IPL 2025 Finalમાં લાગશે ગ્લેમર્સનો તડકો, અમદાવાદમાં જોવા મળશે આ સેલિબ્રેટીઓ
IPL 2025 Final : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલ 2025ની ફાઈનલ મેચ રમાશે. બંન્ને ટીમના ચાહકો સોશિયલ મીડિયા પર પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરી રહ્યા છે.આઈપીએલમાં ગ્લેમર્સ તડકો જોવા મળશે.

આઈપીએલની ફાઈનલ મેચ આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રજત પાટીદાર અને શ્રેયસ અય્યર બંન્નેમાંથી કોઈ એક ટીમ આજે ચેમ્પિયન બનશે. આ મેચ પર ચાહકોની નજર છે.

વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન નથી પરંતુ ચાહકો ઈચ્છે છે કે, કિંગ કોહલી પણ એક વખત આઈપીએલની ટ્રોફી જીતે. આ મોટી મેચમાં વિરાટને સપોર્ટ કરવા માટે બોલિવુડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પતિને સપોર્ટ કરવા માટે આવી શકે છે.

શ્રેયસ અય્યરની પંજાબ કિંગ્સની સાથે લેડી લક છે. તેમની ટીમની માલિક પ્રીતિ ઝિન્ટા ફાઈનલ મેચ પહેલા સંપૂર્ણ રીતે તૈયાર છે. અભિનેત્રી પોતાની ટીમને સપોર્ટ કરવા માટે દરેક મેચમાં સ્ટેડિયમમાં પહોંચી જાય છે. આ વખતે તે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલની ટ્રોફી ઉઠાવવા માટે પણ આતુર છે. આ સાથે આઈપીએલમાં ગ્લેમર્સનો તડકો લગાવી શકે છે.

બીમાર હોવા છતાં યુઝવેન્દ્ર ચહલ માટે આરજે મહવશ દરેક મેચમાં સપોર્ટ કરવા પહોંચી જાય છે. છેલ્લી મેચમાં પણ સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચી હતી. મહવશ આઈપીએલની લગભગ તમામ મેચમાં જોવા મળી હતી. ચહલ અને ધનશ્રી વર્માના છુટાછેડા બાદ એવી ચર્ચાઓ થઈ રહી છે કે, ક્રિકેટર આરજે મહવશને ડેટ કરી રહ્યો છે. હજુ સુધી બંન્નેમાંથી કોઈએ આ વાતનો ખુલાસો કર્યો નથી. આરજે મહવશ અમદાવાદમાં પણ જોવા મળી શકે છે.

એક તરફ આ ત્રણ અભિનેત્રીઓ પંજાબ કિંગ્સને સપોર્ટ કરતી જોવા મળશે, તો બીજી તરફ તાજેતરમાં જ એક્ટિંગ માં પ્રવેશ કરનાર શ્રેષ્ઠા ઐયરનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરની બહેનનું નામ શ્રેષ્ઠા છે. જેનું ગીત તાજેતરમાં જ રિલીઝ થયું છે. અભિનેત્રીએ ફિલ્મ 'સરકારી બચ્ચા'ના 'એગ્રીમેન્ટ કરલે' ગીતમાં ખૂબ ધૂમ મચાવી હતી.

એક તરફ આ ત્રણ અભિનેત્રીઓ પંજાબ કિંગ્સને સપોર્ટ કરતી જોવા મળશે, તો બીજી તરફ તાજેતરમાં જ એક્ટિંગ માં પ્રવેશ કરનાર શ્રેષ્ઠા ઐયરનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરની બહેનનું નામ શ્રેષ્ઠા છે. જેનું ગીત તાજેતરમાં જ રિલીઝ થયું છે. અભિનેત્રીએ ફિલ્મ 'સરકારી બચ્ચા'ના 'એગ્રીમેન્ટ કરલે' ગીતમાં ખૂબ ધૂમ મચાવી હતી.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































