07 ડિસેમ્બરના મહત્વના સમાચાર :ગુજરાતમાં દારૂબંધી હટાવવા પર આનંદીબહેનનો કટાક્ષ…કહ્યું કે દારૂબંધી હોવાના કારણે જ ગુજરાત સુરક્ષિત, દારૂબંધી ન હટાવવા આપી સરકારને સલાહ
Gujarat Live Updates આજ 07 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 07 ડિસેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદના આંગણે ફરી ઐતિહાસિક અવસર
અમદાવાદના આંગણે ફરી ઐતિહાસિક અવસર આવ્યો છે. રિવરફ્રન્ટ પર ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પોતાનાં સેવાકાર્યો અને મંદિરો દ્વારા સનાતન ધર્મની જ્યોત ઝળહળતી રાખનાર BAPS સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને આજે ભક્ત સમુદાયે અનોખી અંજલિ અર્પણ કરી. પ્રમુખ સ્વામી મહારાજે BAPS સંસ્થાની ધુરા સંભાળ્યાનાં 75 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગ નિમિતે ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’નું આયોજન સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય કાર્યક્રમમાં 50હજાર જેટલા આમંત્રિત ભક્તો ઉપસ્થિત રહ્યા. જ્યારે વિશ્વ આખામાં ફેલાયેલા સમુદાયના લોકો તેનું જીવંત પ્રસારણ માણ્યું. આ કાર્યક્રમમાં BAPSના આધ્યાત્મિક વડા મહંત સ્વામી, ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, 300 સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા.
-
આનંદીબહેને મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદાનું કામ પૂર્ણ થયું- અમિત શાહ
ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં અમિત શાહે આનંદીબહેન પટેલ સાથેના જૂના સંસ્મરણો યાદ કર્યા હતા અને. અમિત શાહે કહ્યું કે આનંદીબહેન પટેલને સંગઠનની જવાબદારી મળી ત્યારે મને ચોપડા ચેક કરવાની કામગીરી અપાઈ હતી. તેમણે કહ્યું કે આનંદીબહેને મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદાનું કામ પૂર્ણ થયું
આનંદીબહેન પટેલે પણ પોતાના સંબોધનમાં અમિત શાહને રાજનીતિના ચાણક્ય ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે અમિતભાઈને આપણે ચાણક્ય કહીએ છીએ અને એ ખરા અર્થમાં ચાણક્ય છે. કોને ક્યારે ઉપર લઈ જવા એ બહુ સારી રીતે અમિતભાઈ કરી જાણે છે.
-
-
નર્મદાઃ સાંસદ મનસુખ વસાવાએ કર્યો મોટો ઘટસ્ફોટ
નર્મદાઃ સાંસદ મનસુખ વસાવાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. AAP અને ભાજપના નેતા સાથે મળી ભ્રષ્ટાચાર કરતા હોવાનો દાવો કર્યો. મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા. ભાજપના કેટલાક નેતાઓની AAP સાથે મિલિભગતનો આક્ષેપ કરાયો છે. AAPના મોટા નેતાએ 75 લાખ માગ્યાનો આરોપ લગાવ્યો છે. AAPની સાથે ભાજપના કેટલાક નેતાઓ મળેલા હાવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે ફરિયાદ કરવાની વાત કરી છે.
-
ગુજરાતમાં દારુબંધી અંગે આનંદીબહેને આપ્યુ મોટુ નિવેદન
ગુજરાતમાં દારુબંધી અંગે આનંદીબહેને મોટુ નિવેદન આપ્યુ છે. આનંદીબેન પટેલે દારૂબંધી ના હટાવવા અંગે સરકારને સલાહ આપી. કહ્યુ મેં ઉત્તર પ્રદેશમાં અનેક લોકોને દારૂ છોડાવ્યો. અહીંયા આપણે ગુજરાતમાં દારૂબંધી પરત ખેંચવાનું વિચારી રહ્યા છીએ. મેં સાંભળ્યું કે તમે ગુજરાતમાં દારૂબંધી ઓપન કરવાનું વિચારી રહ્યા છો. રાજ્યમાં શાંતિ માટે દારૂબંધી હોવી જરૂરી છે . આપણે ત્યાં દીકરીઓ મોડી રાત સુધી ગરબે રમી શકે એનું કારણ દારૂબંધી છે.
