સલમાન ખાનની માફક આ મુસ્લિમ સેલિબ્રિટિ પણ ગણપતિ બાપ્પાની કરે છે ભક્તિભાવથી પૂજા, જુઓ ફોટા
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સલમાન ખાન દર વર્ષે ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશની ઘરે સ્થાપના કરીને પૂજા અર્ચના કરે છે. પરંતુ માત્ર સલમાન ખાન જ નહીં અન્ય મુસ્લિમ સેલિબ્રિટિ પણ ભગવાન ગણેશની આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરતા હોય છે.

સૌ કોઈ જાણે છે કે દર વર્ષે સલમાન ખાન પોતાના ઘરે બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરે છે. આ વર્ષે પણ સલમાન ખાનના ઘરે બાપ્પાનું ઉત્સાહપૂર્વક ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ સલમાને પોતાના પરિવાર અને નજીકના મિત્રો સાથે ગણેશ ચતુર્થી ઉજવી હતી. આ ઉજવણીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે પોતાના માતા-પિતા, ભાઈ, બંને બહેનો અને તેમના પરિવાર સાથે જોવા મળી રહ્યો છે.

સૈફ અલી ખાન: બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ દર વર્ષે ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવે છે. તેમના બંને પુત્રો તૈમૂર અને જેહ પણ ગણેશ પૂજામાં ભાગ લે છે. આ વર્ષે પણ તેમણે પર્યાવરણને અનુકૂળ ઈકો ફ્રેન્ડલી નાના બાપ્પાનું સ્વાગત કર્યું.

શાહરૂખ ખાન: બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના ઘરમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોનું પાલન કરવામાં આવે છે. જેમ તેમના ઘરમાં ઈદ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, તેવી જ રીતે બધા હિન્દુ તહેવારો પણ એ જ પ્રકારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે શાહરૂખ ખાનના ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.

સોનાક્ષી સિંહા: ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ, ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. સોનાક્ષી અને તેના પતિ ઝહીર ઈકબાલે ભગવાન ગણેશની શ્રધ્ધાપૂર્વક પૂજા આરતી કરી હતી.

સારા અલી ખાન: સૈફ અલી ખાનની પુત્રી અને અભિનેત્રી સારા અલી ખાન ઘણીવાર કેદારનાથ અને વૈષ્ણો દેવીની મુલાકાત લે છે. સારા દર વર્ષે ભગવાન ગણેશનું ધામધૂમથી સ્વાગત કરે છે.

હિના ખાન: ટીવી અભિનેત્રી હિના ખાને આ વર્ષે તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી, હિના હવે રોકી સાથે ગણેશ ચતુર્થી ઉજવતી જોવા મળે છે. હિના દર વર્ષે ભગવાન ગણેશની પૂજા કરે છે.

રૂબીના દિલેક: અભિનેત્રી રૂબીના દિલેક પણ ગણેશજીની ભક્ત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂબીના પોતાના ઘરે બાપ્પાની મૂર્તિ લઈને આવી છે, જેના ફોટા તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

સોહા અલી ખાન: સૈફની બહેન, અભિનેત્રી સોહા અલી ખાન પણ ભગવાન ગણેશની મોટી ભક્ત છે. સોહા પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ પણ સ્થાપિત કરે છે.

દેવોલીના ભટ્ટાચાર્ય: દેવોલીના ભટ્ટાચાર્યએ પણ તેના પતિ શાહનવાઝ અને પુત્ર જોય સાથે ગણેશ ચતુર્થી ઉજવી હતી. અલગ અલગ ધર્મના હોવા છતાં, દેવોલીના અને તેમના પતિ બંને એકબીજાના તહેવારો અને પરંપરાઓનું ખૂબ સારી રીતે પાલન કરે છે.

શહીર શેખ: મુસ્લિમ હોવા છતાં, ટીવી સ્ટાર શહીર શેખ દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. પછી તે ઈદ હોય કે દિવાળી. શહીર દર વર્ષે ગણેશ ચતુર્થી પણ ઉજવે છે.
ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. તે સમયે દેશમાં આઝાદીની લડાઈ ચાલી રહી હતી. આવી સ્થિતિમાં લોકોમાં એકતા અને દેશભક્તિની ભાવના જાગૃત કરવાના હેતુથી તિલક ગણેશ ઉત્સવના નામે ગણેશ ઉત્સવ ઉજવતા હતા. આ પછી ગણેશ ઉત્સવ પરંપરા બની ગઇ અને હવે સમગ્ર દેશમાં દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવ શરૂ થાય અને 10 દિવસ સુધી લોકો હોશે હોશે ઉજવણી કરે અને દશમાં દિવસે બાપ્પાની મૂર્તિનુ વિસર્જન કરીને વિદાય આપે છે. ગણેશ ઉત્સવને લગતા સમાચાર માટે અહીં ક્લિક કરો.