ઈડી
હાલ દેશમાં ઈડીની ખુબજ ચર્ચા થઈ રહી છે. દિવસે ને દિવસે અલગ અલગ પાર્ટીના નેતા, વ્યાપારી તથા અન્ય લોકોની જગ્યાઓ પર ઈડીના દરોડા પડી રહ્યા છે. તમે પણ સમાચાર ટીવી મીડિયામાં કે છાપામાં ઈડી વિષે સાંભળ્યું કે વાંચ્યું હશે.
આ એક કેન્દ્રીય તપાસ સંસ્થા છે. આ સંસ્થા Money Laundering એટલે કે પૈસાની ગેરકાયદે હેરાફેરી, વિદેશી વિનિમય કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો તથા સંસ્થા પર કાર્યવાહી કરે છે. Money Launderingમાં કાળું ધન હોય છે તેને ગેરકાયદાકીય રીતે હવાલા તથા અન્ય રીતે વિદેશોમાં મોકલવામાં આવે છે તથા ત્યાં મોકલાયેલ રકમમાંથી ટુકડે ટુકડે ત્યાંની સેલ કંપનીમાં વહેંચી દેવામાં આવે છે.
શરૂઆતમાં આ ડીપાર્ટમેન્ટનું નામ “Enforcement Unit” એટલે કે “અમલીકરણ એકમ” રાખવામાં આવ્યું હતું. ત્યારના સમયમાં આ યુનિટ આર્થિક બાબતોનો વિભાગનો એક ભાગ હતો. આ યુનિટને વર્ષ 1956માં ભારતના બંધારણના એક એક્ટ ફેરા કે જે Foreign Exchange Regulation Act, 1947 બનાવવામાં આવ્યું હતું.
આ એક ખુબજ નાનું યુનિટ હતું જેનું મુખ્ય મથક દિલ્લીમાં હતું. આ યુનિટમાં 1 ડિરેક્ટર, RBIના અમુક અધિકારી તથા પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થતો હતો. ત્યારના સમયમાં પુરા ભારતમાં આ યુનિટ કેવળ 2 બ્રાન્ચ બોમ્બે અને કલકત્તામાં હતી. વર્ષ 1960માં આ યુનિટનું નામ બદલીને Enforcement Directorate કરી દેવામાં આવ્યું હતું.