યુકેમાં ભારતીય રાઈડરના બાઈકની થઈ ચોરી, પાસપોર્ટ-કેમેરા અને કપડાં લઈ ચોર થયા રફુચક્કર, જુઓ વીડિયો
ભારતીય રાઈડર યોગેશ આલકેરીની એન્ડવેચર બાઈક નોટિધમ યુકેમાં ચોરી થઈ છે. આ સાથે ચોર પાસપોર્ટ, પૈસા અને જરુરી સામાન પણ લઈ ગયા છે. 17 દેશની 24,000 કિમી લાંબી વર્લ્ડ ટુર જર્ની અધુરુ રહી.

એક ભારતીય રાઈડરની વર્લ્ડ ટુર ફરવાની યાત્રા યુકેમાં જઈ બંધ થઈ છે. કારણ કે,તેના બાઈકની ચોરી થઈ છે. આ ઘટના બાઈક રાઈડર યોગેશ આલેકરી સાથે બની છે. તે પોતાની KTM 390 એડવેન્ચર બાઈક પર વર્લ્ડ ટુર પર નીકળ્યો હતો. યોગેશ અલેકારી 17 દેશોમાં 24,000કિમીથી વધુ મુસાફરી કરી ચૂક્યો છે.તે આફ્રિકા જવાનો પ્લાન બનાવી રહ્યો હતો, પરંતુ બાઈક ચોરીને કારણે તેની સફર અટકી ગઈ.તેણે કહ્યું કે બાઇક અને તેના સામાનની કુલ કિંમત લગભગ 16 લાખ થી વધુ છે.
View this post on Instagram
કઈ રીતે થઈ ચોરી
આ ઘટના 31 ઓગસ્ટની છે.જ્યારે યોગેશ પોતાના મિત્રો સાથે નોટિંધમ પહોંચ્યો હતો અહી નાસ્તા માટે વોલાન પાર્કમાં રોકાયો હતો. આ દરમિયાન તેની બાઈકની ચોરી થઈ હતી. બાઈક પર તેનો જરુરી સામાન પાસપોર્ટ,પૈસા અને અન્ય કેટલાક ડોક્યુમેન્ટ પણ હતા. 4 ચોર બાઈક લઈને આવ્યા અને હથોડાથી બાઈકનું લોક તોડી રાઈડરની બાઈક લઈ ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારબાદ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
મદદની અપીલ કરી
બાઈક અને તમામ ડોક્યુમેન્ટની ચોરી થયા બાદ યોગેશે સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સ પાસે મદદ માંગી હતી. તેમણે લોકોને કહ્યું કે, વીડિયો શેર કરે જેથી પોલીસ જલ્દી આના પર કાર્યવાહી કરે. હાલમાં આ સમગ્ર મામલે નોટિંધમ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
મોટું નુકસાન
યોગેશ કન્ટેન્ટ ક્રિએટર છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 1.8 લાખથી વધુ ફોલોઅર્સ છે અને ફેસબુક પર લગભગ 16 હજાર ફોલોઅર્સ છે. તેણે જણાવ્યું કે ,ચોરાયેલી બાઇક અને અન્ય વસ્તુઓની કુલ કિંમત 16 લાખ રૂપિયાથી વધુ છે.
