બ્રિટન

બ્રિટન

યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન એ ઉત્તરીય આયર્લેન્ડ તરીકે ઓળખાય છે. જે પ્રજાસત્તાક રાષ્ટ્ર છે અને યુરોપીયન ઉપખંડના ઉત્તરપૂર્વ દરિયાકિનારા સામે આવેલું છે. તે ટાપુ દેશ છે, જેમાં ઘણા દ્વીપસમૂહો આવેલા છે જેમાં ગ્રેટ બ્રિટન, આયર્લેન્ડનો ઉત્તરપૂર્વ ભાગ, અને ઘણા નાના ટાપુઓ આવેલા છે.

ઉત્તરીય આયર્લેન્ડ એક માત્ર યુકેનો ભાગ છે. જે જમીન સરહદ સાથે છે, જેમાં આયર્લેન્ડ પ્રજાસત્તાક સાથે ભાગ પડાવે છે. જમીન સરહદ સિવાય યુકેની આસપાસ એટલાન્ટિક સમુદ્ર, ઉત્તર સમુદ્ર, ઇંગ્લીશ ખાડી અને આઇરીશ સમુદ્ર આવેલો છે. સૌથી મોટો ટાપુ, ગ્રેટ બ્રિટન, ફ્રાંસ સાથે ચેનલ ટનલ દ્વારા જોડાયેલો છે. યુનાઇટેડ કિંગડમ બંધારણીય શાસક અને એકરૂપ રાજ્ય છે જેમાં ચાર દેશોનો સમાવેશ થાય છે: ઇંગ્લેડ, ઉત્તરીય આયર્લેન્ડ, સ્કોટલેન્ડ વોલ્સ. તેની સંસદીય પદ્ધતિ દ્વારા તેની લંડનમાં આવેલી સરકારની બેઠક દ્વારા સંભાળ રાખવામાં આવે છે.

લંડન એ રાજધાની જેમાં બેલફાસ્ટ, કાર્ડિફ્ફ અને એડિનબર્ગમાં રાષ્ટ્રીય વહીવટ સોંપવામાં આવ્યો છે. આ ત્રણેય અનુક્રમે ઉત્તરીય આયર્લેન્ડ, વોલ્સ અને સ્કોટલેન્ડની રાજધાનીઓ છે. જર્સી અને ગ્યુર્નસીના ખાડી ટાપુ બેઇલીવિક અને ઇસ્લે ઓફ મેન ક્રાઉન ડેપેન્ડસી છે અને યુકેનો ભાગ નથી.

Read More

ભારતને લૂંટનાર અંગ્રેજોની હાલત ખરાબ…લોકોને ખાવાનું પણ નથી મળી રહ્યું

બ્રિટનમાં વધતી મોંઘવારીને કારણે પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે મધ્યમ વર્ગના લોકો માટે બે ટાઈમનું ભોજન પણ મુશ્કેલ બની ગયું છે. લોકો મૂળભૂત સુવિધાઓ પર ખર્ચ કરવાનું પણ વિચારી રહ્યા છે. બ્રિટનમાં મકાનોના ભાવ આ દેશો કરતા 44 ટકા વધારે છે. જેના કારણે મધ્યમ વર્ગના પરિવારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એશિયનને નામે ભારત સહીતના અન્ય દેશને બદનામ ના કરો, સ્પષ્ટપણે પાકિસ્તાન ગેંગ કહો, એલન મસ્કે પણ કહ્યું સાચું

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર માટે, એશિયન શબ્દનો ઉપયોગ કરવો ખુબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. હવે કીર સ્ટારમરને એશિયન શબ્દના ઉચ્ચાર અંગે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્ધવ શિવસેનાના મહિલા સાંસદ, પ્રિયંકા ચતુર્વેદીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રિટિશ વડા પ્રધાને ઉચ્ચારેલા એશિયન શબ્દનો ભારે વિરોધ કર્યો છે, પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું છે કે, એશિયનના બદલે સ્પષ્ટપણે પાકિસ્તાન કહો. પ્રિયંકા ચતુર્વેદીની આ વાતને એલોન મસ્કે પણ સમર્થન આપ્યું છે.

