AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીન અમેરિકામાં ડ્રગનું મસમોટુ નેક્સસ ફેલાવી કઈ જૂની દુુશ્મનીનો બદલો લઈ રહ્યુ છે? શું તેના તાર ઓપિયમ વોર સાથે જોડાયેલા છે?-વાંચો 

મેક્સિકોમાં વિશ્વના મોસ્ટ વોન્ટેડ ડ્રગ તસ્કરના મોત બાદ હિંસા ભભૂકી ઊઠી છે. પશ્ચિમના જાલિસ્કોથી શરૂ થયેલું તાંડવ હવે અનેક રાજ્યો સુધી ફેલાવું છે. મેન્ચોની ગેંગ જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા, વાહનો સળગાવ્યા અને સરકારી સંપત્તિને નિશાન બનાવી છે. આ ડ્રગ તસ્કરીનું આખા નેક્સસ પાછળ ચીનનો હાથ હોવાનુ કહેવાય છે ત્યારે ચીનનું આ સમગ્ર ડ્રગ કાર્ટેલ સાથે શું કનેક્શન છે અને ચીન અમેરિકા સાથે ક્યો જુનો બદલો લઈ રહ્યુ છે. શું ચીન અફીણ યુદ્ધ (Opium Wars) નો બદલો અમેરિકા સાથે લઈ રહ્યુ છે? -વાંચો

ચીન અમેરિકામાં ડ્રગનું મસમોટુ નેક્સસ ફેલાવી કઈ જૂની દુુશ્મનીનો બદલો લઈ રહ્યુ છે? શું તેના તાર ઓપિયમ વોર સાથે જોડાયેલા છે?-વાંચો 
| Updated on: Feb 24, 2026 | 2:32 PM
Share

મેક્સિકોમાં વિશ્વના મોસ્ટ વોન્ટેડ ડ્રગ તસ્કરના મોત બાદ હિંસા ભભૂકી ઊઠી છે. પશ્ચિમના જાલિસ્કોથી શરૂ થયેલું તાંડવ હવે અનેક રાજ્યો સુધી ફેલાવું છે. મેન્ચોની ગેંગ જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા, વાહનો સળગાવ્યા અને સરકારી સંપત્તિને નિશાન બનાવી છે.  વિશ્વના મોસ્ટ વોન્ટેડ ડ્રગ તસ્કર, અલ મેન્ચોના મૃત્યુ બાદ મેક્સિકોમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. અલ ​​મેન્ચોને મેક્સીકન સેના દ્વારા પશ્ચિમ મેક્સીકન રાજ્ય જાલિસ્કોમાં એક ખાસ ઓપરેશનમાં પકડવામાં આવ્યો, પરંતુ તેનું કસ્ટડીમાં મોત થયું હતું. ત્યારબાદ, અલ મેન્ચોની ગેંગ, CJNG એટલે કે જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલના સભ્યો બેફામ થઈ ગયા. તેઓ બંદૂકો સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા, વાહનોને આગ ચાંપી દીધી, સરકારી ઇમારતો અને બેંકોને બાળી નાખી અને એરપોર્ટ પર ગોળીબાર કર્યો. આખો દેશમાં યુદ્ધની સ્થિતિ ઊભી થઈ ગઈ. સરકારે સેના તૈનાત કરી છે, પરંતુ તેઓ પણ ડ્રગ કાર્ટેલ સામે લાચાર દેખાય છે.

ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ અમેરિકા ચીનને માસ્ટરમાઈન્ડ ગણાવી રહ્યુ છે ત્યારે ચીનનું આ ડ્રગ કાર્ટેલ સાથે શું કનેક્શન છે અને તેમા અપ્રત્યક્ષ રીતે ચીન કઈ રીતે કામગીરી કરી રહ્યુ છે. ચીન અમેરિકા સાથે ભૂતકાળની કઈ વાતનો બદલો લઈ રહ્યુ છે? એ તમામ ઘટનાક્રમ વિશે આજે આપને જણાવશુ. એ પહેલા મેક્સિકોમા હાલ નિર્માણ પામેલી સ્થિતિ વિશે મોટી મોટી પૂર્વભૂમિકા જાણી લઈએ.

મેક્સિકોમાં હાલ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. એક ડ્રગ માફિયાની હત્યા બાદ ડ્રગ માફિયાની હત્યા બાદ, જેલિસ્કો, ગુઆનાજુઆટો, નાયરિટ, મિચોઆકન અને તામૌલિપાસમાં બસો, ટ્રક અને કારને આગને હવાલે કરી દેવામાં આવી છે. એટલું જ નહીં એરપોર્ટ પર પણ ડ્રગ્સ માફિયાના સમર્થકોએ ભારે ઉત્પાત મચાવ્યો છે. અંધાધૂંધ ગોળીબારને પગલે ઍરપોર્ટ પર અફરાતફરી મચી ગઇ. તો પ્લેનને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

મેક્સિકોમાં છેલ્લા 40 થી 45 વર્ષથી ડ્રગ કાર્ટેલ સક્રિય છે અને મેક્સિકોની વસ્તી જ્યારે 13 કરોડ છે ત્યાં 150 થી વધુ ડ્રગ કાર્ટેલ સક્રિય છે. આ ગેંગ લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનુ ડ્રગ્સ અમેરિકાને વેચે છે.

