AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા, ખેડૂતોની સાથે નોંધાવ્યો વિરોધ- Video

વાવ થરાદના ખેડૂતોને છેલ્લા કેટલાય દિવસોથી બટાટાના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. ભાવ ગગડતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતોની સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ગળામાં બટેટાનો હાર પહેરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2026 | 7:35 PM
Share

વાવ થરાદમાં બટાટાના ભાવ ગગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા કેટલાય દિવસોથી બટાટાના ભાવ તળિયે જતા ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સતાવી રહી છે. આ જ મુદ્દે ખેડૂતોએ આજે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોની સાથે સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસ નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો. ગેનીબેન ગળામાં બટાકાનો હર પહેરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. લાખણી, દિયોદર અને ડીસા તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યુ છે પરંતુ ભાવ ગગડતા ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે.

બટાકાના ભાવ ગગડતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. ગત વર્ષે 20 કિલો બટાકાના ખેડૂતોને 200 થી 250 રૂપિયા સુધીનો ભાવ મળતો હતો. જે ચાલુ વર્ષે ઘટીને સાવ તળિયે આવી ગયો છે અને ખેડૂતોને 80 થી 150 સુધીનો ભાવ મળી રહ્યો છે. આ જ કારણથી ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા બટાકાના હાર બનાવી રોષ વ્યક્ત કર્યો. લાખણીના ખેડૂતો બટાકાના ભાવ ન મળતા અનોખો વિરોધ કર્યો. કલેક્ટર કચેરીએ કોંગ્રેસ અને ખેડૂતોની બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર પણ પહોંચ્યા. તેમણે પણ ખેડૂતોની સાથે ગળામાં બટાટાના હાર પહેરી વિરોધ વ્યક્ત કર્યો. ખેડૂતોને ગત વર્ષ કરતા આ વર્ષે મણ પર રૂ 100 થી રૂ130નું નુકસાન થઈ રહ્યુ છે.

Input Credit- Dinesh Thakor- Banaskantha

ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ, પોલીસે નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી- Video

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">