ છે ગુજરાતનો આ યુવા સ્ટાર
Jay Gohil & ArjunTendulkarImage Credit source: X
| Updated on: Nov 17, 2025 | 9:03 PM
Share

2025-26 રણજી ટ્રોફી સિઝનમાં હાલમાં પાંચમા રાઉન્ડની મેચ ચાલી રહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને ગોવા એકબીજા સામે ટકરાઈ રહ્યા છે. આ મેચમાં સૌરાષ્ટ્રની શરૂઆત મજબૂત રહી. સૌરાષ્ટ્રે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને મોટો સ્કોર બનાવ્યો. સૌરાષ્ટ્રે 7 વિકેટ ગુમાવીને 585 રન બનાવ્યા અને ઈનિંગ ડિકલેર કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન અર્જુન તેંડુલકરની હાલત ખરાબ થઈ હતી. તે ગોવા માટે બીજા ક્રમે સૌથી વધુ રન આપનાર ખેલાડી હતો.

અર્જુન તેંડુલકરની હાલત ખરાબ

આ મેચમાં, અર્જુન તેંડુલકરે ગોવાની બોલિંગ આક્રમણનું નેતૃત્વ કર્યું. તેણે નવા બોલથી શરૂઆત કરી, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. તેણે 29 ઓવર ફેંકી અને માત્ર એક વિકેટ લીધી, 5 ના ઈકોનોમી રેટથી 145 રન આપ્યા. સૌરાષ્ટ્રના યુવા બેટ્સમેન જય ગોહિલે અર્જુન તેંડુલકર સામે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે અર્જુનના 24 બોલનો સામનો કર્યો અને 35 રન બનાવ્યા. જેમાં તેણે છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

જય ગોહિલે 227 રન બનાવ્યા

અર્જુન તેંડુલકર અને જય ગોહિલે રણજી ટ્રોફીમાં પોતાની કારકિર્દી એકસાથે શરૂ કરી હતી. બંને ખેલાડીઓએ 2022 માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. અર્જુન તેંડુલકરે રણજી ડેબ્યૂમાં સદી ફટકારી હતી, જ્યારે સૌરાષ્ટ્રના બેટ્સમેન જય ગોહિલે તેની બેવડી સદીથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે આસામ સામે 246 બોલમાં 227 રન બનાવ્યા હતા, જે રણજી ડેબ્યૂમાં બેવડી સદી ફટકારનાર સૌપ્રથમ સૌરાષ્ટ્રનો ખેલાડી બન્યો હતો.

જય ગોહિલની કારકિર્દી

24 વર્ષીય જય ગોહિલે 16 ફર્સ્ટ-ક્લાસ મેચ, 14 લિસ્ટ A મેચ અને 23 T20 મેચ રમી છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 650 થી વધુ રન બનાવ્યા છે, જેમાં બે સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે લિસ્ટ A ક્રિકેટમાં 31.75 ની સરેરાશથી 381 રન પણ બનાવ્યા છે. તેના T20 મેચોમાં પણ 319 રન છે. ગોવા સામેની મેચની પહેલી ઈનિંગમાં તેણે 97 બોલમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: IND vs SA: શું ગુવાહાટીમાં થશે ક્લીન સ્વીપ? ભારતીય ક્રિકેટ ટીમે લીધો આશ્ચર્યજનક નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">