શર્મનાક હરકત… 2જી ઓક્ટોબર પહેલા ગાંધીજીની પ્રતિમાને કરાઈ ખંડિત, નીચે લખ્યુ અભદ્ર લખાણ
લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકાસન પહોંચાડવાની કોશિશ કરવામાં આવી છે. આ કૃત્ય ખાલિસ્તાનીઓએ કર્યુ હોવાની આશંકા સેવાઈ રહી છે. જેના પર હવે સાક્ષ્ય જોવા મળી રહ્યા છે. જેમા તેનો ભારત વિરોધી એજન્ડા સાફ જોવા મળી રહ્યો છે. ભારતે ઘટનાની બહુ ટીકા કરી છે અને મેટ્રોપોલિટન પોલીસ તપાસમાં લાગી ગઈ છે.

લંડનમા બરાબર 2જી ઓક્ટોબરના બે દિવસ પહેલા સેન્ટ્રલ લંડનમાં મહાત્મા ગાંધીની 57 વર્ષ જૂની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરવાની કોશિશ કરવામાં આવી છે. આ ઘટના સેન્ટ્રલ લંડનના ટેવિસ્ટોક સ્કવેયરના એ સ્મારકની છે જ્યાં ધ્યાનમુદ્રામાં બેસેલા ગાંધીજીની કાંસાની મૂર્તિ છે. આ સમગ્ર ઘટનાની સૂચના મળતા જ ભારતીય હાઈ કમિશનના અધિકારી તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થાનિક અધિકારીઓને તેની જાણકારી આપી હતી. જે બાદ પ્રતિમાને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ તાત્કાલિક શરૂ કરી દેવાયો હતો. લંડન સ્થિત ભારતીય હાઈકમિશને આ ઘટનાને શરમજનક ગણાવતા તેની નિંદા કરી છે. આ દરમિયાન એવા પણ રિપોર્ટ છે કે આ ઘટના પાછળ ખાલિસ્તાન સમર્થકોનો હાથ છે.
શર્મનાક, બર્બર અને અહિંસાના વિચાર પર હુમલો
લંડન સ્થિત ઈન્ડિયન હાઈકમિશને સોશિયલ મીડિયા પર જારી નિવેદનમાં કહ્યુ છે, લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ લંડનના ટેવિસ્ટોક સ્કવેયર પર મહાત્મા ગાંધીની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરવાની શર્મનાર ઘટનાથી અત્યંત દુઃખી છે. આ બર્બરતાપૂર્ણ કૃત્ય છે. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના ત્રણ દિવસ પહેલા જ અહિંસાના વિચાર અને મહાત્મા ગાંધીની વિરાસત પર હિંસક હુમલો છે. અમે તેને ગંભીરતાથી લેતા સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે અને અમારી ટીમ પહેલેથી જ ઘટનાસ્થળ પર પ્રતિમાને તેની મૂળ ગરિમામાં પરત લાવવા અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે.
ખાલિસ્તાનીઓએ કર્યો ગાંધીજીની પ્રતિમા પર હુમલો
એક વરિષ્ઠ પત્રકાર આદિત્ય રાજ કૌલે ઘટના બાદ એક વીડિયો શેર કર્યો છે. જેમા જોવા મળી રહ્યુ છે કે હુમલાખોરો શું કરી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે ગાંધીજીની પ્રતિમાને ખંડિત કરવાની કોશિશ તો કરાઈ છે સાથે જ તેના પર બ્લેક કલરથી લખવામાં આવ્યુ છે ગાંધી-મોદી, હિંદુસ્તાની ટેરરિસ્ટ… ત્યાં એક તિરંગાનું પણ પણ અપમાન કરવામાં આવ્યુ છે અને તેના પર પણ ટેરરિસ્ટ લખ્યુ છે. કૌલે વીડિયોની કેપ્શનમાં લખ્યુ છે, લંડન, યુકેમાં બે દિવસ પહેલા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ટેવિસ્ટોક સ્કવેયરમાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓ દ્વારા ખંડિત કરવામાં આવ છે. જો કે આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ન્યૂઝ એજન્સી PTI અનુસાર મેટ્રોપોલિટન પોલીસ બ્યૂરો અને કેમડેન કાઉન્સિલે જણાવ્યુ કે તેઓે આના પર સઘન તપાસ કરશે.
1968 માં ઈન્ડિયા લીગના સહયોગથી થયુ અનાવરણ
લંડનમાં ગાંધીજીની આ પ્રતિમાનું અનાવરણ 1968માં ઈન્ડિયા લીગના સહયોગથી થયુ છે. યુકેમાં ગાંધી જયંતીના અવસરે છેલ્લા કેટલાય વર્ષોથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યુ છે. દર વર્ષે બીજી ઓક્ટોબરે અહીં ફુલોથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને ગાંધીજીની પ્રિય ભજન વાગે છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના રૂપે મનાવવામાં આવે છે. જેને સંયુક્ત રાષ્ટ્રે પણ માન્યતા આપી છે. તેના ચબુતરા પર લખ્યુ છે, ‘મહાત્મા ગાંધી 1969- 1948’ તેમનો લંડન સાથે ઐતિહાસિક સંબંધ રહ્યો છે, જ્યા તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાનું શિક્ષણ લીધુ હતુ.