જ્યારે કેલેન્ડરમાંથી અચાનક ગાયબ થઈ ગયા હતા 10 દિવસ, ઇતિહાસની સૌથી અનોખી ઘટના

વર્તમાનમાં આપણે જે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ તેને વિકસાવવામાં ઘણો સમય લાગ્યો હતો. આ દરમિયાન એવી ઘણી ભૂલો થઈ જેણે સમગ્ર વિશ્વને અસર કરી. આ દરમિયાન એક વિચિત્ર ઘટના એવી બની કે ગ્રેગોરિયન કેલેન્ડરમાંથી 10 દિવસ ગાયબ થઈ ગયા. ત્યારે આ લેખમાં આ 10 દિવસ ગુમ થવા પાછળનું રહસ્ય શું છે, તેના વિશે જાણીશું.

ભારતને ગુલામ બનાવનાર ઈસ્ટ ઈન્ડિયા કંપની આજે વેચે છે ચા-કોફી, જાણો કેવી રીતે બરબાદ થઈ આ કંપની

ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના વર્ષ 1600માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને એશિયામાં વેપાર કરવાનો હતો. 1757માં પ્લાસીના યુદ્ધ પછી કંપનીએ બંગાળ પર શાસન શરૂ કર્યું અને ધીરે ધીરે આ કંપનીએ ભારતમાં રાજકીય અને લશ્કરી નિયંત્રણ વઘાર્યું. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવું તે શું થયું કે આ કંપની બરબાદ થઈ ગઈ.

અંગ્રેજો માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા એ 74,000 ભારતીય સૈનિકોનું શું થયું ? તેમના વિશે તમે શું જાણો છો ?

પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટન તરફથી મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો લડવા ગયા હતા. તેમાં ભારતના હજારો ધોબી, રસોઈયા, વાળંદ અને મજૂરોનો પણ સમાવેશ થાય છે. સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિએ આ સૈનિકોએ ભારતીય સૈન્ય અને તેમની દેશભક્તિ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, પરંતુ તેઓને યુદ્ધ પછી જે સન્માન મળવું જોઇએ એ મળ્યું નથી. ત્યારે આ લેખમાં એ 74,000 ભારતીય સૈનિકો વિશે વિસ્તારથી જાણીશું.

ઇંગ્લેન્ડ, ગ્રેટ બ્રિટન અને યુનાઇટેડ કિંગડમ એક જ છે કે અલગ અલગ ? જાણો તેમના વચ્ચે શું છે તફાવત

બ્રિટિશ ટાપુઓની રાજનીતિ, ભૂગોળ અને ઇતિહાસનું વર્ણન કરવા માટે યુનાઇટેડ કિંગડમ, બ્રિટન અને ઇંગ્લેન્ડ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એક નજરમાં આ ત્રણેય સમાન લાગે છે, પરંતુ ત્રણેય શબ્દો વચ્ચે તફાવત છે. ત્યારે આ લેખમાં ત્રણેય વચ્ચેનો તફાવત જાણીશું.

રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે ભારતીય નહીં, સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં કરી અરજી

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ, રાહુલ ગાંધીની નાગરિકતા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ગયા અઠવાડિયે જ સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. હવે સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંઘીની નાગરિકતાને લઈને કોર્ટનો સંપર્ક કર્યો છે અને માંગ કરી છે કે કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવા હાઈકોર્ટ યોગ્ય આદેશ આપે.

બાંગ્લાદેશ મામલે દિલ્હીમાં હાઇ લેવલ મીટિંગ, NSA એ PM Modi ને આપી સ્થિતીની જાણકારી

વડાપ્રધાન મોદી બાંગ્લાદેશની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પીએમએ હિંસાની સ્થિતિને લઈને તેમના સત્તાવાર નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. કેબિનેટ કમિટીની આ મહત્વની બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર જોડાયા હતા.

બ્રિટનમાં લંડનથી બર્મિગહામ સુધી ફેલાઈ હિંસાની આગ, જાણો કેમ યુકેમાં ફાટી નીકળ્યા તોફાન

UK Roots : ત્રણ છોકરીઓની હત્યા કરનાર હત્યારાની ધરપકડ બાદ પણ બ્રિટનમાં ફાટી નીકળેલા રમખાણો અટકી રહ્યાં નથી. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમેરે પોલીસને હિંસક પ્રદર્શનકારીઓ સાથે કડકાઈથી વર્તવા માટેની સૂચના આપી છે.

