ચીનથી આવ્યા મોટા સમાચાર… સોના-ચાંદીના નિયમોમાં રાતોરાત ફેરફાર, હવે બદલાઈ જશે ભાવની આખી રમત
વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો કે, આની વચ્ચે ચીનથી એક એવા સમાચાર આવ્યા છે કે, જેણે મોટાભાગના ટ્રેડર્સની ઊંઘ ઉડાડી દીધી છે.

ગોલ્ડ અને સિલ્વર ટ્રેડિંગ સાથે જોડાયેલા રોકાણકારો માટે મોટું અપડેટ સામે આવ્યું છે. Shanghai Gold Exchange એ ગોલ્ડ-સિલ્વર કોન્ટ્રાક્ટ્સમાં માર્જિન રિક્વાયરમેન્ટ અને ડેઈલી પ્રાઈસ લિમિટ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

આ પગલાની સીધી અસર ટ્રેડિંગ કોસ્ટ, રિસ્ક અને બજારની ચાલ પર પડી શકે છે. એક્સચેન્જ મુજબ ગોલ્ડ અને સિલ્વર બંનેમાં નિયમો હળવા કરવામાં આવ્યા છે, જેનાથી ટ્રેડિંગ એક્ટિવિટી વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને બજારમાં નવી વ્યૂહરચનાઓ જોવા મળી શકે છે.

Shanghai Gold Exchange ની નોટિસ મુજબ, ગોલ્ડ-સિલ્વર કોન્ટ્રાક્ટ્સ માટે માર્જિન અને પ્રાઈસ મૂવમેન્ટની મર્યાદામાં કાપ મૂકવામાં આવ્યો છે. ગોલ્ડ કોન્ટ્રાક્ટમાં માર્જિન રિક્વાયરમેન્ટને 21% થી ઘટાડીને 18% કરી દેવામાં આવી છે. ટૂંકમાં, હવે ટ્રેડર્સે પહેલાની સરખામણીએ ઓછી રકમ લગાવવી પડશે.

આ ઉપરાંત ગોલ્ડની ડેઈલી પ્રાઈસ ફ્લકચ્યુએશન બેન્ડને 20% થી ઘટાડીને 17% કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે, એક દિવસમાં કિંમતોમાં ઉતાર-ચઢાવની મર્યાદા પહેલા કરતા થોડી ઓછી રહેશે.

સિલ્વર કોન્ટ્રાક્ટમાં પણ આ જ રીતે ફેરફાર કરવામાં આવ્યા છે. સિલ્વરનો માર્જિન રેશિયો 27% થી ઘટાડીને 24% કરવામાં આવ્યો છે, જ્યારે ડેઈલી પ્રાઈસ લિમિટ 26% થી ઘટાડીને 23% કરી દેવામાં આવી છે.

સરળ ભાષામાં સમજીએ તો, માર્જિન ઘટવાથી ટ્રેડિંગ સસ્તું થઈ જાય છે. ઓછા પૈસામાં પોઝિશન લેવી સરળ બને છે, જેનાથી બજારમાં ભાગીદારી વધી શકે છે. આનો અર્થ એ પણ છે કે, વધારે ટ્રેડર્સ એકસાથે સક્રિય થઈ શકે છે, જેનાથી વોલ્યુમ વધવાની શક્યતા રહે છે. બીજી તરફ, ડેઈલી પ્રાઈસ લિમિટ ઘટાડવાનો હેતુ બજારમાં અતિશય ઉતાર-ચઢાવને નિયંત્રિત કરવાનો માનવામાં આવે છે.

આવા ફેરફારો સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે, જ્યારે 'એક્સચેન્જ' ટ્રેડિંગને સંતુલિત રાખવા માંગતું હોય. ઓછા માર્જિનથી લિક્વિડિટી વધી શકે છે, જ્યારે ઓછી પ્રાઈસ લિમિટથી વોલેટિલિટીને નિયંત્રિત કરી શકાય છે. આનાથી ટ્રેડર્સે વધુ શિસ્તબદ્ધ રીતે પોઝિશન બનાવવી પડી શકે છે.

પ્રાઈસ લિમિટ ઓછી હોવાથી અચાનક આવતી મોટી મૂવમેન્ટ પર લગામ લાગી શકે છે. જો કે, માર્જિન ઘટવાથી ટ્રેડિંગ વધી શકે છે, તેથી એક્ટિવિટી વધારે જોવા મળી શકે છે પરંતુ મૂવમેન્ટ મર્યાદિત દાયરામાં રહી શકે છે.

'ગોલ્ડ અને સિલ્વર'ના આ નાના ફેરફારો કોમોડિટી કોન્ટ્રાક્ટ્સમાં મોટી અસર પેદા કરી શકે છે, કારણ કે તેઓ વૈશ્વિક સેન્ટિમેન્ટ સાથે જોડાયેલા હોય છે. આથી, આગામી દિવસોમાં ટ્રેડિંગ પેટર્ન અને કિંમતોની ચાલ પર બજારની નજર રહેશે.
આ પણ વાંચો: ઘર ખરીદવું છે પણ પૈસા ખૂટે છે ? ચિંતા છોડો, મ્યુચ્યુઅલ ફંડના આ સ્માર્ટ પ્લાનિંગથી થોડા જ વર્ષોમાં તૈયાર કરો ‘મોટું ફંડ’
