AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2025 : માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે- જુઓ Video

હિન્દુ ધર્મમાં, ગણેશજી પ્રથમ પૂજનીય દેવતા છે. કોઈપણ પૂજા કે શુભ કાર્યની શરૂઆત પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો ઉત્સાહ માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં ધામધુમથી ઉજવવામાં આવે છે. જુઓ Video

| Updated on: Aug 28, 2025 | 3:10 PM
Share

ભારતના દરેક રાજ્યમાં ગણેશ પૂજા અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. પરંતુ ગણેશ ઉત્સવ ભારત ઉપરાંત વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. દરેક દેશમાં ભગવાન ગણેશને અલગ નામ આપવામાં આવ્યું છે અને ગણેશ પૂજા પણ દરેક જગ્યાએ અનોખી રીતે કરવામાં આવે છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલો જોઈએ કે થાઈલેન્ડમાં ગણપતિ બાપ્પાની પૂજા કેવી રીતે થઈ રહી છે.

થાઇલેન્ડમાં પણ ભગવાન ગણેશના ઘણા મંદિરો

ગણેશ ચતુર્થી શરૂ થઈ ગઈ છે અને ભારતમાં શેરીથી લઈ ઘર અને ઓફિસમાં ગણેશજીની ધુન વાગી રહી છે. હિન્દુ ધર્મમાં ગણપતિ બાપ્પાને પ્રથમ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતની જેમ, વિદેશોમાં પણ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે? ઘણા દેશો એવા છે જ્યાં સદીઓથી ગણપતિની પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે.થાઇલેન્ડમાં પણ ભગવાન ગણેશના ઘણા મંદિરો છે. અહીં તેને દુન્હે ફ્રા ફિકાનેટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંના લોકો ભગવાન ગણેશને સફળતાના દેવતા માને છે. ભારતની જેમ, નવા વ્યવસાય કે લગ્ન પ્રસંગે, અહીં પણ ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીની જેમ, અહીં પણ ગણેશજીનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. ગણેશજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે. આ સાથે થાઈલેન્ડના આ મંદિરમાં લોકો ગણેશજીની આરતી પણ ગાય રહ્યા છે. થાઇલેન્ડમાં ભગવાન શ્રી ગણેશની પૂજા અને ભક્તિ જોઈ ભક્તો આનંદમાં ડૂબી જાય છે.ગણેશ ચતુર્થી થાઈલેન્ડમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ગણેશની સૌથી ઊંચી પ્રતિમા

શું તમે જાણો છો કે ભગવાન ગણેશની સૌથી ઊંચી પ્રતિમા ક્યાં આવેલી છે? ભગવાન ગણેશની સૌથી ઊંચી પ્રતિમા ભારતમાં નહીં પણ બીજા કોઈ દેશમાં આવેલી છે.વિશ્વની સૌથી ઊંચી ગણેશ મૂર્તિ થાઇલેન્ડના ખ્લોંગ ખુએન ગણેશ ઇન્ટરનેશનલ પાર્કમાં આવેલી છે. થાઇલેન્ડના ચાચોએંગસાઓ પ્રાંતમાં બનેલી આ ગણેશ મૂર્તિ 128 ફૂટ (39 મીટર) ઊંચી છે. તેની ઊંચાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે 12 માળની ઇમારત જેટલી વિશાળ છે.

ભગવાન ગણેશને થાઈલેન્ડમાં ‘ફ્રા ફિકાનેટ’ તરીકે ઓળખવામાં આવે છે અને તેમની પૂજા સફળતા, સમૃદ્ધિ અને અવરોધો દૂર કરનાર દેવતા તરીકે કરવામાં આવે છે. અહીંના લોકો ગણેશમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે.

2 ભાઈ, 3 બહેનો , 2 પત્ની અને 2 પુત્રોનો આવો છે ગણેજીનો પરિવાર, જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
g clip-path="url(#clip0_868_265)">