Breaking News : બોલીવુડ અભિનેતા રણવીર સિંહ સામે FIR, ધાર્મિક લાગણી દુભાવવા બદલ થઇ ફરિયાદ
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ છે. તેમના પર ગોવામાં આયોજિત ફિલ્મ ફેસ્ટિવલમાં ધાર્મિક લાગણીઓ દુભાવતી ટિપ્પણી કરવાનો આરોપ છે. રણવીર સિંહે ફિલ્મ કાંતારાની પરંપરાઓ અને ચામુંડી, ગુલિગા, પંજુર્લી દેવતાઓનું અપમાન કર્યું હોવાનો વકીલ પ્રશાંત મેથલે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ બેંગાલુરુમાં વધુ એક FIR દાખલ કરવામાં આવી હોવાના અહેવાલ છે. અભિનેતા પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ગુનો બેંગાલુરુના હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે.
આ ફરિયાદ બેંગાલુરુ સ્થિત વકીલ પ્રશાંત મેથલે નોંધાવી છે. તેમના આરોપ મુજબ રણવીર સિંહે 28 નવેમ્બરના રોજ ગોવામાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે સ્ટેજ પર અભિનેતા અને દિગ્દર્શક રિષભ શેટ્ટીની ફિલ્મ કાંતારાનો ઉલ્લેખ કરતી વખતે સ્થાનિક પરંપરાઓની મજાક ઉડાવી હતી. ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રણવીર સિંહે દરિયાકાંઠે પૂજાતા ચામુંડી, ગુલિગા અને પંજુર્લી દેવતાઓનું અપમાન કર્યું છે. આ મામલે રણવીર સિંહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઘટના શું છે?
આ મામલો 28 નવેમ્બર, 2025 ના રોજ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI), ગોવાના સમારોહ દરમિયાનનો છે, રણવીર સિંહ સ્ટેજ પર ઉભા રહીને રીષભ શેટ્ટીના ફિલ્મ કાંતારામાં દર્શાવેલી દૈવા પરંપરાની નકલી અવતરણ દેખાડ્યો હતો. ત્યારે આ મામલાને લઇને ફરિયાદમાં જણાવાયું છે કે તેમનું ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરવામાં આવી છે
ફરિયાદ અને કાયદો : FIR હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશન બેંગલુરુમાં દાખલ કરી છે, અને તેને Sections 196, 299 અને 302 હેઠળ નોંધવામાં આવ્યો છે. વકીલ પ્રશાંત મેથલ કહે છે કે રણવીરની મુલાકાત દૈવા પરંપરા ને અત્યંત અપમાનજનક રીતે રજૂ કરવા જેવી હતી અને આ કારણે ધર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે
લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેબ સિરીઝ. TV9 ગુજરાતી પર અમે વેબ સીરીઝને લગતા સમાચાર લખીએ છીએ. જેને વાંચવા અહીં ક્લિક કરો