આ ગેંગના 75 હજારથી વધુ સાગરીતો પ્રાઈવેટ આર્મીના રૂપે કામ કરે છે. આ ડ્રગ તસ્કરીના જે અલગ અલગ ગૃપ છે તેમા સૌથી મોટુ માસ્ટમાઈન્ડ ગૃપ CJNG છે. કાર્ટેલ દ જેલિસ્કો નુવા જનરેશન છે. આ જ ગૃપનો માસ્ટરમાઈન્ડ અને માલિક હતો અલમાન્ચો. આ અલગ અલગ ગૃપોને અમેરિકામાં ડ્રગ્સ વેચવુ એટલુ આસાન નહોંતુ પરંતુ ચીનની મદદથી આ શક્ય બને છે. અને આ જ કારણ છે કે ટ્રમ્પ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેમણે કહ્યુ હતુ કે તેઓ ચીન પર સખ્ત કાર્યવાહી કરશે.

ડ્રગ સાથે ચીનનું શું છે કનેક્શન?

ચીન ફેન્ટનિલ નામની ડ્રગ અમેરિકાને વેચે છે. પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ કેનેડા અને મેક્સ્કોના માધ્યમથી અમેરિકા આ ડ્રગ અમેરિકાને વેચે છે. ફેન્ડનિલ ડ્રગ ઘણુ ખતરનાક ગણાય છે. જે માર્કેટમાં રહેલી અન્ય અસાધારાણ ડ્રગ્સની તુલનામાં તે અનેકગણુ ઘાતક છે. આ ઘાતક ડ્રગને વેચવા માટેની તરકીબ કેનેડા અને મેક્સિકોથી અપનાવવામાં આવે છે.

ચીન કેવી રીતે અમેરિકામાં પહોંચાડે છે ફેન્ટનિલ નામનું ઘાતક ડ્રગ?

સૌપ્રથમ ડ્રગ તસ્કર અમેરિકામાં માલ વેચે છે. એ સમયે ત્યાં હાજર કોઈ ચાઈનિઝ વ્યક્તિ એ વેચેલા માલના પૈસાને ચીનની કરન્સી યુઆનમાં કન્વર્ટ કરે છે, યુઆનનું કન્વર્જન એક સામાનના રૂપે મેક્સિકો પહોંચે છે. મેક્સકોમાં સામાન વેચીને ફરીથી મેક્સિકન કરન્સી વસુલવામાં આવે છે. આ આખુ નેક્સસ ચીનની મદદથી ચાલે છે. આ દરમિયાન જે કમાણી થાય છે તે જ પૈસાથી તેઓ રાજકીય પક્ષોને ભંડોળ પણ આપે છે. એટલે કે સમાનાંતર સરકાર ચાલે છે. આ ડ્રગ કાર્ટેલ ચલાવનારી ગેંગ 25000 કરોડ રૂપિયાનું ભંડોળ ચૂંટણી દરમિયાન આપે છે.

ફેન્ટનિલ નામના ડ્રગને તેઓ હેરોઈન, મારીજુઆના અને અફીણથી પણ સસ્તી કિમતે એક્સપોર્ટ મારી દે છે.

શું છે ફેન્ટનિલ?

ફેન્ટનિલ હેરોઈન કરતા 50 ગણુ વધારે સ્ટ્રોંગ છે

  • આ ડ્રગને કારણે અમેરિકામાં પ્રતિદિન 150થી વધુ લોકોના મોત થાય છે.
  • માત્ર 2 ML (મિલીગ્રામ) ફેન્ટનિલ પણ ઘાતક સાબિત થઈ શકે છે
  • 1 મિલિગ્રામ ફેન્ટનિલ 50 મિલિગ્રામ હેરોઈનની બરાબર છે
  • 1 મિલિગ્રામનું ફેન્ટનિલ 67 મિલીગ્રામ ઓક્સિકોડોનની બરાબર છે
  • 1 મિલિગ્રામનું ફેન્ટનિલ 100 મિલીગ્રામ મોર્ફિનની બરાબર છે

તેનાથી અંદાજો લગાવી શકાય કે તેની સ્ટ્રેન્ગ્થ કેટલી વધુ છે અને તે કેટલુ ઘાતક હોઈ શકે છે. આ ડ્રગ ચીન બનાવે છે અને તેને અમેરિકામાં વેચે છે. આ ડ્રગ મેમરી લોસ, મેમરી ઈશ્યુ, ડ્રોવનીનેસ, અનકોનશ્યિસનેસ બોડીમાં પેદા કરે છે, જેના કારણે દરરોજ અમેરિકામાં 150 થી 200 લોકોના મોત થાય છે. આ ડ્રગને કારણે અમેરિકાને અપ્રત્યક્ષ રીતે 1.5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થાય છે. આટલા લોકોના મોત થાય છે તો તેના કારણે અર્થતંત્રને પણ નુકસાન થાય છે. આનાથી અંદાજો લગાવી શકાય કે કેટલી ઘાતક આ ડ્રગ છે.

