Vadodara : ગણેશ વિસર્જન માટે 10 આર્ટિફિશિયલ પોન્ડ કરાયા તૈયાર, 8 ડ્રોન થકી સંવેદનશીલ વિસ્તારોમાં રખાશે નજર, જુઓ Video
વડોદરામાં આજથી લઈ 7 સપ્ટેમ્બર સુધી ગણેશ પ્રતિમાઓના વિસર્જનને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો વિવિધ ગણેશ પંડાલના સંચાલકો સાથે પહેલાં જ બેઠક કરીને તેમને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. વિસર્જનને ધ્યાને લઈ ટ્રાફિક ડાયવર્ઝન માટેના પણ જરૂરી પગલાં લેવાયા છે.

અસમાજિક તત્વોને ઓળખીને તેમના પર પહેલેથી જ નજર રખાઈ છે. સાયબર વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રખાઈ રહી છે. જેથી કોઈ અયોગ્ય ગતિવિધિ ધ્યાને આવે તો આકરા પગલાં લઈ શકાય. વડોદરા શહેરમાં સત્તરસોથી પણ વધુ લાયસન્સ ધરાવતા મંડળોની સ્થાપના થઈ છે. ગણેશ પ્રતિમાના વિસર્જન માટે વડોદરા શહેરમાં 9 અને ગ્રામ્યમાં 1 એમ કુલ 10 આર્ટિફિશિયલ પોન્ડ એટલે કે કૃત્રિમ તળાવ તૈયાર કરાયા છે.
ગણેશ વિસર્જન માટે 10 આર્ટિફિશિયલ પોન્ડ કરાયા તૈયાર
વડોદરામાં 7 સપ્ટેમ્બર સુધી ગણેશ વિસર્જનને ધ્યાને રાખી કડક વ્યવસ્થા કરી છે. 5 સપ્ટેમ્બરે ઈદને ધ્યાનમાં રાખીને પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 3 હજાર જેટલાં પોલીસકર્મીઓ ખડેપગે તૈનાત રહેશે. 1 હજારથી વધુ હોમગાર્ડ જવાનો પણ સુરક્ષામાં સજ્જ કરી છે.
પેરા મિલિટરી, SRP, BSF અને CRPFની ટુકડીઓને બોલાવાઈ હતી. 8 ડ્રોનથી વિસ્તારોમાં નજર રખાઈ રહી છે. ચાર દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. બહુમાળી ઈમારતો પર પોલીસ પોઇન્ટ ગોઠવાયા છે. 12 DCP, 23 ACP, 109 પી.આઈ. બંદોબસ્તમાં હાજર છે. સંવેદનશીલ વિસ્તારમાં પતરા બાંધીને આડશ ઊભી કરાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો