AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બગડેલ બાંગ્લાદેશને ભારતનો સણસણતો જવાબ, ચિકન નેક સુધી ધરતી ફાડીને બનાવશે અંડરગ્રાઉન્ડ રેલવે લાઈન

ભારતે તેની દુખતી નસ ગણાતી ચિકનનેકને સુરક્ષિત કરવા માટેનો પ્લાન તૈયાર કરી દીધો છે. ચિકન નેક મુદ્દે ભારતે માસ્ટર સ્ટ્રોક રમતા પાતાળનો દાંવ ચાલ્યો છે. તેનાથી ચીન અને બાંગ્લાદેશ બંને માથુ ખજવાળતા રહી ગયા છે. હવે ત્યાં અંડર ગ્રાઉન્ડ રેલવે દોડવા લાગશે. જેનાથી પૂર્વોત્તરને જોડનારો આ વિસ્તાર ઘણો સુરક્ષિત થવાનું મનાઈ રહ્યુ છે. 

બગડેલ બાંગ્લાદેશને ભારતનો સણસણતો જવાબ, ચિકન નેક સુધી ધરતી ફાડીને બનાવશે અંડરગ્રાઉન્ડ રેલવે લાઈન
| Updated on: Feb 05, 2026 | 9:57 PM
Share

ભારત પશ્ચિમ બંગાળના સિલિગુડી કોરિડર (ચિકન નેક) માં 40 કિલોમીટરની લાંબી અંડરગ્રાઉન્ડ રેલવે લાઈન બનાવી રહ્યુ છે. આ પરિયોજના પૂર્વોત્તરને સુરક્ષિત, તેજ અને નિર્બાંધ જોડવા માટે છે. યુદ્ધ કે સંકટના સમયે સૈનિકોને, ઈંધણ અને જરૂરી સામાનોની સપ્લાય સુરક્ષિત રીતે થઈ શકશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે પશ્ચિમ બંગાળમાં સ્થિત લગભગ 40 કિલોમીટર લાંબો સિલિગુડી કોરિડોરમાં અંડરગ્રાઉન્ડ રેલવે ટ્રેક બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યુ છે. તેમણે કહ્યુ કે પૂર્વોત્તરને દેશના બાકી હિસ્સા સાથે જોડનારો આ રણનીતિક કોરિડોર માટે વિશેષ યોજના બનાવવામાં આવી છે. અહીં રેલવે ટ્રેક જમીન નીચે બિછાવવામાં આવશે અને વર્તમાન ટ્રેકોને ચાર લાઈન કરવામાં આવશે. આ અંડરગ્રાઉન્ડ રેલ લાઈન ટીન માઈલ હાટથી રંગાપાની સુધી બનાવવામાં આવશે અને તેની ઉંડાઈ લગભગ 20 થી 24 મીટરની હશે.

ટિન માઈલ હાટ અને રંગાપાની જ કેમ?

તેનો જવાબ ભૂગોળમાં છે. ટિન માઈલ હાટ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં રંગાપાની બ્લોકમાં છે. જે સિલિગુડી થી લગભગ 10 કિલોમીટર દૂર છે. આ વિસ્તાર બાંગ્લાદેશ સીમાની ઘણી નજીક છે. બાંગ્લાદેશનો પંચગઢ જિલ્લો અહીંથી માત્ર 68 કિમી દૂર છે.

ભારત માટે કેમ મહત્વનું છે ચિકન નેક

ચિકન નેક એક ઘણી પાતળી જમીની પટ્ટી છે. લગભગ 22 કિલોમીટર પહોંળી, જે ભારતના મુખ્ય હિસ્સાને તેના 8 પૂર્વોત્તર રાજ્યો સાથે જોડે છે. અહીંથી અનેક માર્ગો પસાર થાય છે. રેલવે લાઈન, ઈંધણ માટેની પાઈપલાઈન અને સેનાની સપ્લાઈન લાઈન પણ અહીંથી ચાલે છે.વ્યુહાત્મક દૃષ્ટિએ આ વિસ્તાર ઘણો સંવેદનશીલ છે. દક્ષિણ બાંગ્લાદેશ, પશ્ચિમ નેપાળ, ઉત્તર પૂર્વમાં ચુમ્બી વૈલી, ચુમ્બી વૈલામાં ચીની સેનાને વ્યુહાત્મત સરસાઈ હાંસિલ છે. એવામાં સંકટની સ્થિતિમાં આ કોરિડોર અનેક દિશાએથી દબાવમાં આવી શકે છે. જો અહીં રસ્તો બાધિત થાય છે તો સમગ્ર પૂર્વોત્તર વિસ્તાર કટ થઈ શકે છે. ચીનને અડેલી લગભગ સીમાઓ ખાસ કરીને સિક્કિમ અને અરૂણાચલમાં ભારતની સ્થિતિ નબળી પડી શકે છે.