આ ડ્રગનો કારોબાર ચીનથી શરૂ થાય છે આ સમગ્ર ડ્રગનો કારોબાર ચીનથી હેન્ડલિંગ થાય છે. અસલમાં ચીન અમેરિકા સાથે જુનો બદલો લઈ રહ્યુ છે. હાલમાં અમેરિકામાં જે લોકો છે એ એક સમયે યુરોપિયન-બ્રિટીશર્સ હતા. એ બ્રિટીશર્સે ચીનની પ્રોગ્રેસને રોકવા માટે તેને ત્યા અફીણ વેચી હતી. ચીનના યુવાધનને અફીણના રવાડે ચડાવ્યુ હતુ. જેના કારણે વર્ષો સુધી ચીન અને બ્રિટન વચ્ચે વર્ષો સુધી અફીણ યુદ્ધ (Opium Wars) ચાલ્યુ હતુ. ભારતની આઝાદી પહેલા આ યુદ્ધ ચાલ્યુ હતુ. જે બ્રિટીશર્સ અને ચાઈનિઝ વચ્ચે ચાલ્યુ હતુ.

ચીન અને બ્રિટન વચ્ચે વર્ષો સુધી ચાલેલુ ઓપિયમ વોર શું હતુ? (1839–1842)

એ સમયગાળા દરમિયાન ચીન વિશ્વની મોટી અર્થવ્યવસ્થા ધરાવતું હતું અને યુરોપિયન દેશો સાથે તેનો વેપાર ચાલતો હતો. ચીનમાંથી ચા, રેશમ અને ચીની માટીના વાસણોની (porcelain) યુરોપમાં ખૂબ માંગ રહેતી. બ્રિટનને ચીન સાથે વેપારમાં નુકસાન થતું હતું કારણ કે ચીન યુરોપિયન માલ ઓછો ખરીદતું હતું. આ નુકસાન સંતુલિત કરવા માટે યુકે એ ભારતમાં ઉગાડવામાં આવતું અફીણ ચીનમાં ગેરકાયદેસર રીતે વેચવાનું શરૂ કર્યું. અફીણના વ્યસનથી ચીનમાં ગંભીર સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થઈ.

એ સમયે ચીનના શાસકોએ અફીણ પર પ્રતિબંધ મૂક્યો અને મોટી માત્રામાં અફીણ જપ્ત કરી નષ્ટ કર્યું. આ પગલાંથી બ્રિટન ગુસ્સે થયું અને યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં બ્રિટન જીત્યું અને 1842માં નાનકિંગની સંધિ (Treaty of Nanking) થઈ. આ સંધિ હેઠળ ચીને હોંગકોંગ બ્રિટનને સોંપ્યું. કેટલાક બંદરો બ્રિટિશ વેપાર માટે ખુલ્લા મૂકવા પડ્યા અને ચીને મોટુ વળતર પણ ચુકવવુ પડયુ. બસ આ જ વાતનો બદલો ચીન લઈ રહ્યુ છે.

ઓપિયમ યુદ્ધમાં ચીનની હારને કારણે તેની રાજકીય શક્તિ નબળી રડી. ચીનમાં વિદેશી તાકતોનો પ્રભાવ વધ્યો. આ સમયગાળાને ચીનના ઈતિહાસમાં સેન્ચ્યુરી ઓફ હ્યુમિલિએશન તરીકે ઓળખવામાં આવે છે. અંતે આ ઘટનાઓએ ચીનમાં રાજકીય પરિવર્તન અને રાષ્ટ્રવાદી ચળવળોને પ્રોત્સાહન આપ્યું.

ઓપિયમ વોર વેપાર અને નશીલા પદાર્થના કારણે થયેલ યુદ્ધો હતા, જેમાં બ્રિટન અને તેના સાથી દેશોએ ચીનને સૈન્યશક્તિથી દબાવી વેપારના હક્કો મેળવ્યા. આ યુદ્ધોએ ચીનના ઇતિહાસની દિશા બદલી નાખી.

Breaking News: કોર્ટ રૂમમાં પહોંચતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી કીર્તિ, કોર્ટે જામીન આપતા જ બોલી હર-હર મહાદેવ

Follow Us
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">