Breaking News : ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત, પાસપોર્ટ સસ્પેન્ડ કરાયો
ગોવાની ક્લબમાં લાગેલી આગની હાથ ધરાયેલ ઊંડાણપૂર્વકની તપાસ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગોવાના બિર્ચ બાય રોમિયો લેન નાઈટ ક્લબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં અટકાયત કરવામાં આવી છે. ગોવાની ક્લબમાં આગ લાગ્યા બાદ બંને ભાઈઓ થાઈલેન્ડના ફુકેટ ભાગી ગયા હતા.

ગોવાના ક્લબ આગની તપાસ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગોવાના બિર્ચ બાય રોમિયો લેન નાઈટક્લબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં અટકાયતકરવામાં આવી છે. કલબમાં આગ લાગ્યાની ઘટના બાદ બંને ભાઈઓ થાઈલેન્ડના ફુકેટ ભાગી ગયા હતા. અગાઉ, પોલીસે કાર્યવાહી કરીને ગોવાના બિર્ચ બાય રોમિયો લેન નાઈટક્લબના માલિકો લુથરા બ્રધર્સના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા હતા. ગોવાના બિર્ચ બાય રોમિયો લેન નાઈટક્લબમાં લાગેલી આગમાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 20 સ્ટાફના સભ્યો હતા અને 5 પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
આગ લાગ્યા બાદ થાઈલેન્ડની ટિકિટ બુક કરાવી હતી
એવું જાણવા મળ્યું છે કે, લુથરા બંધુઓએ થાઇલેન્ડ માટે ટિકિટ બુક કરાવી હતી અને દિલ્હીથી ભાગી ગયા હતા, તે જ સમયે આગ લાગી હતી અને બચાવ કામગીરી ચાલી રહી હતી. લુથરા બંધુઓ પર ગુનાહિત હત્યા અને બેદરકારીના આરોપો છે.
જિલ્લા વહીવટીતંત્રે આગ બાદ નવો આદેશ કર્યો
ગોવાના આર્પોરામાં એક નાઇટક્લબમાં લાગેલી દુ:ખદ આગ બાદ સાવચેતીના પગલા તરીકે, જિલ્લા વહીવટીતંત્રે બુધવારે સાંજે એક આદેશ જાહેર કર્યો હતો, જેમાં પ્રવાસી આકર્ષવા માટે કલબની અંદર સ્પાર્કલર અને ફટાકડાના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ આદેશ ભારતીય નાગરિક સલામતી સંહિતા, 2023 ની કલમ 163 હેઠળ જારી કરવામાં આવ્યો હતો. નવા આદેશ મુજબ, આ પ્રતિબંધ ઉત્તર ગોવામાં તમામ નાઇટક્લબ, બાર, રેસ્ટોરન્ટ, હોટલ, ગેસ્ટહાઉસ, રિસોર્ટ, બીચ શેક્સ અને કામચલાઉ માળખાં પર લાગુ પડે છે.
દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.