ક્રિકેટના મેદાનમાં જ નહી પરંતુ સોશિયલ મીડિયા પર કિંગ છે વિરાટ કોહલી, જુઓ ફોટો
ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખુબ ઓછો એક્ટિવ રહે છે. પરંતુ તે એક પોસ્ટ માટે મસમોટો ચાર્જ લે છે. આ લિસ્ટમાં રોહિત શર્મા, ધોની, પંડ્યા વિરાટ કોહલીથી ખુબ પાછળ છે.

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. કોહલી મૂળ મધ્યપ્રદેશ (એમપી)ના કટનીનો રહેવાસી છે.ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 5 નવેમ્બરના રોજ પોતાનો 37મો જન્મદિવસ ઉજશે.

ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ ખુબ મોટી છે. સોશિયલ મીડિયા પર પણ વિરાટ કોહલી હંમેશા છવાયેલો રહે છે. વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 274 મિલિયન ફોલોઅર્સ છે. ભારતીય ખેલાડીને લઈ એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે.

ભારતીય ટીમમાં વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એક પોસ્ટથી સૌથી વધારે પૈસા કમાય છે. તે એક પોસ્ટ માટે લાખો નહી પરંતુ કરોડો રુપિયાનો ચાર્જ લે છે. રિપોર્ટનું માનવું છે કે, વિરાટ કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી અંદાજે 12 કરોડ રુપિયા કમાય છે.

વિરાટ કોહલીએ આઈસીસી ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીત્યાબાદ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે ટેસ્ટ ક્રિકેટને તો અલવિદા કહી દીધું છે અને હવે અનુભવી ખેલાડી માત્ર વનડે ફોર્મેટમાં રમતો જોવા મળે છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મુલાકાત વર્ષ 2013માં એક જાહેરાતની શૂટિંગ વખતે થઈ હતી. બંન્નેની મિત્રતા અને મુલાકાત વધી ગઈ અને આ સંબંધો પ્રેમમાં પરિવર્તિત થયા હતા. ત્યારબાદ અનુષ્કા મેચ જોવા માટે સ્ટેડિયમમાં પણ પહોંચતી હતી.

વર્ષ 2017માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. બંન્નેના લગ્ન ઈટલીમાં થયા હતા. જેમાં માત્ર પરિવારના લોકો જ સામેલ હતા. આજે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી 2 બાળકોના માતા-પિતા છે. દીકરીનું નામ વામિકા અને દીકરાનું નામ અકાય છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો
