AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાગેડુ ગેંગ.. વિજય માલ્યા અને લલિત મોદીનો વીડિયો વાયરલ, રાષ્ટ્રીય ભંડોળની ઉચાપત બાદ લંડનમાં મોજશોખ!

ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદીએ લંડનમાં ભવ્યતાથી 63મો જન્મદિવસ ઉજવ્યો, જેમાં વિજય માલ્યા પણ જોડાયા. મોંઘા ક્લબમાં થયેલી આ પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે.

ભાગેડુ ગેંગ.. વિજય માલ્યા અને લલિત મોદીનો વીડિયો વાયરલ, રાષ્ટ્રીય ભંડોળની ઉચાપત બાદ લંડનમાં મોજશોખ!
| Updated on: Dec 01, 2025 | 8:57 PM
Share

ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદી અને વિજય માલ્યાનો લંડનમાં પાર્ટી કરવાનો એક વીડિયો સામે આવ્યો છે. રાષ્ટ્રીય ભંડોળની ઉચાપત બાદ દેશમાંથી ભાગી ગયેલા આ બંને ઉદ્યોગપતિ હવે વિદેશમાં રાજાશાહી જીવન જીવી રહ્યા છે અને મોજશોખમાં વ્યસ્ત છે.

લલિત મોદીએ મનાવ્યો 63મો ભવ્ય જન્મદિવસ

લલિત મોદીએ તાજેતરમાં લંડનમાં એક ધામધૂમથી ભરેલી પાર્ટી સાથે પોતાનો 63મો જન્મદિવસ ઉજવ્યો. આ પાર્ટીમાં તેમના નજીકના મિત્ર અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા પણ ખાસ હાજરી આપી હતી. લલિત મોદીએ પોતે જ પાર્ટીની ઝલક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

મેફેરમાં મોંઘી પાર્ટી – ટેબલ કિંમત ₹1.18 લાખથી શરૂ

પાર્ટી લંડનના મેફેર સ્થિત પ્રતિષ્ઠિત મેડોક્સ ક્લબમાં યોજાઈ હતી, જે તેના ખર્ચાળ વાતાવરણ માટે જાણીતા છે. અહેવાલો અનુસાર ત્યાં એક ટેબલની કિંમત ઓછામાં ઓછી £1,000 (લગભગ ₹1.18 લાખ) છે.

Instagram पर यह पोस्ट देखें

Lalit Modi (@lalitkmodi) द्वारा साझा की गई पोस्ट

વીડિયોમાં શું જોવા મળે છે?

વીડિયો માં “Happy Birthday Lalit – King of Smile” ગીત સાથે લલિત મોદી મિત્રો વચ્ચે નાચતા જોવા મળે છે. ક્લબમાં ડિસ્કો લાઇટિંગ, સજાવટ અને ઉત્સવનું માહોલ સ્પષ્ટ જોવા મળે છે.

પોસ્ટમાં તેમણે પોતાની જીવનસાથી રીમા બૌરીનો આભાર વ્યક્ત કરતાં લખ્યું , “મારા જન્મદિવસ પર મિત્રો અને પરિવાર સાથે મેં કેટલો અદ્ભુત સપ્તાહાંત વિતાવ્યો….

વિજય માલ્યા પણ પાર્ટીમાં નજરે પડ્યા

વીડિયોમાં વિજય માલ્યા પણ જોવા મળે છે. હાલ ભારતમાં ગંભીર આર્થિક ગુનાઓનો સામનો કરી રહેલા બંને ઉદ્યોગપતિ યુનાઈટેડ કિંગડમમાં રહે છે.

લલિત મોદી સામે મની લોન્ડરિંગ અને FEMA ઉલ્લંઘનના કેસો ચાલુ છે અને તેઓ 2010માં ભારત છોડી ગયા હતા. વિજય માલ્યા કિંગફિશર એરલાઇન્સના બાકી દેવા અને આર્થિક ગેરરીતિના કેસોમાં ફરાર જાહેર કરવામાં આવ્યા છે. 2021માં તેમણે યુકેના નાદારીના ઓર્ડર સામેની અપીલ પણ ગુમાવી દીધી હતી.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">