-
સુરતઃ માંડવી પંથકમાં દીપડાની દહેશત યથાવત
સુરતઃ માંડવી પંથકમાં દીપડાની દહેશત યથાવત છે. માંડવીના ઝરપણ ગામની સીમમાં દીપડાએ હુમલો કર્યો. શેરડી કાપતા મજૂર પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો. દીપડાના હુમલામાં મજૂરને માથા અને હાથમાં ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્ત મજૂર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
-
-
મોરબીઃ વીજપોલના વળતરમાં કૌભાંડ મામલે ફરિયાદ
મોરબીઃ વીજપોલના વળતરમાં કૌભાંડ મામલે ફરિયાદ કરાઈ છે. 2018માં થયેલા કૌભાંડમાં જેટકો કંપનીના ઇજનેર સામે ફરિયાદ કરાઈ છે. ખેડૂતની મંજૂરી વગર વીજપોલ નાખી વળતર બીજાને ચૂકવ્યાનો આરોપ લગાવાયો છે. જેટકોના નાયબ ઇજનેર સહિત પંચનામામાં સહી કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે. RTI હેઠળ તેમજ કોર્ટમાં અરજી કરતા કૌભાંડ સામે આવ્યું છે.
-
કોમનવેલ્થ ગેમ્સ 2030 આપણા અમદાવાદમાં રમવાની છેઃ અમિત શાહ
અમિત શાહે કહ્યુ કોમનવેલ્થ ગેમ્સ 2030 આપણા અમદાવાદમાં રમવાની છે. કોમનવેલ્થ દેશો વચ્ચેની સ્પર્ધા વચ્ચે અમદાવાદને યજમાની મળી. વર્ષ 2029માં વિશ્વના પોલીસ જવાનોની સ્પર્ધાઓ અમદાવાદમાં થશે. 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે. તૈયારી રાખજો, વર્ષ 2036માં ઓલિમ્પિક પણ આપણા અમદાવાદમાં જ છે. આજે અમદાવાદમાં 3 જગ્યા પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ભૂમિ પૂજન થયું.
-
સુરતઃ ઓપરેશન કારાવાસમાં ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા
સુરતઃ ઓપરેશન કારાવાસમાં ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. 16 વર્ષે પહેલા સહારા ઈન્ડિયા બેન્કમાં ઉચાપત કરનાર ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી ઉત્તર પ્રદેશથી આરોપીને ઝડપ્યો છે. ઠગબાજ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ 2007માં 3.9 લાખથી વધુની ઉચાપત કરી હતી. રેકોર્ડ સાથે ચેડા કરી 6 ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
અમદાવાદઃ રાહુલ ગાંધી પર અમિત શાહના પ્રહાર
અમદાવાદઃ રાહુલ ગાંધી પર અમિત શાહે આકરા પ્રહાર કર્યા. અમિત શાહે કહ્યુ બિહાર ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો. રાહુલ બાબા હજી પણ EVM અને મતદાર યાદીનો વાંક કાઢે છે. ન EVM ખરાબ છે, ન મતદાર યાદીમાં ખામી છે. પણ દેશ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો સ્વિકાર કરતો નથી. હવે બંગાળ અને તમિલનાડુનો વારો છે. ઘમંડિયા ગઠબંધન કે જેની દેશમાં કોઈ સ્વીકૃતિ નથી. બંગાળ અને તમિલનાડુ બંને જગ્યાએ ખો નીકળી જવાની છે.