અંડર ગ્રાઉન્ડ રેલવે કેવી રીતે મદદ કરશે?

રેલ માલ પરિવહન માટે સૌથી ઝડપી માધ્યમ છે. એક જ માલગાડી 300 ટ્રક જેટલું પરિવહન કરી શકે છે. હાલમાં, ચિકન નેકનું મોટાભાગનું રેલ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જમીનથી ઉપર છે, જેના કારણે તે મિસાઈલ હુમલા, ડ્રોન હુમલા અથવા કુદરતી આફતો માટે સંવેદનશીલ બને છે. સંરક્ષણ નિષ્ણાત સંદીપ ઉન્નિથનના મતે, ભૂગર્ભ રેલવે લાઇન હવાઈ, તોપખાના અને ડ્રોન હુમલાઓથી સુરક્ષિત રહેશે. યુદ્ધ દરમિયાન, સૈનિકો, ઈંધણ અને જરૂરી સામાનોની સપ્લાય કોઈ રૂકાવટ વિના ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું કે ભૂગર્ભ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શોધવા મુશ્કેલ છે અને પહેલી વાર હુમલામાં પણ તે સુરક્ષિત રહે છે. આ ભારતની ટનલ-નિર્માણ ક્ષમતાઓ અને મોટા વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવાની તેની ક્ષમતા પણ દર્શાવે છે.

અત્યારે તેની જરૂર કેમ પડી?

છેલ્લા એક દાયકામાં, ચીને ડોકલામ અને અરુણાચલ પ્રદેશની સરહદો નજીક ઝડપથી બધા હવામાનમાં કામ કરી શકે તેવી માળખાકીય સુવિધાઓનું (ઓલ વેધર ઈન્ફ્રાસ્ટ્રક્ચર) નિર્માણ કર્યું છે. આ દરમિયાન, બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ વધ્યો છે. તાજેતરના મહિનાઓમાં, બાંગ્લાદેશમાં કેટલાક કટ્ટરપંથી જૂથોએ ચિકન નેક કાપી નાખવાની ધમકી પણ આપી છે. વધુમાં, બાંગ્લાદેશે લાલમોનિરહાટ એરબેઝનો પુનઃવિકાસ શરૂ કર્યો છે.

રણનીતિ અને રાજનીતિ એક જ સૂરમાં

આ ઉપરાંત આ રેલ રૂટ ન માત્ર છુપાયેલી અને મજબુત હશે પરંતુ તેની ભૂગર્ભ રચનાને સેટેલાઇટ દ્વારા શોધવાનું પણ મુશ્કેલ બનશે. વધુમાં, તેના પર હુમલો કરવો મુશ્કેલ બનશે અને તેને ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે આ દર્શાવે છે કે ભારતની ટનલ બનાવવાની ક્ષમતા પરિપક્વ થઈ ગઈ છે અને તે ટૂંકા સમયમાં મોટા વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ હાથ ધરી શકે છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. તેમણે કહ્યું કે આ વ્યૂહાત્મક નબળાઈને 1971 પછી દૂર કરવી જોઈતી હતી. હવે, આ ભૂગર્ભ રેલ લિંક નોર્થ-ઈસ્ટ માટે સુરક્ષા કવચ પૂરું બનશે.

હાથ ઘસતુ રહી જશે બાંગ્લાદેશ

છેલ્લા એક દાયકાથી, ચીન ડોકલામ અને અરુણાચલ પ્રદેશ નજીક ઓલ-વેધર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મોટું નેટવર્ક બનાવી રહ્યું છે. બાંગ્લાદેશમાં તાજેતરના રાજકીય ઉથલપાથલથી ભારતના તણાવમાં વધુ વધારો થયો છે, અને બંને દેશો વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાય વર્ષોના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. તાજેતરના મહિનાઓમાં, બાંગ્લાદેશમાં ઉગ્રવાદી અવાજોએ ભારતના ચિકન નેકને કાપી નાખવાની ધમકી આપતા નિવેદનો પણ વધાર્યા છે. વધુમાં, રંગપુરમાં સિલિગુડી કોરિડોર નજીક લાલમોનિરહાટ એરબેઝને ફરીથી વિકસાવવાના બાંગ્લાદેશના તાજેતરના પગલાથી નવી દિલ્હીના સંરક્ષણ વર્તુળોમાં અસ્વસ્થતા ફેલાઈ છે, પરંતુ સરકારના આ પગલાથી બંને પડોશીઓ ચીન અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધ્યો છે.

