વૈભવ સૂર્યવંશીની જોરદાર ફટકાબાજી છતાં અર્જુન તેંડુલકરની ટીમ સામે મળી હાર
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગોવા અને બિહારની મેચમાં અર્જુન તેંડુલકર અને વૈભવ સૂર્યવંશીની ટક્કર જોવા મળી હતી. વૈભવ સૂર્યવંશીએ સારી બેટિંગ કરી હતી, જ્યારે અર્જુન તેંડુલકરે સારી બોલિંગથી બરાબર ટક્કર આપી હતી. જો કે અર્જુનની ટીમ વૈભવની ટીમ પર ભારે પડી હતી.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ B મેચમાં ગોવા સામે બિહારનો પરાજય થયો હતો. વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં સારી બેટિંગ કરી હતી પરંતુ તેમ છતાં તે પોતાની ટીમને જીત તરફ દોરી શક્યો ન હતો. બીજી તરફ, અર્જુન તેંડુલકરે પણ ગોવા માટે શાનદાર બોલિંગ કરી હતી, જેના કારણે ગોવાને જીત મળી હતી. આ મેચમાં બિહારે 20 ઓવરમાં 180 રન બનાવ્યા હતા, પરંતુ ગોવાએ લક્ષ્યાંક મેચના એક બોલ પહેલા હાંસલ કરી લીધો હતો. ગોવાની જીતમાં કશ્યપ બખલે અને સુયશ પ્રભુદેસાઈએ શાનદાર અડધી સદી ફટકારી હતી.
અર્જુન તેંડુલકર અને વૈભવ સૂર્યવંશીની ટક્કર
કોલકાતાના જાદવપુર યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર અર્જુન તેંડુલકર અને વૈભવ સૂર્યવંશી વચ્ચે એક રસપ્રદ મુકાબલો જોવા મળ્યો. અર્જુને તેની પહેલી ઓવરમાં ફક્ત 5 રન આપ્યા, અને સૂર્યવંશીએ તેની બોલિંગમાં એક ફોર ફટકારી. ત્યારબાદ સૂર્યવંશીએ તેની બીજી ઓવરમાં બે ફોર ફટકારી. જોકે, અર્જુને તેની પહેલી બે ઓવરમાં ફક્ત 16 રન આપ્યા. સૂર્યવંશી જેવા પાવરફૂલ અને સુપર ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન સામે આ સારી બોલિંગ હતી. અર્જુને તેના બીજા સ્પેલમાં બિહારના વિકેટકીપર આયુષ લોહારુકાને આઉટ કર્યો, અને પછી સૂરજ કશ્યપને આઉટ કર્યો. અર્જુને ચાર ઓવરમાં 32 રન આપીને બે વિકેટ લીધી.
વૈભવ સૂર્યવંશીની જોરદાર બેટિંગ
વૈભવ સૂર્યવંશીની વાત કરીએ તો, તેણે 25 બોલમાં 46 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. વૈભવ સૂર્યવંશી આનાથી પણ મોટી ઇનિંગ રમી શક્યો હોત પરંતુ દીપરાજ ગાંવકરની બોલિંગમેં તેણે વિકેટ ગુમાવી દીધી. બિહાર માટે કેપ્ટન સાકીબુલ ગનીએ 60 રન બનાવ્યા, જ્યારે આકાશ રાજે 40 રન બનાવ્યા. બિહારે 20 ઓવરમાં 180 રનનો સ્કોર કર્યો.
બેટિંગમાં નિષ્ફળ રહ્યો અર્જુન તેંડુલકર
ગોવા તરફથી અર્જુન તેંડુલકર ક્રીઝ પર આવ્યો અને ચોગ્ગો ફટકાર્યો, પરંતુ પછી સૂરજ કશ્યપના શાનદાર બોલે તેના સ્ટમ્પ્સને ઉડાવી દીધા. અર્જુન ફક્ત ચાર રન બનાવી શક્યો. અભિનવ તેજરાના પણ પહેલા બોલ પર આઉટ થઈ ગયો, પરંતુ ત્યારબાદ કશ્યપ બખલેએ 64 અને કેપ્ટન સુયશ પ્રભુદેસાઈએ 79 રન બનાવીને ટીમને જીત અપાવી. લલિત યાદવે પણ 12 બોલમાં અણનમ 21 રન બનાવીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
આ પણ વાંચો: Hardik Pandya: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું સ્થળ કેમ બદલાયું, અધિકારીઓએ જણાવ્યું કારણ