-
કાલાવડાના પાંચદેવડામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
જામનગર જિલ્લામાં કાલાવડના મોટા પાંચદેવડા ગામે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. LCBની ટીમે નાઘેડીગામ GIDC વિસ્તારમાંથી 6 આરોપીની ઝડપી પાડ્યા છે. ઘટનાની વાત કરીએ તો 30 નવેમ્બરની રાત્રે મોટા પાંચદેવડા ગામે ચાર અજાણ્યા શખ્સ ફરિયાદીના ઘરમાં ઘુસ્યા હતા અને ફરિયાદી પર હુમલો કરીને કપાળના ભાગે ઈજા પહોંચાડી હતી. જે બાદ આરોપીએ વૃદ્ધાના કાનમાંથી સોનાના દાગીના ઉતારી લીધા હતા. આ ઉપરાંત તિજોરીનો લોક તોડી તેમાંથી ચાંદીની વીટી અને બે બંગડી મળી કુલ રૂ. 5 હજારના દાગીના પણ લૂંટી ગયા હતા. LCBએ આરોપીઓ પાસેથી સોનાની બૂટી અને ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરવામાં આવી છે. હજુ પણ ત્રણ આરોપી પોલીસની પકડથી દૂર છે. જેને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે.
-
રાજકોટઃ જસદણમાં SMCએ બોલાવ્યો સપાટો
રાજકોટઃ જસદણમાં SMCએ બોલાવ્યો સપાટો બોલાવ્યો. આટકોટ ગામ નજીક વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરાયો. હોટેલ નજીક પાર્ક કરેલ સિમેન્ટના ટ્રકમાંથી દારૂ ઝડપાયો છે. 1100 પેટી વિદેશી દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી. ટ્રક સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. SMCની કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા.
-
સુરત શહેરમાં અમદાવાદ નાર્કોટિક્સ વિભાગના દરોડા
સુરત શહેરમાં અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે દરોડા કર્યા. લાલગેટ વિસ્તારમાંથી અફીણનો જથ્થો ઝડપાયો. 22 કિલોથી વધુ અફીણ સાથે એક આરોપીની અટકાયત કરી. મસાલાના પેકેટમાં અફીણ છુપાવામાં આવ્યું હતુ. ઈન્ટરનેશનલ માર્કેટમાં અફીણની કિંમત કરોડોમાં છે.
-
અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં PCBના દરોડા
અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં PCBએ દરોડા કર્યા છે. છેલ્લા 5 દિવસમાં નવ જગ્યાઓ પર કાર્યવાહી કરી છે. દરિયાપુર, નારોલ, સાબરમતી, વટવા સહિતના વિસ્તારોમાં દરોડા કર્યા. 11 લાખથી વધુનો દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો. કાર્યવાહી દરમિયાન કુલ 10 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરી છે.
-
કચ્છ: મોંઘો મોબાઈલ ખરીદવાની જીદમાં યુવકે કર્યો આપઘાત
કચ્છ: મોંઘા મોબાઈલ ખરીદવાની જીદમાં યુવકે આપઘાત કર્યો છે. ભૂજ તાલુકામાં કુકમા ગામે આ ઘટના બની છે. બોરમાં પડી યુવકે મોતને વ્હાલું કર્યું. પોલીસ તપાસમાં મોતનું કારણ બહાર આવ્યું. મૂળ ઝારખંડના યુવકનું બોરમાં પડી જતા મોત નિપજ્યુ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. આજકાલ યુવાનો નાની અમથી વાતમાં મોતને વ્હાલું કરી લેતા હોય છે. આવી જ ઘટના કચ્છ જિલ્લાના કુકમા ગામે ઘટી છે. અહિં 20 વર્ષીય યુવકે મોંઘા મોબાઈલની જીદમાં આત્મહત્યા કરી છે. યુવકે કૂવામાં પડી જઈ મોતને વ્હાલું કર્યું છે. બોરમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. પોલીસે યુવકે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે.
