‘YouTube’ કયા દેશના કન્ટેન્ટ ક્રિએટર્સને સૌથી વધુ પૈસા ચૂકવે છે ? નામ જાણશો તો તમારા હોશ ઉડી જશે
YouTube પરથી કમાણી ફક્ત વીડિયો બનાવવાથી જ થતી નથી પરંતુ તમારો કન્ટેન્ટ કયા દેશમાં વધુ જોવામાં આવ્યો છે અને તમારા વિડીયોઝ પર કેટલી જાહેરાતો (Ads) ચાલે છે, તેના પર પણ આધાર રાખે છે.

આજકાલ મોટાભાગના લોકો YouTube પર વીડિયો બનાવે છે પરંતુ તેમાંથી ખૂબ જ ઓછા લોકો સારી કમાણી કરી શકે છે.

વાસ્તવમાં, YouTube માંથી કમાણી ફક્ત વીડિયો બનાવવાથી થતી નથી પરંતુ તમારો કન્ટેન્ટ કયા દેશમાં વધુ જોવામાં આવે છે, તમારો વિષય (Niche) શું છે અને તમારા વીડિયો પર કેટલી જાહેરાતો (Ads) ચાલે છે, તેના પર પણ આધાર રાખે છે.

YouTube ની દુનિયામાં ફક્ત સારો કન્ટેન્ટ બનાવવો પૂરતો નથી. આમાં તમારે એ પણ જાણવાની જરૂર છે કે, તમારા વ્યૂઝ ક્યાંથી આવી રહ્યા છે, કારણ કે દરેક દેશના વ્યૂઝ પર કમાણી અલગ અલગ હોય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, કયા દેશના લોકોને YouTube માંથી સૌથી વધુ પૈસા મળે છે.

YouTube દરેક દેશના વ્યૂઝ પર અલગ અલગ કમાણી આપે છે અને તે CPM (કોસ્ટ પર માઇલ) એટલે કે 1000 વ્યૂઝ પર મળતી રકમ પર આધાર રાખે છે.

વાત એમ છે કે, ઓસ્ટ્રેલિયા યુટ્યુબ પર સૌથી વધુ કમાણી કરતો દેશ છે, જ્યાં સરેરાશ સીપીએમ 3,000 થી વધુ છે. વધુમાં અમેરિકા બીજા સ્થાને છે, જ્યાં સીપીએમ 2,800 થી વધુ છે. કેનેડા, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુકે જેવા દેશોમાં પણ સીપીએમ 1,800 થી 2,500 ની વચ્ચે છે.

આ ઉપરાંત, નોર્વે, જર્મની, આયર્લેન્ડ અને નેધરલેન્ડ પણ સારા સીપીએમ ધરાવતા દેશો છે. નોંધનીય છે કે, ભારતમાં સીપીએમ ખૂબ ઓછું છે, જે પ્રતિ '1000 વ્યૂઝ' લગભગ 10 થી 50 રૂપિયા છે અને તે ટેક, શિક્ષણ, મનોરંજન જેવા કન્ટેન્ટના પ્રકાર પર આધાર રાખે છે. આથી, જે ક્રિએટર્સને વિદેશી દર્શકો મળે છે, તેઓ સમાન વ્યૂઝ હોવા છતાં ભારતીય વ્યૂઝની સરખામણીએ ઘણી વધારે કમાણી કરી શકે છે.

યુટ્યુબના થકી જો સારી આવક જનરેટ કરવી હોય તો તેમાં જાહેરાતો (Ads) મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે જ્યારે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ (YPP) માં જોડાઓ છો, ત્યારે તમારા વીડિયો પર Ads દેખાવા લાગે છે. આવા કિસ્સામાં CPM (કોસ્ટ પર માઇલ)નો અર્થ એ છે કે, દર 1000 વ્યૂઝ પર તમને આટલી કમાણી મળશે.

ઉદાહરણ તરીકે જોઈએ તો, જો તમારો CPM ₹30 છે, તો 1000 વ્યૂઝ માટે તમને ₹30 મળશે. જો કે, દરેક દેશમાં CPM અલગ હોય છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં CPM ભારત કરતા ઘણો વધારે હોય છે, એટલે ત્યાંથી મળેલા વ્યૂઝ વધુ કમાણી અપાવે છે.
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
