અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનામાં પ્રથમવાર બોઈંગ કંપની સામે અમેરિકામાં દાખલ થયો કેસ, મૃતકના પરિજનોએ લગાવ્યો મોટી બેદરકારીનો આરોપ
અમદાવાદ વિમાન દુર્ઘટનાના ચાર મૃતકોના પરિજનોએ વિમાન બનાવનારી કંપની બોઈંગ અને ફ્યુલ સ્વિચ સપ્લાઈ કરનારી હનીવેલ કંપની સામે કેસ દાખલ કર્યો છે. ઍર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના બાદ બોઈંગ કંપની સામે અમેરિકામાં પ્રથમવાર કેસ થયો છે.

અમદાવાદમાં 12 જૂને થયેલા ઍર ઈન્ડિયા પ્લેન ક્રેશને લઈને અમેરિકી ઍરોસ્પે, કંપની બોઈંગ પર શરૂઆતથી જ સવાલોના ઘેરામાં છે. બોઈંગમાં કામ કરી ચુકેલા તેના પૂર્વ કર્મચારી પણ વ્હીસલ બ્લોઅર બની તેની સત્યતાની પોલ ખોલી ચુક્યા છે. પરંતુ અત્યાર સુધી આ એજન્સીઓનો પ્રયાસ રહ્યો છે કે કોઈને કોઈ પ્રકારે બોઈંગને ક્લિનચિટ મળી જાય. જેથી અમેરિકી છબીને કલંક ન લાગે. પરંતુ 12 જૂને અમદાવાદમાં થયેલા પ્લેનક્રેશમાં 270 મૃતકો પૈકી 4ના પરિજનોએ ઍર ઈન્ડિયાની ફ્લાઈટ 171 માં બેદરકારી અને ખરાબ ફ્યૂલ સ્વિચને દુર્ઘટના માટે જવાબદાર માનતા બોઈંગ કંપની અને હનીવેલ સામે કેસ કર્યો છે. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાલ તમામ 260 યાત્રિકોના મોત થયા હતા.
પીડિતોના પરિજનોએ કર્યો કેસ
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર આ મામલે મંગળવારે અમેરિકાની ડેલાવેયર સુપીરિયર કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ છે. જેમા કહેવાયુ છે કે બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ફ્યૂ સ્વિચ કદાચ અજાણતા અથવા અજ્ઞાત કારણોસર બંધ થઈ ગઈ. જેનાથી એન્જિનમાં ફ્યૂલ સપ્લાય બંધ થઈ ગયો અને ટેકઓફ માટે એન્જિનને જેટલી શક્તિ જોઈએ તે મળી શકી નહીં. બોઈંગ માટે આ સ્વિચ હનીવેલ કંપની બનાવે છે. કેસમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે આ બંનેને તેનાથી જોડાયેલા જોખમો વિશે ખબર હતી. ખાસકરીને અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ પહેલા પણ બોઈંગના અનેક વિમાનોમાં લોકિંગ મિકેનિઝમને લઈને ચેતવણી આપી હતી. પરંતુ છતા તેમના પર ધ્યાન આપવામાં આવ્યુ નહીં.
બોઈંગ, હનીવેલ પર ગંભીર આરોપ
ફરિયાદમાં કહેવાયુ છે કે ફ્યૂલ સ્વિચને સીધી થર્સ્ટ લીવરની પાછળ રાખીને બોઈંગે એ વાતની ગેરંટી આપી દીધી કે સામાન્ય કોકપીટ ગતિવિધિઓમાં પણ અજાણતા કટઓફ થઈ શકે છે. હનીવેલ અને બોઈંગે આ અનિવાર્ય ઘટનાને રોકવા માટે શું કર્યુ? કંઈ જ નહીં. રિપોર્ટ અનુસાર બુધવારે બોઈંગે તેના પર ટિપ્પણી કરવાથી ઈનકાર કર્યો. આ તરફ હનીવેલ પણ તેના પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવા તૈયાર નથી. આ દુર્ઘટનાને લઈને અમેરિકામાં આ પ્રથમ કેસ છે.
ચાર મૃતકોના પરિજનોએ કર્યો કેસ
પીડિત પરિવારે આ મામલે દુર્ઘટનાગ્રસ્ત વિમાનના 229 યાત્રિકોમાં સામેલ કાંતાબેન ધીરુભાઈ પાઘડાળ, નવ્યા ચિરાગ પાઘડાળ, કુબેર પટેલ અને બાબીબેન પટેલ માટે ક્ષતિપૂર્તિની માગ કરી છે. આ દુર્ઘટનામાં વિમાનના 12 ક્રુ સહિત આ મેડિકલ કોલેજ પરિસરમાં રહેલા 19 લોકોના પણ મોત થયા છે. રિપોર્ટમાં એ પણ જણાવ્યુ છે કે આ યાચિકાકર્તા ભારત કે યુકેના નાગરિક છે અને આ જ દેશોમાંથી એકમાં રહેનારા છે. અત્યાર સુધી આ દુર્ઘટનાની તપાસમાં તેની પૂરતી તપાસ નથી થઈ.
અમેરિકાએ કોને બચાવવાની કોશિશ કરી?
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ભારતની ઍરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) કરી રહી છે. જેમા અમેરિકા અને યુકેની એજન્સીઓ પણ સહયોગ કરી રહી છે. જુલાઈમાં તેમણે જે વચગાળાનો રિપોર્ટ આપ્યો હતો, તેમા દુર્ઘટનાના થોડા સમય પહેલા કોકપિટમાં ફ્યૂલ સ્વિચને લઈને પાયલટો વચ્ચે કન્ફ્યુઝન થવા તરફ ઈશારો કરવામાં આવ્યો હતો. તેના તુરંત બાદ અમેરિકી એફએએ એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે દાવો કર્યો છે કે ફ્યૂલ કંટ્રોલના પૂર્જામાં ટેકનિકલ ક્ષતિને દોષ ન આપી શકાય.