-
SIRની કામગીરી મુદ્દે વિરોધી પર DyCM હર્ષ સંઘવીના પ્રહાર
SIRની કામગીરી મુદ્દે વિરોધી પર Dy CM હર્ષ સંઘવીએ પ્રહાર કર્યા અને વળતો સવાલ કર્યો છે કે શું વિરોધ કરનારા બાંગ્લાદેશીઓને સાચવવા માંગે છે? હર્ષ સંઘવીએ કહ્યુ નેતા કોણ હશે એ નક્કી કરવાનો હક જે તે વિસ્તારના નાગરિકોને છે. શું બાંગ્લાદેશી ઘૂસણખોરો મારા દેશના નેતા નક્કી કરશે?: વિરોધ કરનારાઓનું ષડયંત્ર સમાજ સારી રીતે જાણે છે.
-
અનિરુધસિંહ જાડેજા-રાજદીપસિંહ જાડેજાની વધી શકે છે મુશ્કેલી, ખાસ સરકારી વકીલે દાખલ કરી નવી અરજી
જેલમાં બંધ અનિરુધસિંહ જાડેજા અને રાજદીપ સિંહ જાડેજા સહિતનાઓની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો. સ્પે.પીપી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં BNS ની કલમ 231 નો ઉમેરો કરવામાં માટે અરજીમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે. ખોટા પુરાવા ઊભા કરવાની કલમનો ઉમેરો કરવા અરજી કરાઈ છે. આપઘાત કરનાર અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવી તેના વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી પોક્સો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. તપાસનીશ અધિકારીને ખુલાસો કરવા બાબતે કોર્ટે કરી તાકીદ. અરજીમાં રીબડાના અમિત ખૂંટ વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરી ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. દાખલ કરવામાં આવેલ કલમ મુજબ આજીવન કેદની સજાની જોગવાઈ હોવાથી અમિતે ડરી જઈ આપઘાત કર્યો હતો તેવો પણ ઉલ્લેખ કરાયો છે.
-
થલતેજ વોર્ડમાં 861 EWS આવાસનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
અમદાવાદને “સ્લમ-મુક્ત” બનાવવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. થલતેજમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે. 861 EWS આવાસનું લોકાર્પણ કર્યું અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. AMC દ્વારા આશરે 49.9 કરોડ ના ખર્ચે આવાસો તૈયાર કરાયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડ માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 861 EWS આવાસો તૈયાર કરાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરાયેલા આ આવાસમાં, પાણી, વીજળી, ડ્રેનેજ, રસ્તા,લિફ્ટ, પાર્કિંગ, બાળઉદ્યાન સુવિધાઓ ઉપલબ્ધ છે.
-
દાહોદના નાનીવાવ ગામેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો
દાહોદ એલસીબી પોલીસે નાનીવાવ ગામેથી દેશી તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસે બાતમીના આધારે અશ્વિન નિનામા નામના યુવકને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
સુરતના ઘોડદોડ રોડ પર લીફ્ટનો કેબલ તૂટી જતા ફસાઈ ગયેલ મહિલાને ભારે જહેમત બાદ બચાવાઈ
સુરતના ઘોડદોડ રોડ પર નીરજ એપારમેન્ટમાં લીફ્ટનો કેબલ તૂટી જતા મહિલા ફસાઈ ગઈ હતી. ફાયરના જવાનોએ મહિલાને દોરડા બાંધીને બચાવી લીધી છે. મહિલા લીફ્ટમાં ત્રીજા માળે ગ્રીલની જાળીમાં ફસાઈ જવા પામી હતી. આ બનાવમાં લિફ્ટ છટકી જતી તો મહિલાનો જીવ જાય તેમ હતો તેમ બચાવ કામગીરી કરનાર ફાયર ઓફિસરે જણાવ્યું હતું. લિફ્ટના ઉપરના ભાગેથી મજબુતીથી બાંધીને સપોર્ટ સાથે બાંધી દીધી હતી. ત્યાર બાદ ફસાયેલી ગ્રીલ છટકાવી હતી. લિફ્ટ ફરી બેથી ત્રણ ફુટ જેટલી નીચે ગઈ અને સ્થિર થઈ પછી ગ્રીલ ખોલીને મહિલાને બચાવાઈ હતી.