બધાને ગુલામ બનાવનાર બ્રિટન પણ એક સમયે હતું ગુલામ, જાણો કોનું હતું રાજ

ઇતિહાસમાં અનેક દેશોને ગુલામ બનાવનાર બ્રિટન પોતે એક સમયે ગુલામ હતું. આ સાંભળીને તમને નવાઈ લાગશે. પરંતુ આ હકીકત છે. બ્રિટન પણ એક સમયે ગુલામ હતું. ત્યારે આ લેખમાં બ્રિટન ક્યારે ગુલામ હતું અને બ્રિટન પર કોનું રાજ હતું તેના વિશે વિસ્તારથી જાણીશું.

Britain update : પોલીસકર્મીઓ સાથે લડાઈ…સ્ટેશનોને આગ લગાડી, બ્રિટનના અનેક શહેરોમાં હિંસા કેમ ફાટી નીકળી?

બ્રિટનમાં એક સપ્તાહ પહેલા એક સગીર છોકરાએ ઘણા લોકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં 3 બાળકોના મોત થયા હતા. આ ઘટના બાદ બ્રિટનના લોકોમાં હિંસા ફાટી નીકળી હતી અને લોકોએ ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હવે આ વિરોધ એટલો વધી ગયો છે કે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ભારતીય નૌકાદળના એ બળવાની કહાની, જેના પછી અંગ્રેજોને છોડવું પડ્યું ભારત

દેશમાં ઘણા એવા આંદોલનો કે બળવા થયા છે, જેમના યોગદાનનો ઉલ્લેખ માત્ર પાઠ્યપુસ્તકોમાં જ જોવા મળે છે. આવો જ એક ભારતીય નૌકાદળના બળવો છે, જેને ભૂલાવી દેવામાં આવ્યો છે કે પછી આપણે ભૂલી ગયા છીએ. ત્યારે આ લેખમાં ભારતીય નૌકાદળના આ બળવા વિશે જાણીશું કે જેના પછી અંગ્રેજોને ભારત છોડવું પડ્યું હતું.

કયા દેશે સૌથી વધુ વખત નાદારી જાહેર કરી છે ? જાણો અમેરિકા, જર્મની, ઈંગ્લેન્ડ જેવા દેશો કેટલી વાર થયા છે નાદાર

વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો દેશ અમેરિકા ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. અમેરિકાનું દેવું સતત વધી રહ્યું છે અને આવકવેરામાંથી આવતી 76 ટકા રકમ તો સીધી આ દેવાના વ્યાજ ચુકવામાં જ જતી રહે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે વિશ્વમાં એવા કેટલા દેશો છે, જે નાદાર થયા છે અને કેટલી વખત નાદારી જાહેર કરી ચુક્યા છે.

ઈંગ્લેન્ડમાં રાજાશાહી ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ ?

ઇંગ્લેન્ડની રાજાશાહીનો ઇતિહાસ અનેક સદીઓ જૂનો છે. એક સમયે ઇંગ્લેન્ડમાં રાજાશાહીનો દબદબો હતો. પરંતુ હવે સંવૈધાનિક રાજાશાહી છે, એટલે કે રાજા અથવા રાણીના અધિકારો ઔપચારિક છે. ઇંગ્લેન્ડમાં રાજાશાહીની શરૂઆત સમયે ઇંગ્લેન્ડ પર સેક્સન તથા ડેઇન્સ રાજાઓનું શાસન હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે ઈંગ્લેન્ડમાં રાજાશાહી ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ ?

રમખાણોની આગમાં ભડકે બળ્યુ બ્રિટન, ઠેર-ઠેર આગચંપી, હુમલાના ભયાનક દૃશ્યોએ વિશ્વને કરી દીધુ સ્તબ્ધ- Video

બ્રિટનના લીડ્સ શહેરમાં રાત્રે ફાટી નીકળેલા રમખાણોએ સમગ્ર શહેરને બાનમાં લીધુ છે. ઠેર-ઠેર આગચંપી અને હુમલાના ભયાનક દૃશ્યોએ બ્રિટન સહિત સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે.

g clip-path="url(#clip0_868_265)">