RCB ની જીત વચ્ચે, વિરાટ કોહલીની બહેન અચાનક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય કેમ બની?
IPL 2025 જીત્યા પછી, વિરાટ કોહલીની બહેન ભાવનાએ ખૂબ જ ઈમોશનલ પોસ્ટ લખી, પરંતુ કેટલાક લોકોએ ભાઈ-બહેનના સંબંધો પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું.યુઝરે નણંદ-ભાભી વચ્ચે સંબંધો વિશે ચર્ચા શરુ કરી છે.

આઈપીએલ 2025ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટકકર થઈ હતી. જેમાં આરસીબીએ ઈતિહાસ રચ્યો છે. આ જીત ટીમ માટે જેટલી આરસીબી માટે ખાસ હતી એટલી વિરાટ કોહલી માટે પણ ખાસ હતી,કારણ કે, 18 વર્ષ લાંબી રાહ જોયા બાદ તેમણે પોતાની પહેલી આઈપીએલ ટ્રોફી જીતી છે. મેચ બાદ મેદાન પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની કેમેસ્ટ્રીએ ચાહકોનું દિલ જીતી લીધું છે.
સોશિયલ મીડિયા પર બંન્નેની એક ખાસમ મોમેન્ટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ જીત બાદ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન એક પોસ્ટે ખેચ્યું છે.લોકોએ કહ્યું વિરાટ કોહલીએ જીત બાદ ન તો પોતાની બહેન ભાવનાનો કાંઈ ઉલ્લેખ કર્યો છે કે, ન તો પરિવારના કોઈ સભ્યોનો ઉલ્લેખ કર્યો છે. કેટલાક યુઝરે તો વિરાટની બહેનને લઈને પણ કોમેન્ટ કરવાની શરુ કર્યું હતુ. આ કોમેન્ટ પર સવાલો ઉઠ્યા કે, વિરાટ કે, અનુષ્કા સાથે તેના સંબંધો તો કેવા છે?
View this post on Instagram
બહેને ભાઈ માટે લખી પોસ્ટ
હાલમાં આઈપીએલ 2025ની ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલીની બહેને એક ઈમોશનલ પોસ્ટ લખી છે પરંતુ કેટલાક યુઝરો ભાઈ-બહેનના સંબંધો પર સવાલો ઉઠાવી રહ્યા છે. કેટલાક તો અનુષ્કા શર્મા સાથે નણંદના સંબંધો વિશે વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભાવનાની પોસ્ટ પર વિરાટ અને અનુષ્કા શર્માએ કોઈએ રિએક્શન આપ્યું નથી. તેમણે લખ્યું આ રાત અને આ પળ ખાસ છે. જ્યારે અમે આ સપનાનો જશ્ન મનાવી રહ્યા છીએ જેમણે ક્યારેય રડાવ્યા અને હસાવ્યા છે.
વિરાટ માટે પ્રેમ વ્યક્ત કર્યા
તેમણે આગળ લખ્યું કે, વિરાટની આ સફર ખુબ લાંબી અને સંઘર્ષભરી રહી છે. હવે આ સપનું પુર્ણ થયું છે. દરેક પળ શાંત ભાવથી મહેસુસ કરવી જરુરી છે. ભાવનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોતાની પોસ્ટમાં ભાવનાએ આગળ લખ્યું અમે વિરાટ અને ચાહકો માટે અભાર શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. આ જીત માત્ર તેમની નથી પરંતુ આ એ દરેક વ્યક્તિની છે, જે આરસીબી સાથે જોડાયેલો છે.
આ પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરી કહ્યું વિરાટ તમને ક્યારેય સ્પીચમાં મેન્શન કરતા નથી ન તો તમારી પોસ્ટને લાઈક કરે છે અને અનુષ્કા શર્મા પણ કાંઈ કહેતી નથી. આ કોમેન્ટ પર ભાવનાએ જવાબ આપ્યો છે. ભગવાન તમારે સમજ આપે કે, પ્રેમ દેખાડવો જરુરી નથી હોતો. જેમ કે ભગવાન પ્રત્યે પ્રેમ તેઓ દેખાતો નથી પરંતુ જરુર હોય છે.
વિરાટની બહેને આપ્યો જડબાતોડ જવાબ
આગળ તેમણે લખ્યું કે, હું પ્રાર્થના કરું છું કે, તમારા જીવનમાં સાચા સંબંધો હોય. જેમાં ન કોઈ અસુરક્ષા હોય ન દેખાવાની જરુર હોય. બસ દિલથી જોડાયેલા હોય. ભગવાન તમારા પર કૃપા કરે. તેના આ જવાબે ચાહકોના દિલ જીતી લીધા છે. વિરાટ કોહલીના ચાહકોને તેની બહેનનો આ જવાબ ખુબ પસંદ આી રહ્યો છે અને લોકો વખાણ પણ કરી રહ્યા છે.