-
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સરખેજ વોર્ડમાં શકરી તળાવનું કર્યું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સરખેજ વોર્ડમાં શકરી તળાવનું કર્યું લોકાર્પણ. દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં શકરી તળાવનું કરવામાં આવ્યું છે રિડેવલોપમેન્ટ. રૂપિયા 16.21 કરોડના ખર્ચે ફેઝ 2 અંતર્ગત કરવામાં આવ્યું છે તળાવનુ રીડેવલપમેન્ટ. શકરી તળાવનું નવુ નામ “શ્રી ક્ષેત્ર સરોવર” આપવામાં આવ્યું છે.
-
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે ટ્રકની પાછળ કાર ઘુસી જતા કારમાં લાગી આગ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર, નડિયાદ પાસે ટ્રકની પાછળ કાર ઘુસી જવાથી કારમાં એકાએક આગ લાગી હતી. કારમાં પાંચ વ્યક્તિઓ સવાર હતા. કાર વડોદરાથી અમદાવાદ તરફ આવી રહી હતી, એ દરમિયાન નડિયાદ પાસે બની આ ઘટના. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. છોટાઉદેપુર લગ્નમાં ગયેલો પરિવાર, પરત ફરતો હતો તે સમયે બની ઘટના. નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા કારમાં લાગેલ આગ પર કાબુ મેળવાયો. ઘટના બાદ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા વડોદરાથી અમદાવાદ તરફ જતા ટ્રાફિકને થર્ડ લેન્ડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો આવ્યો. સદનસીબે કારમાં સવાર પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. એક્સપ્રેસ હાઈવે ટીમની સમય સૂચકતા ના કારણે અને સમય પર પહોંચવાના કારણે કારમાં સવાર તમામ વ્યક્તિઓનો જીવ બચ્યો છે.
-
બારડોલીના સરભોણ ગામે બે નકલી કિન્નરોને લોકોએ મેથીપાક ચખાડ્યો
સુરતના બારડોલીના સરભોણ ગામે નકલી કિન્નરને લોકોએ ચખાડ્યો મેથીપાક. સરભોણ ગામે લગ્ન પ્રસંગમાં કિન્નર બની પોતાનો હક્ક માંગવા આવ્યા નકલી કિન્નર. લગ્ન પ્રસંગે રુઆબ બતાવતા સ્થાનિકોએ બારડોલી કિન્નર સમાજને જાણ કરી હતી. બારડોલી કિન્નર સમાજના પુણ્યનંદગિરિ ઉર્ફે પૂનમ બા અને એમના અખાડાના શિષ્ય સાથે સરભોણ પહોંચ્યા હતા. આ બન્ને કિન્નર નકલી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ લોકોએ બન્ને નકલી કિન્નરને શિયાળામાં બરોબરનો મેથીપાક ચખાડ્યા બાદ નકલી કિન્નરએ લોકોની માફી માંગી હતી.
-
રાજકોટમાં સિટી બસની અડફેટે આધેડનુ મોત
રાજકોટ શહેરમાં સિટી બસની અડફેટે આવતા એક આધેડનુ મોત થયું છે. 65 વર્ષીય ભરત અંબાસણા નામના રાહદારીનું મોત થયુ છે. કોઠારીયા સોલવંટ ફાટક નજીક પગપાળા રોડ ક્રોસ કરી રહેલા આધેડ વ્યક્તિનું સિટી બસની અડફેટે આવવાથી મોત થયું છે. બનાવ સંદર્ભે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે સિટી બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
-
કેનેડામાં 7 ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
આજે મધ્યરાત્રીના 2 વાગ્યાની આસપાસ અલાસ્કા અને કેનેડિયન સરહદી વિસ્તારોમાં 7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
Notable quake, preliminary info: M 7.0 – 90 km N of Yakutat, Alaska https://t.co/LPSLAr5jlq
— USGS Earthquakes (@USGS_Quakes) December 6, 2025
-
રાજકોટના જસદણ નજીક આટકોટમાં SMC ના દરોડા, હોટલ નજીક પાર્ક કરેલ ટ્રકમાંથી દારુ પકડાયો
રાજકોટના જસદણ પાસે આવેલ આટકોટ ગામ નજીકથી SMCએ દરોડા પાડીને દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. SMC ની રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે. આટકોટ ગામ નજીક આવેલ બાપા સીતારામ હોટલ નજીક પાર્ક કરેલ ટ્રકમાંથી દારૂ ઝડપાયો હતો. અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો છે. SMC એ ટ્ર્ક ચાલક સહિત 2 ની ધરપકડ કરી છે.