અહીંથી થઈ વિવાદની શરૂઆત

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારથી થઈ જ્યારે બાંગ્લાદેશની વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસ અને કેટલાક વિદ્યાર્થી નેતાઓએ ભારતના પૂર્વોત્તર રાજ્યોને વિશે ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા.ભારત સરકાર આ ટિપ્પણીઓને બિલકુલ હલકામાં નથી લઈ રહી. તાજેતરના દિવસોમાં, હસનત અબ્દુલ્લા જેવા બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓએ ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા હતા જેમા તેમણે ચિકનનેકને કાપવાની વાતો કરી હતી.

ચિકન નેક ભારત માટે માત્ર ભૂગોળીય માર્ગ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતાનો આધારસ્તંભ છે. આ સંવેદનશીલ વિસ્તારમાં ભૂગર્ભ રેલવે લાઇનનું નિર્માણ ભારતની લાંબા ગાળાની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા છે. જમીન નીચે પસાર થતી ટ્રેનો સંકટકાળમાં લોજિસ્ટિક્સને અખંડ રાખશે અને દુશ્મનના હુમલાઓને નિષ્ફળ બનાવશે. આ યોજના પૂર્વોત્તર રાજ્યોમાં આર્થિક ગતિ, વ્યાપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે. પડોશી દેશોમાં બદલાતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે ભારતે પોતાની નબળાઈને શક્તિમાં ફેરવવાનો આ પ્રયાસ વ્યૂહાત્મક દૃષ્ટિએ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

આ ઉપરાંત, આ પ્રોજેક્ટથી ભારતની ટનલ નિર્માણ ક્ષમતાનો વિશ્વાસ વધશે અને ભવિષ્યના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોને ઝડપી રીતે અમલમાં મૂકવાનો માર્ગ ખુલશે. ઉત્તરપૂર્વ વિસ્તારમાં રોજગાર, પરિવહન સુવિધા અને રોકાણમાં વધારો થવાથી સ્થાનિક વિકાસને પણ નવી દિશા મળશે.

ICC T20 WC 2026: ભારતની આ ચાલથી બર્બાદ થઈ જશે પાકિસ્તાન ક્રિકેટ, ટીમ ઈન્ડિયા કોલંબો જશે, ટોસ માટે મેદાન પર આવશે સૂર્યકુમાર યાદવ

LG હોસ્પિટલના ICUમાં ગંદી ચાદરો, ભેજવાળી દીવાલો અને તંત્રની નિષ્ફળતા..
LG હોસ્પિટલના ICUમાં ગંદી ચાદરો, ભેજવાળી દીવાલો અને તંત્રની નિષ્ફળતા..
અજમાની મબલખ આવક પરંતુ પુરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન
અજમાની મબલખ આવક પરંતુ પુરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન
અમદાવાદના જમાલપુરના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે
અમદાવાદના જમાલપુરના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે
ગુજરાતના લોક કલાકારોની માંગ, કોંગ્રેસ નેતા લાલજી ચાવડા માફી માગે
ગુજરાતના લોક કલાકારોની માંગ, કોંગ્રેસ નેતા લાલજી ચાવડા માફી માગે
રૂપિયા પુરા લેતા સોના ચાંદીના વેપારીઓ, ઓછા વજનના દાગીના પધરાવતા હતા
રૂપિયા પુરા લેતા સોના ચાંદીના વેપારીઓ, ઓછા વજનના દાગીના પધરાવતા હતા
Breaking News : હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો
Breaking News : હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો
જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક
જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક
3 વર્ષમાં જ આવાસ યોજનાનું મકાન ખખડી ગયું
3 વર્ષમાં જ આવાસ યોજનાનું મકાન ખખડી ગયું
શું તમારા વાહનમાં મોડિફાઇડ વ્હાઇટ LED લાઇટ અને હોર્ન છે?
શું તમારા વાહનમાં મોડિફાઇડ વ્હાઇટ LED લાઇટ અને હોર્ન છે?
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
g clip-path="url(#clip0_868_265)">