-
જંબુસર નજીક દરિયામાં બોટ પલટી જતા એકનુ મોત, 30ને બચાવાયા
જંબુસર નજીક દરિયામાં બોટ પલટી જતા એકનુ મોત થયું છે જ્યારે 30 લોકોને બચાવાયા છે. ભરતીનું પાણી વધી જતાં બોટ ઊંઘી વળી ગઈ હોવાનું કારણ સામે આવ્યું છે. ખાનગી કંપનીના ઓઇલના સર્વે માટે કામદારોને ભરીને બોટ દરિયામાં જઈ રહી હતી. આ સમયે, ભરતીનું પાણી એકાએક વધી જતા, કામદારો ભરેલ બોટ પલટી ખાઈ ગઈ હતી. જેમા 1 કામદારનું મોત થયું છે. જ્યારે દરિયામાં ડૂબેલા 30 જેટલા કામદારોને બચાવી લેવાયા છે. એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાકટના કામદારોની બોટ પલટી હતી.
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વિકાસના અનેક કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમૂહર્ત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. EWS આવાસો, ઓક્સિજન પાર્ક, ઓપન પાર્ટી પ્લોટનું લોકાર્પણ કરશે. જીમ અને લાઇબ્રેરીની મુલાકાત લેશે. સરખેજનું શકરી તળાવ અને વસ્ત્રાપુર તળાવનું પણ લોકાર્પણ કરશે. પૂર્વ CM અને હાલના UP ગવર્નર આનંદી પટેલના પુસ્તકનું વિમોચન પણ અમિત શાહ કરશે. સાંજે રિવરફ્રન્ટ ખાતે BAPSના કાર્યક્રમમાં હાજરી આપશે અમિત શાહ
-
સુરતના લાલગેટ વિસ્તારમાં નાર્કોટિક્સ વિભાગના દરોડા, અફીણનો જથ્થો ઝડપાયો
સુરત શહેરમાં અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે દરોડા પાડ્યા છે. સુરતના લાલગેટ વિસ્તારમાં દરોડા પાડીને અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. નાર્કોટિક્સ વિભાગે સુરતના લાલગેટ વિસ્તારમાં પાડેલા દરોડામાં અંદાજિત 22 કિલોથી વધુ અફીણ ઝડપાયું છે. અફીણના જથ્થા સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે.
-
ધ્રાંગધ્રાના રામદેવપુર ગામની સીમમાં યુવાનની હત્યા
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલા રામદેવપુર ગામની સીમમાં યુવાનની હત્યાનો બનાવ બન્યો છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવાઇ છે. મૃતક યુવાનનુ નામ વિપુલ વજુભાઈ મુલાડીયા ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી હત્યા કરનાર આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક યુવાન ની ડેડબોડીને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પીએમ અર્થે લાવવામાં આવી છે.પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.
-
કચ્છના કુકમા ગામે પરપ્રાંતિય યુવાન બોરમાં ફસાયો
કચ્છના કુકમા ગામે પારિવારિક ઝઘડા બાદ જમીનથી 3 ફૂટ ઊંચા બોરમાં પરપ્રાંતિય યુવાને કૂદકો મારી દીધો હતો. કુકમાની આશાપુરા ટેકરી પાસે આવેલ વાડીમાં પરિવાર સાથે રહેતો હતો આ યુવક. ઘટનાની જાણ થતા જ ભુજ પ્રાંત અધિકારી, મામલતદાર, 108 અને પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. યુવકને બહાર કાઢવા માટે પધ્ધર પોલીસ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો કામે લાગી છે.
Published On - Dec 07,2025 7:21 AM